માણસ જન્મજાત નવું નવું જાણવામાં રસ ધરાવતો હોય છે અને ભારત દેશ તો સદીઓથી વણઉકેલ્યા રહસ્યોનો ખજાનો ધરાવે છે. તો ચાલો જાણીએ ભારતની એવી વાતો જે કોઈ ડિટેક્ટિવ નોવેલથી કમ નથી.
જોધપુર બૂમ
2012 માં જયારે પૃથ્વીના વિનાશની વાતો ચાલી રહી હતી ત્યારે જોધપુરમાં 8 ડિસેમ્બર, 2012 ના દિવસે અચાનક જ એક જોરદાર બૂમ (ધડાકાનો અવાજ) સાંભળવા મળ્યો હતો. કોઈએ એવું ધારી લીધું કે ભારતીય સેનાનું કોઈ વિમાન હશે અથવા તો કોઈ બૉમ્બ એક્સપેરિમેન્ટ થઇ રહ્યો હશે પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વિશ્વમાં ઘણી જગ્યાઓએ આવા જ બનાવ બનેલા જેમાં ધડાકાના અવાજ સાથે એક લીલા કલરનો પડછાયો જોવા મળેલો. આ વાતનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.
કેરળનો લાલ વરસાદ
જુલાઈ અને સપ્ટેમ્બર 2001 ની વચ્ચે કેરળના કોટ્ટાયમ અને ઇડુકી જિલ્લાઓમાં લાલ રંગના પાણી વાળો વરસાદ પડ્યો હતો. લોહી જેવા રંગના વરસાદ સાથે વીજળી પડવાના બનાવો પણ બન્યા હતા. એક પ્રકારની પેટર્નની જેમ આ વરસાદ લગભગ માત્ર 20 મિનિટ માટે જ આવતો અને જતો રહેતો. ઘણી જગ્યાઓએ કુવા ગાયબ થવાના અને નવા કુવા અચાનક બની જવાના બનાવો પણ બન્યા હતા.
એક રિસર્ચ મુજબ આ વરસાદ એક પ્રકારના યુરોપિયન જીવાણુના કારણે થયો હતો અને આજ પહેલા માત્ર ઑસ્ટ્રિયામાં આવો વરસાદ થયેલો છે.
જ્ઞાનગંજ - અમર લોકોનું શહેર
એક લોકમાન્યતા મુજબ પૃથ્વી પર જ હિમાલયની પહાડીઓ વચ્ચે એક સ્વર્ગ આવેલું છે જ્યાં સાધુ સંતો અને પવિત્રલોકો પોતાના દુઃખ અને દર્દને ભૂલીને વાસ કરે છે. અને આ જગ્યા માટે એવું કહેવા છે કે આત્મજ્ઞાની યોગીઓ જ અહીંયા પહોંચી શકે છે.
સેટેલાઇટ અને ગુગલ મેપમાં તો આ જગ્યા નથી પરંતુ પૌરાણિક હિન્દૂ અને બૌદ્ધ ગ્રંથોમાં આવી જગ્યાનો ઉલ્લેખ છે. આ વાતો અને પુરાણોથી પ્રેરાઈને લેખક જેમ્સ હિલ્ટને લોસ્ટ હોરાઈઝન નામની એક નોવેલ પણ લખી છે.
જાતીન્ગા ગામ - જ્યાં પક્ષીઓ હવા માંથી પડી જાય છે!
છેલ્લા લગભગ 100 વર્ષોથી આસામના જાતીન્ગામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે હજારોની માત્રામાં ગ્રીન પીજન, બ્લેક ડ્રોન અને ડવ પક્ષીઓ આકાશમાંથી અચાનક જ પડવાના બનાવો જોવા મળે છે. ઘણી અલગ અલગ માન્યતાઓ મુજબ કોઈ કહે છે કે અહીંયા પ્રેતાત્માઓનો વાસ છે તો કોઈ કહે છે કે અહીંના લોકો પક્ષીઓને ફસાવીને પકડી લે છે.
કોડીનીનું "ટવીન ટાઉન"
કેરળના કોડીની ગામમાં 2000 કુટુંબ રહે છે એમાં લગભગ 400 ટવીન્સ છે! વૈજ્ઞાનિકો અહીંયા આની પાછળનું કારણ શોધવા માટે રિસર્ચ કરી રહ્યા છે.
સામાન્ય રીતે મોટી ઉંમરે પ્રેગ્નન્ટ થતી સ્ત્રીઓમાં ટવીન્સનું પ્રમાણ વધુ જોવા મળે છે પરંતુ અહીંયા તો 18 19 વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન થઇ જાય છે! ઘણી અલગ અલગ ધરાનો છતાં કોઈ ઠોસ કારણ આ માટે હજુ સુધી મળ્યું નથી.
આ તો માત્ર અમુક રહસ્યો છે જયારે ભારત એટલો વિશાલ અને વૈવિધ્યપૂર્ણ દેશ છે કે એવા કેટલાય રહસ્યો છે જે આજ સુધી વણઉકેલ્યા જ રહ્યા છે. પણ એક વાત તો સત્ય છે કે આપણે ધારીએ છીએ એટલું વિશ્વ સરળ નથી.
Photo Credits: Pexel.com
.