
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બની ગયો છે. ભયંકર ગરમીની સાથે સાથે ઠેકઠેકાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મને થયું કે અમદાવાદની આકરી ગરમીમાંથી થોડીક રાહત મળી જાય અને કુદરતની વચ્ચે રહેવા મળે તો કેવું. આમ વિચારીને મેં મારી ફેમિલી અને મારા સાળાનું ફેમિલી એમ બે ફેમિલી સાથે સાપુતારા જવાનું નક્કી કર્યું. સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે.

આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વેકશનનો સમય હોવાથી સાપુતારા ઓલમોસ્ટ ફુલ હતું. પરંતુ અમારે પ્રોપર સાપુતારામાં રહેવું નહોતું પરંતુ અમારે સાપુતારાની નજીક જંગલ વિસ્તારમાં રહેવું હતું. તેથી અમે રહેવા માટે સાપુતારા હિલથી 5 કિલોમીટર દૂર વનવાસો રિસોર્ટ પસંદ કર્યો.
અમદાવાદથી વનવાસો રિસોર્ટ, સાપુતારા

સૌપ્રથમ તમને કહી દઉં કે અમદાવાદથી સાપુતારાનો વનવાસો રિસોર્ટ કેટલો દૂર છે, તો અમદાવાદથી વનવાસો રિસોર્ટ લગભગ 400 કિલોમીટર દૂર છે. તમારે સાપુતારાના રસ્તે જવાનું રહેશે જ્યાં માલેગાંવ ચેક પોસ્ટથી જમણી બાજુ ટર્ન લઇને ચાંગી ગામ તરફ જવું પડશે. મુખ્ય રોડથી 400 મીટર અંદર કાચો રસ્તો છે જ્યાં આ રિસોર્ટ આવેલો છે. અમદાવાદથી લગભગ સાતથી સાડા સાત કલાક જેટલો સમય લાગશે. અમે પણ વહેલી સવારે નીકળીને બપોર સુધીમાં ત્યાં પહોંચી ગયા. અમે આ રિસોર્ટમાં જવા માટે આકરો ઉનાળો પસંદ કર્યો પરંતુ જો તમે ચોમાસામાં ત્યાં જશો તો તમને વધારે મજા આવશે. અને સારીરીતે એન્જોય કરી શકશો.
વનવાસો રિસોર્ટની ખાસિયત

આમ તો સાપુતારામાં ઘણાં રિસોર્ટ આવેલા છે પરંતુ આ રિસોર્ટમાં કુલ 15 વાંસથી બનેલા રૂમ છે. જેમાં કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે રિસોર્ટમાં કુદરતી ઠંડક જોવા મળે છે. જો કે દરેક રૂમમાં એસીની સુવિધા આપવામાં આવી છે. વનવાસોમાં કપલ કોટેજ, ફેમિલી કોટેજ, સ્વિસ ટેન્ટ, ડોર્મિટરી ટેન્ટ અને કેમ્પિંગ ટેન્ટ છે. જેમાં તમે રહી શકો છો. દરેક રૂમમાં એટેચ વોશરૂમ, ડસ્ટબિન, સુંદર ઇન્ટિરિયર, રૂમ અનુસાર ડબલ કે ફોર બેડની સુવિધા છે. ડ્રેસિંગ ટેબલ પણ રૂમમાં છે એટલે ફિમેલને તૈયાર થવા માટે આઇનો પણ મળી રહેશે. આ રિસોર્ટનો સ્ટાફ એકદમ મિલનસાર છે. સ્ટાફમાં આસપાસના ગામડાના જ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. તમને રિસોર્ટમાં બિલકુલ અગવડ ન પડે તેનું ધ્યાન અહીંનો સ્ટાફ રાખે છે.

અહીંના સ્વિમિંગ પુલમાં તમે મસ્તી કરી શકો છો. રિસોર્ટમાં પાર્કિંગની પણ સુવિધા છે. જેથી તમને કાર પાર્કિંગમાં કોઇ તકલીફ નહીં પડે. ઇન્ડેર ગેમ્સમાં તમે ચેસ કે કેરમ રમી શકો છો. આઉટડોર ગેમ્સમાં વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે ગેમ્સ રમી શકો છો. વનવાસો રિસોર્ટમાં ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા પણ છે. એટલે જો તમે બાળકો સાથે આવો છો તો બાળકો તમને હેરાન નહીં કરે. કારણ કે તે હિંચકો ખાશે કે સ્લાઇડરમાં મસ્તી કરશે.


