હોર્નબિલ ફેસ્ટિવલ: નાગાલેન્ડની આદિવાસી પ્રજાતિનો અનોખો ઉત્સવ

Tripoto
Photo of હોર્નબિલ ફેસ્ટિવલ: નાગાલેન્ડની આદિવાસી પ્રજાતિનો અનોખો ઉત્સવ 1/2 by Romance_with_India
Credit : Wikipedia

“જેવો દેશ તેવો વેશ” એ કહેવત તો તમે સામ્ભળી જ હશે. પણ આપણે જાણીયે છીએ કે તેવો માત્ર વેશ જ નહિ તેવા તહેવારો પણ હોય છે. જે જેવી સંસ્કૃતિમા રહે તેવી ઊજવણી કરે. હવે નાગાલેન્ડની જ વાત કરીયે તો તેઓ મોટાભાગે કૃષિ પર આધારિત પ્રજા છે એટલે તેમના તહેવારો પણ તેની જ આસપાસ વણાયેલા છે. તો નાગાલેન્ડના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવા નાગાલેન્ડ સરકાર દર વર્ષે 1 થી 10 ડિસેમ્બર હોર્નબિલ ફેસ્ટિવલ ઊજવે છે. જે પહેલી વખત 2000 મા યોજાયો હતો. આ ફેસ્ટિવલનુ નામ હોર્નબિલ પક્ષી પરથી રાખવામા આવ્યુ છે, જે આદિવાસી સંસ્કૃતિમા ખુબ પ્રખ્યાત છે.

કોરોના પેંડેમિકના કારણે હોર્નબિલ ફેસ્ટિવલ એક વર્ષ પછી યોજાઈ રહ્યો છે, જે બુધવારે શરૂ થયો હતો. પહેલા જ દિવસે, કિસામા ખાતે 12000 થી વધુ લોકો ભેગા થયા હતા. રાજ્યપાલ જગદીશ મુખીએ નાગાઓના પરંપરાગત ગોંગ સાથે ઉત્સવની શરૂઆત કરી હતી. હોર્નબિલ ફેસ્ટિવલ આદિવાસીઓ માટે તેમની સંસ્કૃતિ દર્શાવવા માટે એક યોગ્ય પ્લેટફોર્મ છે. તે ટુરિઝમ અને સંલગ્ન આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે.

Photo of હોર્નબિલ ફેસ્ટિવલ: નાગાલેન્ડની આદિવાસી પ્રજાતિનો અનોખો ઉત્સવ 2/2 by Romance_with_India

આ પ્રસંગે, મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ જણાવ્યું હતું કે, "તે સૌથી મોટા સ્વદેશી તહેવારોમાંનો એક છે જેમાં આપણી સંસ્કૃતિની વિશિષ્ટતા અને વિવિધતા તેની ભવ્યતામાં પ્રદર્શિત થાય છે.” જે નાગાલેન્ડમાં ટુરિઝમ વધારવામાં મદદ કરે છે. આ ફેસ્ટિવલમા ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, યુનાઇટેડ સ્ટેટ્સના કોન્સ્યુલ જનરલ મેલિન્ડા પાવેક અને તેમના જર્મન સમકક્ષ મેનફ્રેડ ઓબેર પણ હાજર હતા.

હોર્નબિલ ફેસ્ટિવલ કોહિમાથી લગભગ ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગા હેરિટેજ વિલેજ, કિસામા ખાતે યોજવામાં આવે છે. તમારે નાગાલેન્ડની સંસ્કૃતિ, લોકલ ફુડ, પરંપરા, રિવાજો, નૃત્ય વગેરેથી પરિચિત થાવુ હોય તો ચોક્કસપણે અહિં જવુ જ જોઈયે.

દસ દિવસ ચાલતા આ ફેસ્ટિવલમાં હેંડિક્રફ્ટ, ફૂડ, સ્પોર્ટ્સ એમ ઘણુ બધુ છે હો. પરંપરાગત કલાઓ જેવી કે ચિત્રકામ, કાષ્ઠકલા (લાકડાની કોતરણી) અને શિલ્પકૃતિઓના એક્ઝિબિશન પણ હોય છે. અને હા તેની આજુબાજુના વિસ્તારોમા કેમ્પ સાઈટની પણ વ્યવસ્થા છે.

તેના મુખ્ય કાર્યક્રમોમાં હોર્નબિલ મ્યુઝિક ફેસ્ટિવલ, નાગાલેન્ડ લિટરેચર ફેસ્ટિવલ અને નાગાલેન્ડ ફિલ્મ ફેસ્ટિવલ, માઉન્ટેન બાઈકિંગ રેસ અને હોર્નબિલ બામ્બૂ ફેસ્ટિવલનો સમાવેશ થશે.

બીજા કાર્યક્રમોમા એડવેંચર ટુરિઝમ, નાગા સ્ટાઈલ વ્રેસ્ટલિંગ, અને ક્રોસ કંટ્રી રેસ પણ છે. 

વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે ને ? તો રાહ શેની જુઓ છો ? ઓહ યેસ, કોવિડ પ્રોટોકોલ્સનુ પાલન કરવુ પડશે હો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads