આપણે સૌ ક્યાંક ને ક્યાંક મેળામા ગયા હશુ. 90’s જનરેશન પછીના બાળકો કદાચ એક્ચ્યુલ મેળાઓથી પરિચિત નહી હોય. એમેને મન મેળો એટલે કદાચ ચકડોળ અને રમકડાની દુકાનો. પણ ખરેખર મેળો એટલે શુ? મેળો એટલે હળવુ-મળવુ, પરમ્પરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવુ. ટૂંક્મા; ધર્મ, સંસ્ક્રુતિ, અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મેળો.
ભારત દેશ વિવિધતાઓ થી ભરેલો છે એ તો તમે જાણો જ છો. દેશનુ પ્રત્યેક રાજ્ય મેળાઓથી સભર છે. પણ આપણુ ગુજરાતને એમા સૌથી આગળ ગણી શકાય તેમ છે. ગુજરાતમા સઆશરે 1517 મેળાઓ ભરાય છે.
અરે હા ભાઈ. જાણુ છુ. તમારે મેળામા જવાની ઉતાવળ છે. તો ચાલો આ લોકડાઉનમા હું તમને ઘરે બેઠા મેળામા લઈ જાઉ.
1. તરણેતર નો મેળો
હું તો ગઇ’તી મેળે ... મન મળી ગયું એની મેળે ... મેળામાં,
હૈયું હણાઈ ને ગયું તણાઈ ... જોબન ના રેલામાં , મેળા માં ... મેળામાં
ઉફ્ફ, એક તો આ પેન્ડેમીકમા કાઈ ઠેકાણા છે નહી ને મે તમને લોકોને નવરાત્રી યાદ કરાવી દીધી કાં.?
પણ શુ તમે જાણો છો કે તરણેતરના મેળાની ખાસ બાબત તો એ કે તેને પ્રેમીઓનુ મિલન સ્થળ પણ કહેવામા આવે છે. એટલે જ તો હું આ ગીત ગાતી હતી.
ગુજરાતના સુરેંદ્રનગર જીલ્લાના થાનગઢમા આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમા ભાદરવા સુદ ત્રીજના દિવસે આ મેળો યોજાય છે. ત્રિનેત્રેશ્વરનુ નામ અપભ્રંશ થતા ગામનુ નામ તરણેતર પડ્યુ. સ્કંદ્પુરાણમા એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિશ્ણુએ શિવજીને પ્રસ્સન કરવા માટે તપસ્યા કરી અને તેઓને 1001 કમળ ચડાવવાના હતા. મુર્તિ ઉપર 1000 કમળ ચડી ગયા અને છેલ્લુ એક કમળ ખૂટ્યુ ત્યારે તેમણે પોતાનુ નેત્ર શિવજી પર ચડાવ્યુ ત્યારથી તે ત્રિનેત્રેશ્વર કહેવાયા.
તરણેતરના મેળામા શણગારેલા બળદગાડા, રુપાળા ભરત ભરેલ, મોતી, બટનીયા, આભલા, અને ફુમતા રુમાલથી શણગારેલી છત્રીઓ આકર્શણનુ કેંદ્ર છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઊતારા હોય છે જેમા લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે.
2. શિવરાત્રિનો ભવનાથનો મેળો
જૂનગઢના ગિરનારની તળેટીમા સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવના પ્રાચિન મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિતે મહાવદ અગિયારસથી મહાવદ અમાસ સુધી આ મેળો યોજાય છે. ખુણે ખુણેથી આવેલા સાધુ સંતો, નાગા બાવાઓ, એમના હાથમા લાકડી તલવાર, શરીરે ભભુત અને મસ્તક પરનો જટાધારી દેખાવ ભવનાથના મેળાને ગુજરાતના અન્ય મેળાથી અલગ રંગ આપે છે.
આ સ્થળે મુચકુંદ, ભર્તુહરી, અને ગુરુદત્તની ગુફાઓ પણ જોવા મળે છે. આ અલૌકીક મેળો લગભગ 10 દિવસ ચાલે છે. ભવનાથ મેળા માટે સ્કંદ પુરાણની એક દંતકથા મુજબ જ્યારે શિવ-પાર્વતી રથમા આકશમા જતા હતા ત્યારે તેમનુ દિવ્ય ઘરેણુ નીચે ભવનાથ મંદિર પાસે પડ્યુ. આથી તેને ‘વસ્ત્રપૂતક્શેત્ર’ એવુ કહેવામા આવે છે. કહેવાય છે અહિ મ્રુગીકુંડમા સ્નાન કરવાથી મોક્શ પ્રાપ્ત થાય છે.
3. માધવપુર ઘેડનો મેળો
સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમા આવેલા મધવપુર-ઘેડ વિસ્તારમા ચૈત્ર સુદ નોમથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે. આ મેળામા કચ્છથી મેર જાતીના લોકો ખાસ જોડાય છે. તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવે છે.
અહિ ગવાતા ભજન કિર્તનમા હવેલી સંગીતની સ્પષ્ટ છાપ સામ્ભળવા મળે છે. શ્રી માધવરાયની જાનમા લોકો સજીધજીને આવે ઉત્સાહભેર જોડાય છે. આ વિધિ પાંચ દિવસ સુધી ચાલે છે.
4. સોમનાથનો કાર્તિકી પુર્ણિમાનો મેળો
આ મેળો ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ છે. સોમનાથ મંદિરના છેલ્લા નિર્માણ પછી અહીં કારતક માસની તેરસ, ચૌદશ અને પૂનમે પરમ્પરાગત રીતે ભાતીગળ લોકમેળો યોજાય છે.
આ મંદિરની એક ખાસિયત એ છે કે, કર્તિકી પૂર્ણીમાની મધ્યરાત્રીએ ચંદ્ર અને શિવલીંગ બન્ને એક સિધી લીટીમા આવી જાય છે, જાણે કે, ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્શાત ધરતી પર ન ઊતર્યા હોય! ગિરનારની લીલી પરિક્રમા પુર્ણ થયા બાદ સોમનાથનો લોકમેળો શરુ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે.
5. નકળંગનો મેળો
ભાવનગર જીલ્લાના કોળિયાકમા ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયા કિનારે નિશ્કલંક મહાદેવના મંદિરે યોજાય છે. અહિ કોળી પ્રજા વિશેશ જોવા મળે છે.
કહેવાય છે કે જ્યારે પાંડવોએ અહિ તેમના પાપોથી મુક્તિ મેળવી હતી. તેથી તેમણે દરિયામા અઢી ત્રણ કિમી દૂર ચાલીને પાંચ શિવલીંગ સ્થાપિત કરી તેની પૂજા કરી. પાંચ હજાર વર્ષ પહેલાની આ શિવલીંગ આજે પણ હયાત છે.
ભાદરવો મહિનો પિત્રુનો મહિનો હોવાથી આ મેળામા સાધુ સંતો અને ભુવા પણ હોય છે. મંત તંત્ર અને ડાકલાના અવાજો પણ સામ્ભળવા મળે છે. આ રીતે નકળંગના મેળાનો રંગ બીજા મેળાઓથી સાવ અલગ છે.
6. કચ્છના મેળા
ગુજરાતની અંદર વસતુ એક અલગ ગુજરાત એટલે કચ્છ. કચ્છની સન્સ્ક્રુતી, કલા અને રિવાજો બધાથી અનોખા છે. કચ્છમા વર્ષ દરમિયાન 12 મેળઓ યોજાય છે.
ના, હું રણોત્સવની વાત નથી કરી રહી. એ તો વાત જ આખી અલગ છે. આ બધા મેળા તો એનાથી સાવ નોખી જ ભાતના છે.
7. અંબાજીનો મેળો
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી યાત્રાધામમા બાવન શક્તિપીઠોમાની એક શક્તિપીઠ આવેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર ટેકરીમા સરસ્વતી નદીના ઉદ્ગમસ્થાને અંબાજીનુ સ્થાનક આવેલુ છે. સામાન્ય રીતે દરેક પૂનમે અહિ મેળા જેવુ જ વાતાવરણ હોય છે. પણ, કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો માસની પૂનમે મોટા મેળા ભરાય છે. તેમા પણ ભાદરવી પૂનમનો સૌથી મોટો. આ મેળો તેરસ, ચૌદશ અને પુનમ એમ ત્રણ દિવસ ચાલે છે.
મા અંબાએ શક્તિરુપ ધારણ કરી મહિશાસુર રાક્શસ સાથે નવ દિવસ અને નવ રાત્રિના યુદ્ધ બાદ વધ કર્યો હતો. ત્યારબાદ તે ગબ્બરના ગોખને જ પોતાનુ સ્થાનક બનાવી સ્થાપિત થયા.
8. ચૈત્રી પૂનમનો મેળો
ચૈત્રી પૂનમે ચુંવાળ પંથક બહુચરાજીમા માતાજીનો મેળો ભરાય છે. આ દિવસે મા બહુચરના ચાર પ્રાગટ્ય સ્વરૂપે મેળાની ઉજવણી થાય છે. માતાજીને ચૈત્રી પૂનમની રાત્રે ગાર્ડ ઓફ ઓનર આપવામા આવે છે. શ્રી બહુચર માતાજીના ચોથા પ્રાગટ્ય મુજબ ચૈત્ર સુદ પૂનમના દિવસે કાલરી ગામના રાજા વજેસિંહ સોલંકીના કુંવરી તેજલબાએ વરખડી પાસેના જળાશયમા સ્નાન કરતા તેઓ સ્ત્રીમાથી પુરુષ થયા. આમ તેજલબાને તેજપાલસિંહ બનાવી માતાજીએ પોતાના તેજ સ્વરૂપના દર્શન દીધા. તેની યાદમા આજે પણ દર વરસે ચૈત્રી પૂનમના દિવસે બહુચરાજી મુકામે લાખોની સંખ્યામા ભાવિક ભક્તોનો મોટો લોકમેળો ભરાય છે.
9. શામળાજીનો મેળો
ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા પાસે મેશ્વો અને પીંગળા નદીના ઉદ્ગમ સ્થાન પાસે આશરે 1500 વર્ષ પહેલાના અવશેષો ધરાવતી એક ભવ્ય નગરી તેર્થભૂમી શામળાજી દર્શનીય સ્થળ છે, જ્યા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી શામળાજીનો મેળો ભરાય છે.
10. મીરા દાતારનો મેળો
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા નજીક દિલ્હી બોમ્બે હાઈવે પર આવેલા ઉનાવમા આવેલી હજરત સૈયદઅલી મીરા દાતાર બાપુની દરગાહ ભાવિકોમા અનેરી આસ્થાનુ પ્રતિક બનેલી છે. આ મેળામા મુસ્લિમોની સાથે હિંદુઓ પણ મોટી સંખ્યામા ભાગ લે છે.
ગુજરાતના અન્ય ખુબ જાણીતા મેળાઓ:
- ચિત્ર વિચિત્રનો મેળો
- કાત્યોકનો મેળો
- વરાણાનો મેળો
- પલ્લીનો મેળો
- કાળીયા ઠાકોરનો મેળો
- વૌઠાનો મેળો
- ભરુચના મેળાઓ
- ક્વાંટનો મેળો
- ગાય-ગૌહરીનો મેળો
- ચુલનો મેળો
- ગોળ ગધેડાનો મેળો
- ડાંગ દરબારનો મેળો
જો તમે પણ આવા મેળાઓ વિશેની દિલચસ્પ વાર્તાઓ જાણતા હો તો અમને કમેંટ બોક્સમા જરુર જણાવો.