આ વિશ્વની અનોખી અને પોતાના પ્રકારની એકમાત્ર પોસ્ટ ઓફિસ છે, જે જમીન પર નહીં પરંતુ પાણીની નીચે છે. વનુઆતુના સુંદર Hideaway ટાપુના બીચ નજીક બનેલી આ પોસ્ટ ઓફિસ 26 મે 2003ના રોજ શરૂ કરવામાં આવી હતી.
વાનુઆતુ એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક દ્વીપસમૂહ છે, જે ઉત્તર ઓસ્ટ્રેલિયાથી લગભગ 1750 કિલોમીટર દૂર છે. અને શું તમે જાણો છો, આ પોસ્ટ ઓફિસ માત્ર પર્યટન માટે નથી બનાવવામાં આવી, પરંતુ લોકો તેમાં પોસ્ટકાર્ડ મૂકવા જાય છે અને તેમના પોસ્ટકાર્ડ પણ નિર્દિષ્ટ સરનામે પહોંચી જાય છે.
સામાન્ય પોસ્ટ ઓફિસ અને આ અંડરવોટર પોસ્ટ ઓફિસના પોસ્ટકાર્ડ વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે અહીં ખાસ વોટરપ્રૂફ પોસ્ટકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અને અલબત્ત, તમારે આ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા માટે ડાઇવિંગ ગિયર અથવા સ્નોર્કલ ગિયર પહેરવાની જરૂર પડશે.
વર્કિંગ અવર્સઃ
અંડરવોટર પોસ્ટ ઓફિસ કેટલાક ખાસ કલાકો માટે ખુલ્લી રહે છે. મુલાકાતીઓને પણ અહીં આવતા પહેલા પોસ્ટ ઓફિસ કેટલા કલાકો માટે ખુલ્લી રહે છે તેની તપાસ કરી લેવી જોઇએ. જ્યારે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પાણીની અંદર હોય છે તે તેની ઉપલબ્ધતાને ચિન્હિત કરવા માટે સાઇટની ઉપર એક ફ્લોટ પર એક વિશેષ ઝંડો ફરકાવવામાં આવે છે.
એ પણ ધ્યાનમાં રાખવાનું મહત્વપૂર્ણ છે કે પોસ્ટ ઓફિસ મેલે બેની સપાટીથી 10 ફૂટની ઉંડાઇમાં ડૂબેલી છે. અને મુલાકાતીઓ પાસે જરૂરી ડાઇવિંગ કે સ્નોર્કલિંગ સાધનો અને તેને સુરક્ષિત રૂપે એક્સેસ કરવાનો અનુભવ હોવો જોઇએ.
વાનઅતુ ડાકઘરના કર્મચારીઓએ હિડવે ટાપુ પર પોતાના ઓપન વોટર ડાઇવ પ્રશિક્ષણ પૂર્ણ કરી લીધું છે. આ ખાસ ટ્રેઇનિંગ તેમને આ યૂનિક પોસ્ટ સર્વિસની અનોખી આવશ્યકતાઓને પૂરી કરવા માટે પાણીની નીચે કુશળતાપૂર્વક અને સુરક્ષિત રીતે પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં સક્ષમ બનાવે છે.
વાનુઅતુ હજુ પણ યાત્રીઓ માટે એક ઓફબીટ ડેસ્ટિનેશન ગણાય છે. આ અનોખા આકર્ષણે તેને એડવેન્ચર લવર્સ માટે એક લોકપ્રિય સ્થળ બનાવી દીધું છે. જેમને અલગ પ્રકારનો અનુભવ લેવો છે તેમને એક સામાન્ય પોસ્ટ કાર્ડની તુલનામાં અંડરવોટર પોસ્ટ કાર્ડ મોકલવાની તક મળે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો