રખડપટ્ટી ફક્ત પગપાળા ચાલવું અને નવી નવી જગ્યાઓને જોવાનું જ નથી. પરંતુ રખડપટ્ટી નવી નવી ચીજોને જોવાનું અને અનુભવ કરવાનું પણ છે. આવો જ એક શાનદાર અનુભવ છે સમુદ્રની વચ્ચે હોવું. દરિયો દરેકને પસંદ હોય છે અને દરેકને શાંત અને તેજ લહેરોવાળા સમુદ્રને જોવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છા પુરી કરે છે ક્રૂઝ. સમુદ્રના કિનારે ક્રુઝ શિપ થોડાક દિવસો માટે આપણું ઘર હોય છે. અહીં એ બધુ જ મળે છે જે આપણને ઘરે મળે છે. સારુ સારુ ખાવાનું, ઇન્ડોર ગેમ્સ, બાર અને આરામ કરવા માટે એક શાનદાર રુમ.
ક્રૂઝ અંગે સામાન્ય ધારણા એવી છે કે અહીં બધુ જ સારુ છે, મજા જ મજા હોય છે પરંતુ ક્રૂઝ અંગે કેટલીક એવી ચીજો હોય છે જે તમને કોઇ નહીં જણાવે. સાચે જ, તમારે ક્રૂઝ પર જતા પહેલા આ ચીજોને જરુર જાણી લેવી જોઇએ. કારણ કે જ્યારે તમે સમુદ્રની વચ્ચે હશો તો આ બધી મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. તેના માટે પહેલેથી તૈયારી કરવી પડે એટલા માટે ક્રૂઝ પર થતી આ ચીજો અંગે જરુર જાણી લો.
1- બીમાર
ક્રૂઝ પર રહેવામાં જે સૌથી મોટી મુશ્કેલી આવશે તે હશે તમારી તબિયત. જેમને સમુદ્રની વચ્ચે રહેવાની આદત નથી તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અહીં મોસમ ઘણું જ ઠંડુ હોય છે તો ક્યારેક ગરમ હોય છે. ક્યારેક હવા ચાલતી નથી તો ક્યારેક ભારે પવન હોય છે. આ બધા ફેરફાર તમને બીમાર કરી શકે છે. તમારુ પેટ ખરાબ થઇ શકે છે. શરદી, તાવ જેવી બીમારીઓ થઇ શકે છે. આના માટે પહેલેથી તૈયારી કરી લો. ક્રૂઝ પર જતી વખતે પોતાની સાથે ફર્સ્ટ એડ કિટ જરુર રાખો. જેમાં જરુરિયાતની બધી દવાઓ હોય. જેનાથી તમને વધુ પરેશાની નહીં થાય અને ક્રૂઝ પર હોવું આપને સારુ લાગવા લાગશે.
2- કંટાળો અને અકળામણ
ક્રૂઝ પર જતા પહેલા તમે ઘણાં ઉત્સાહિત હશો. ક્રૂઝ માટે તમે જે વિચાર્યું હશે તે કરવાનું વિચારીને જ ખુશી આવશે. જ્યારે તમે જશો તો થોડાક દિવસો સારી રીતે પસાર થશે. તમને અહીં મજા આવશે પરંતુ થોડાક દિવસો પછી એક એવો પોઇન્ટ આવશે કે આ બધી મજા સારી લાગવાની બંધ થઇ જશે. દરરોજ શિપ પર આંટો મારવો તમને પરેશાન કરવા લાગશે, તમે બોર થવા લાગશો. તમારુ મન કરશે કે ક્રૂઝની આ સફર જલદી સમાપ્ત થાય અને જુની ઝિંદગીમાં પાછા આવી શકાય. આ કંટાળો તમારી અંદર ગુસ્સો અને ચિડિયાપણું પણ લાવશે. એટલા માટે ક્રૂઝ પર જતા પહેલા આના માટે મેન્ટલી તૈયાર રહો.
3- સુવાનું જરુરી છે
ક્રૂઝ પર દરેક સમયે કંઇકને કંઇક થઇ જ રહ્યું હોય છે તમારુ પણ મન કરશે કે તમે પણ તે જુઓ. આના માટે તમારે તમારી ઊંઘ છોડવી પડશે જે ઘણાં લોકો છોડી પણ દે છે. જે તમને જલદી બીમાર કરી દેશે. એટલા માટે અહીં બધુ જ જોવું જરુરી નથી. પરંતુ ઉંઘ ખુબ જરુરી છે. જો તમે ઓછુ ઊંઘશો તો તમારી મુસાફરી માટે તે સારુ નહીં હોય. તમે ક્રૂઝ પર જાઓ છો રજાઓ ગાળવા એટલા માટે તમારે સારી ઊંઘ લેવી જોઇએ. તમે નીંદર માણ્યા પછી પણ ક્રૂઝ પર ઘણું બધુ કરી શકો છો. તમે ઉગતા સૂરજને જોઇ શકો છો, સારુ ખાવાનું ખાઇ શકો છો અને પાર્ટી પણ કરી શકો છો. ક્રૂઝ પર જાઓ તો ધ્યાન રાખો કે ઊંઘ પુરી થાય.
4- પાર્ટીની ભરપૂર મજા
આપણે વિચારીએ છીએ કે ક્રૂઝ પર જઇએ તો ખુબ પાર્ટી કરીએ. લોકો દારુ પીવે, નાચે, ગાય અને ક્યાંય પણ સુઇ શકે છે. જો તમે વિચારો છો કે ક્રૂઝની લાઇફ આટલી મજેદાર હોય છે તો તમે ખોટા છો. અહીં આવીને લોકો એટલી પાર્ટી નથી કરતા જેટલી તમે વિચારો છો. લોકો અહીં આવીને આરામથી કેટલાક દિવસ પસાર કરવા માંગે છે. અહીં તેમને ક્યાંય જવાની ઉતાવળ નથી હોતી કે કોઇ કામ કરવાની જલદી. એવું પણ નથી કે ક્રૂઝ પર પાર્ટી નથી થતી પરંતુ ફક્ત આ જ થાય છે એ વાત ખોટી છે. એટલે આવુ વિચારીને ક્રૂઝ પર ન જતા.
5- સલામત છે
ક્રૂઝ પર કોઇ અપરાધ નથી થતો, અહીં દરેક મજા કરે છે અને પોતાની લાઇફમાં પાછા ફરે છે. શું ખરેખર આ સાચું છે, નહીં. ક્રૂઝ પર ક્રાઇમ પણ થાય છે. અહીં છોકરીઓની સાથે છેડતીની ઘટનાઓ પણ બને છે. ડ્રગ્સ પણ લેવાય છે અને પકડાઇ પણ જવાય છે. એનો અર્થ એ નહીં કે અહીં ગુનાઓ ઘણાં થાય છે. જો તમે ધ્યાન આપો તો આવુ કંઇ પણ નથી. અહીં સલામતી છે પરંતુ બચાવ પણ જરુરી છે. જેવી રીતે આપણી આસપાસ અપરાધ થાય છે તેવા ક્રૂઝ પર પણ થાય છે.
6- એકલતા
ક્રૂઝ પર હજારો લોકોથી ઘેરાયેલા હશો. શરુઆતમાં તમને અજાણ્યા લોકોને મળવાનું, વાત કરવાનું સારુ લાગશે પરંતુ કેટલાક દિવસો પછી તમે પોતાને એકલા અનુભવશો. જ્યારે તમારી સાથે કોઇ વાત કરવાનું નહીં હોય ત્યારે તમને ક્રૂઝ ખાવા દોડશે. તમારી સાથે કંઇપણ થાય તમે તેને કોઇની સાથે શેર કરવા માંગો છો. કોઇ નજીકના સાથે વાત કરવા માંગશો, હસવાનું મન કરશે પરંતુ હજારો લોકો વચ્ચે પોતાને એકલા અનુભવશો. તે સમયે તમને ક્રૂઝની લાઇફ સારી નહીં લાગે. ત્યારે તમારે આ જ લોકોમાથી કેટલાકને દોસ્ત બનાવી લેવા જોઇએ જે તમારી ક્રૂઝની આ રોમાંચક સફરને ખાસ બનાવી શકે.