અમે બપોરે પહોંચ્યા અને લંચમાં દેશી જમવાનો આનંદ માણ્યો. જમવાની વાત કરીએ તો તમને લંચમાં સબ્જી, રોટી, કઠોળ, રમકડાં, ગુલાબજાંબુ, સલાડ વગેરે મળશે. સાંજે પણ કઢી, ખીચડી, રોટી, પરાઠા, પનીરનું શાક, જીરા રાઇસ, દાલફ્રાય, બટાકાની સૂકી ભાજી વગેરે મળશે. તો બ્રેકફાસ્ટમાં અમે દહીં તીખારી, થેપલા, ચો-કોફી, બિસ્કિટનો નાસ્તો કર્યો. સાંજે 4 વાગે હાઇ-ટી હોય છે જેમાં ચો-કોફી સાથે બિસ્કિટ સર્વ કરવામાં આવે છે.


વનવાસો રિસોર્ટ કુદરતની વચ્ચે છે. ચારે તરફ વૃક્ષોને કારણે આ એક ઇકોફ્રેન્ડલી રિસોર્ટ છે. અહીં અમારા કોટેજની બહાર એક ઝૂલો પણ મૂકવામાં આવ્યો હતો જેમાં બેસીને ફેમિલી સાથે વાતો કરવાની મજા આવી. રિસોર્ટમાં ઠેકઠેકાણે સેલ્ફી પોઇન્ટ બનાવેલા છે જેમાં તમે સેલ્ફી ખેંચી શકો છો. જેમાં જુના બુલોક કાર્ટ, વાંસથી બનાવેલી હટ, દિલ આકારની સિટિંગ વ્યવસ્થા છે જેમાં ફોટો ક્લિક કરી શકાય છે. અમે પણ રિસોર્ટમાં જુદી જુદી જગ્યાએ સેલ્ફી ખેંચવાની મજા લીધી.


રિસોર્ટ તરફથી ટ્રેકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સાંજે છે વાગે અને વહેલી સવારે 7 વાગે તમને જંગલમાં ટ્રેકિંગ માટે લઇ જવામાં આવે છે. જેમાં લગભગ દોઢથી બે કલાક જેટલો સમય લાગે છે. જંગલમાં બે કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરાવવામાં આવે છે જેમાં તમને પ્રકૃતિને નજીકથી જોઇ અને માણી શકો છો. રિસોર્ટની સૌથી ખાસ વાત એ છે કે આ રિસોર્ટની બિલકુલ ઉપર સાપુતારા હિલ છે એટલે કે સાપુતાર હિલથી નીચે તળેટીમાં આ રિસોર્ટ છે. સાપુતારામાં ટેબલટોપની બિલકુલ નીચેની તરફ રિસોર્ટ આવેલો છે. ટેબલટોપ એ પેરાગ્સાઇડિંગની જગ્યા છે. જ્યાં પ્રતિ વ્યક્તિ 2000 રૂપિયામાં પેરા ગ્લાઇડિંગ કરાવવામાં આવે છે. વનવાસો રિસોર્ટ ટેબલટોપની નીચે હોવાથી તમે રિસોર્ટમાં બેસીને પેરાગ્લાઇડિંગ કરતા શુરવીરોને જોઇ શકો છો.


બપોરના સમયે છોકરાઓએ સ્વિમિંગ પુલમાં મસ્તી કરી. તો સાંજના સમયે કેટલીક આઉટડોર એક્ટિવિટી પણ કરી. વનવાસો રિસોર્ટમાં તમે ઝીપ લાઇન, બ્રિજ ક્રોસિંગ, રોપ ક્રોસિંગ વગેરે જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ થાય છે.


અમે વનવાસોમાં સાંજના સમયે બેડમિન્ટન રમ્યા. ઠેકઠેકાણે સેલ્ફીની મોજ માણી અને જ્યારે રાત પડી ત્યારે ડિજેના તાલે ગરબે ઘૂમ્યા. ત્યાર બાદ ડિનર કરીને થાકયા હોવાથી રૂમમાં જઇને તરત સૂઇ ગયા. રાતના સમયે તમને અંધારામાં ઝાડ પર આગિયા જોવા મળશે જે શહેરોમાં તમે ક્યારેય નહીં જોયા હોય. બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટમાં દહી તિખારી અને થેપલાનો નાસ્તો કરીને લગભગ 10 વાગ્યાની આસપાસ અમે ચેક રિસોર્ટમાંથી ચેક આઉટ કર્યું.

કેવી રીતે કરશો બુકિંગ
જો તમારે વનવાસો રિસોર્ટમાં રોકાવું હોય અને રૂમ ચાર્જિંસ વિશે જાણવું હોય તો મોબાઇલ નંબર-084019 46441 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

આસપાસમાં જોવાલાયક જગ્યા
તમે ચાર કિલોમીટર ઉપર સાપુતારામાં પેરાગ્લાઇડિંગ કરવા જઇ શકો છો. સાપુતારાના તળાવમાં બોટિંગ કરી શકાય છે. તેમજ સન સેટ પોઇન્ટ કે સન રાઇઝ પોઇન્ટ પણ જોઇ શકો છો.


દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો