કોરોના વેક્સીન કોવિશીલ્ડની માન્યતાને લઇને ભારતની જવાબી કાર્યવાહી પછી બ્રિટને ઝુકવું પડ્યું છે. ભારતમાં UKના રાજદૂત એલેક્સ એલિસે કહ્યું કે ભારતમાં કોવિશીલ્ડના બન્ને ડોઝ લઇ ચુકેલા કોઇપણ ભારતીય યાત્રીને ક્વોરન્ટાઇન નહીં થવું પડે.
આ નિયમ 11 ઓક્ટોબરથી લાગુ થશે. કોવિશીલ્ડ કે બ્રિટનમાં માન્યતા પ્રાપ્ત વેક્સીનના બધા ડોઝ લઇ ચુકેલા ભારતીય યાત્રીઓએ યુકેમાં વેક્સીન સર્ટિફિકેટ બતાવવું પડશે.
UK એ નહોતી આપી કોવિશીલ્ડને માન્યતા
UKએ ડબલ્યૂએચઓ દ્ધારા માન્યતા પ્રાપ્ત ભારતની કોવિશીલ્ડને હજુસુધી માન્યતા નથી આપી જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ તેમજ અન્ય ભારતીયોએ બ્રિટન પહોંચવા પર 10 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડતું હતું. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં ભારતમાં આવનારા બ્રિટિશ નાગરિકો માટે 10 દિવસનો ક્વોરન્ટાઇન ફરજીયાત કરી દીધો હતો.
UKએ કેટલાક દેશોને રેડ લિસ્ટમાં સામેલ કર્યા હતા જે હેઠળ તે દેશોમાંથી આવનારા યાત્રીઓએ બ્રિટન પહોંચ્યા પછી 10 દિવસ હોટલમાં ક્વોરન્ટાઇન થવું જરુરી છે અને આ સમય સમાપ્ત થયાના બે દિવસ પહેલા કોરોનાની તપાસ પણ કરાવવાની હોય છે. જે લોકોએ કોરોના વેક્સીનના બન્ને ડોઝ લીધા છે તેમના માટે આ નિયમ લાગૂ છે.
ભારતને હાલના સમયમાં એંબર લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. જેનો અર્થ એ કે અહીંથી જનારા યાત્રીઓએ યાત્રાના ત્રણ દિવસ પહેલા કોવિડ 19ની તપાસ કરાવવી પડશે. બ્રિટન પહોંચીને બીજા દિવસે યાત્રીઓએ ફરીથી કોરોના તપાસ કરાવવી જરુરી છે. યાત્રાની પહેલા થતી તપાસ વેક્સીનના બન્ને ડોઝ લઇ ચુકેલા લોકો માટે પણ જરુરી છે.
કોરોના મહામારીને લઇને UK દ્ધારા ભારતીયો પર લગાવેલી પાબંદીના જવાબમાં 1 ઓક્ટોબરે બ્રિટિશ નાગરિકોની સામે ભારતમાં પણ 10 દિવસ અનિવાર્ય ક્વોરન્ટાઇનનો નિયમ લાગુ કરી દીધા હતા. કોરોના ટેસ્ટની શરત પણ રાખવામાં આવી હતી.
UK સરકારે કહ્યું છે કે જો કોઇ વ્યક્તિને આફ્રિકા કે દક્ષિણ અમેરિકા, કે સંયુક્ત આરબ અમિરાત, ભારત, તુર્કી, જોર્ડન, થાઇલેન્ડ, રશિયા સહિત દેશોમાં વેક્સીન લગાવેલી છે તો તેમને વેક્સીનેટ નહીં માનવામાં આવે અને તેમને ક્વોરન્ટાઇન નિયમોનું પાલન કરવું પડશે.
UK એ બનાવ્યા ભેદભાવપૂર્ણ નિયમ
ભલે વેક્સીન લાગેલી હોય પરંતુ ભારતીયોએ યાત્રાથી પહેલા ત્રણ દિવસની અંદર એક પ્રી ડિપાર્ચર Covid-19 ટેસ્ટમાંથી પસાર થવું પડશે, UKમાં આવ્યા પછી બીજા દિવસે અને આંઠમા દિવસે Covid-19 ટેસ્ટિંગ માટે બુક અને પેમેન્ટ કરવું પડશે, અને ઘરમાં એ સ્થાન પર ક્વોરન્ટાઇન રહેવું પડશે, જ્યાં તેઓ 10 દિવસ માટે રહે છે. તેમણે યુકે પહોંચતા પહેલા 48 કલાકમાં કોઇપણ સમયે પોતાનું પેસેન્જર લોકેટર ફોર્મ ભરવું પડશે.