જીવનમાં આપણને કશુંક કરવાની એક અલગ પ્રકારની જ ઈચ્છા હોય છે જેનું આપણે લિસ્ટ વણાવીને ભવિષ્યમાં એ લિસ્ટ સાકાર કરવાના સપના જોતા હોઈએ છીએ. મારુ એવું જ એક સપનું હતું 'વેલી ઓફ ફ્લાવર્સ" જોવાનું. મને આજે પણ યાદ છે જયારે મેં ઉત્તરાખંડના આ અતિ સુંદર ટ્રેક અને ખીણ વિષે સાંભળ્યું હતું.
બરફથી ઢંકાયેલા પહાડોની સુંદરતા વચ્ચે અને પગ હેઠળ લીલા ઘાસ અને ઉપર સફેદ વાદળોની કલ્પના કરી કરીને હું ત્યાં જવાના સપના જોયા કરતી.
યાત્રા કાર્યક્રમ
દિવસ 1
ગોવિંદઘાટ
ઋષિકેશ પહોંચીને પછી 270 કિમિ ડ્રાઇવિંગ કરીને ગોવિંદઘાટ પહોંચો. આ એક નાનકડું ગામ છે જે અલકનંદા અને લક્ષ્મણગંગા નદીઓના સંગમ પર વસેલું છે. ત્યાં એક રાત વિતાવો.
હોટેલ ભગત
આ હોટેલમાં સાફ રૂમ્સ અને સ્વાદિષ્ટ ખાવાનું તો મળી જ રહે છે સાથે એ ગોવિંદઘાટની નજીક પણ છે. આ જગ્યા ઘાંઘરિયા જવા માટેનો બેઝ કેમ્પ છે એટલે જો કોઈને 14 કિમિ લમ્બો આ ટ્રેક ન કરવો હોય તો એ હેલિકોપ્ટર પણ કરી શકે છે.
દિવસ 2
ઘાનગરીયા કેમ્પીંગ ગ્રાઉન્ડ
અલકનંદાના એકદમ સાફ પાણી પર બનેલ પુલ પસાર કરતા જ ટ્રેક શરુ થઇ જાય છે. પછી ત્યાંથી ભ્યુંદર ઘટી તરફ અમુક ગામડાઓ પસાર કરવાના રહે છે. આ 14 કિમિ લાંબી સીધી ચઢાઈ છે એટલે તમે હેલીકૉપટર અથવા ટટ્ટુ પણ કરી શકો છો. રાતે હોટેલ ઘાનગરીયા અથવા કેમ્પમાં રહો કેમકે તમે વેલી ઓફ ફ્લાવર્સ માં નથી રોકાઈ શકવાના.
દિવસ 3
વેલી ઓફ ફ્લાવર્સ - કેમ્પ ઘાનગરીયા
વેલી ઓફ ફ્લાવર્સ રોજ સવારે 7 વાગે ખુલે છે અને અંતિમ પ્રવેશ બપોરે 2 વાગે કરવા દેવામાં આવે છે. સાંજે ૫ વાગ્યા પહેલા તમારે ત્યાંથી બહાર નીકળવાનું હોય છે. એક કિલોમીટર ચાલ્યા પછી તમને ટિકિટ મળશે અને ચારેબાજુ અત્યંત સુંદર અને અલગ અલગ પ્રજાતિના ફૂલો જોવા મળશે. થોડે દૂર ચાલતા તમે એક ઝરણાં પાસે અને ત્યાંથી એક કિમિ દૂર એક પુલ સુધી પહોંચી જશો. પુલ પર કાર્ય પછીનો રસ્તો ઘણો જ સાંકડો છે. ફૂલોની સીઝન દરમિયાન તો અહીંયા લાલ, પીળા, ભૂરા સફેદ એમ ઘણાય રંગોની જાને ચાદર જ હોય એવું દ્રશ્ય લાગે છે. વેલીમાં 3 - 4 કલાક વિતાવો અને પાછા ઘાનગરીયા તરફ નીકળી જાઓ.
દિવસ 4
ઘાનગરીયાથી ગોવિંદઘાટ
રસ્તાથી નીચે ઉતરો અથવા ગોવિંદઘાટ સુધી હેલિકોપ્ટર કરી લો.
દિવસ 5
ટ્રેક સમાપ્ત થઇ ચુક્યો છે. ઋષિકેશ તરફ પ્રયાણ કરો.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.