હા તો આજ મારો પહેલો દિવસ છે ઉદયપુરમાં. હા, મારી સોલો ટ્રીપનો જ તો. સાચુ કહુ ? મને બિલકુલ ડર નથી લાગ્યો એકલા આવવામા. 12 વાગ્યાની આવી છુ, ડોરમેટ્રી હજુ મને સોંપાઈ નથી, એટલે અહિં શેલોમ બેકપેકર્સ હોસ્ટેલ કે જ્યા હું રોકાઈ હતી તેના જ કાફેમા વેઈટ કરી રહી છુ. અને મને એમા પણ મજા આવે છે. કેમ કે હોસ્ટેલનો સ્ટાફ ખુબ સારો છે અને અનેકાર્ચિત ભાઈ તો મારી જેમ વાતુડીયા પણ છે.
આજ તો બસ કાંઈ ખાસ નથી કર્યુ, અહિની લોકલ માર્કેટમા ફરી. ગણગૌર ઘાટની પાછળ જ હોસ્ટેલ છે, એટલે અહિંથી બાગોરે ની હવેલી, સિટી પેલેસ, બધા જ ઘાટ વોકિંગ ડિસ્ટન્સ પર છે અને હોસ્ટેલથી વ્યુ પણ સારો આવે છે લેક પિછોલાનો.
ઓકે ધેન. તો આજ છે બીજો દિવસ. હું ફરી છુ સિટી પેલેસ અને બાગોરેની હવેલી. તમને હિસ્ટ્રી અને કલ્ચરમા ઈંટ્રેસ્ટ છે તો હા, મસ્ત જગ્યા છે. બેટર છે જો તમે જોડે ગાઈડ લઈને જાવ. સિટી પેલેસમા જવાની ટિકીટ વ્યક્તિ દીઠ 300 રુપિયા છે અને સ્ટુડન્ટ્સને ડિસ્કાઉંટ પણ છે. બાકી ગાઈડ કરો તો એમને ફી પણ 300 રુપિયા છે. રાત્રે લાઈટ શો પણ થાય છે. તમે ત્યાંથી જ બોટમા પણ જઈ શકો છો. બાગોરેની હવેલી માટે એંટ્રી ટિકીટ 55 રુપિયા માત્ર છે અને ગાઈડની ફી 100 રુપિયા. ત્યાં સાંજે 7 વાગ્યાથી ફોક ડાંસનો કાર્યક્રમ શરુ થાય છે. 6:30 આજુબાજુ ટિકીટ વહેંચાવાનુ શરુ થાય અને તરત વહેંચાઈ પણ જાય છે એટલે વહેલા તે પહેલાના ધોરણે લઈ જ લેજો ટિકીટ.
બપોર સુધીમા તમે આરામથી ફ્રી થઈ જશો આ બન્ને જગ્યાએથી. તો મે આરામ કર્યો અને 4 વાગે વળી પાછી નીકળી પડી. રેંટ પર સ્કુટી લીધી અને મારા ભાગ એટલા સારા હતા કે મને વધુ મહેનત ન પડી ફરવામા કારણ કે જેની પાસેથી રેંટ પર સ્કુટી લીધી તે મિત્ર બની ગયો અને મને ઘણુ બધુ ફરાવ્યુ એણે.
તો અમે ગયા ફતેહસાગાર, ત્યાં સાંઈની કોલ્ડ કૉફી ખુબ વખણાય છે. ધેન ગયા સહેલી કી બાડી, જ્યાંની ફી છે 20 રુપિયા માત્ર અને ત્યારબાદ શિલ્પગ્રામ. શિલ્પગ્રામમા એક આર્ટીફિશિયલ વિલેજ ઊભુ કરેલુ છે, જ્યાં અત્યારે તો ખાસ કાંઈ રોનક હતી નહિ. હા પણ 2૦ ડિસેમ્બરથી ત્યા મેળો શરુ થવાનો છે તો ફોક ડાંસ, ફોક મ્યુઝિક, હેંડીક્રાફ્ટ્સ એવુ ઘણુ બધુ હશે.
એકલા હોવાનો મારા મતે એક સહુથી મોટો ફાયદો એ હોય છે કે ત્યાં તમને કોઈ હેરાન નથી કરતુ કે લે ને જરા ફોટો ક્લિક કરી આપને. અને આ જ સહુથી મોટો ગેરફાયદો પણ છે કે તમારા ફોટા પાડવા વાળુ પણ કોઈ નથી હોતુ.
હોસ્ટેલના વાઈબ્સ ખરેખર ખુબ સારા છે. અમે લેટ નાઈટ સુધી ગીતો ગાઈયે છીએ, વાતો કરિયે છીએ, સાવ અજાણ્યા જ હોઈયે તો પણ બર્થ ડે સેલિબ્રેટ એમ કરિયે કે ઘરની યાદ જ ન આવે.
ઓકે પોઈંટ પર આવુ. આઈ મીન ત્રીજા દિવસ પર.
તો આજ મે સ્કૂટી હાયર કરી છે અને અમે ગયા છીએ બાડી લેક. બાહુબલી હિલ્સ જવાનુ મારા નસિબમા ન હતુ. કોઈ કારણોસર એ બંધ હતુ. તો સાંજે ગયા દુધ તલાઈ, કરણી માતા મંદિર અને પ્રતાપ પાર્ક. મને અત્યાર સુધીનો ઉદયપુરનો બેસ્ટ વ્યુ કરણી માતાના મંદિરેથી લાગ્યો છે. ઊફ્ફ.. ખરેખર જાદુ છે આ શહેરમા, અહિંના લોકો પણ એટલા જ મસ્ત છે. તમને ખબર છે, મારી તો ઘણા બધા શોપકિપર્સ જોડે પણ દોસ્તી થઈ ગઈ. અને હોસ્ટેલ તો બીજુ ઘર જ બની ગયુ હતુ જાણે.
ઓહ્હ, હા. હું પાછી બીજી વાતો એ ચડી ગઈ. આજ મારો પ્લાન હતો એકલિંગી મંદિરે જવાનો અને ત્યાં એક સાસુ વહુનુ મંદિર છે ત્યા જવાનો. પણ મારે ઘરેથી એક ઈમરજંસી આવી હોવાથી નીકળી રહી છુ. ચેક આઉટ તો હજુ કાલનુ છે. અને મન પણ નથી અહિંથી જવાનુ. પણ જાવુ પડશે જો ને.
અરે હા, હું તમને ફુડ અને અકોમોડેશન વિશે તો કહેતા જ ભુલી ગઈ. હા તો જો ફૂડની વાત કરિયે તો આટલી વસ્તુ તો ટ્રાય કરજો જ કરજો.
- એક તો ગુલાબબાગના પરાઠા. પ્લિઝ સવારે થોડુ વહેલા ઊઠી ત્યા પરાઠા ખાવા જજો જ. ખુબ સ્વાદિષ્ઠ હોય છે.
- ફતેહસાગર લેક પર સાંઈની કોલ્ડ કૉફી.
- સહેલિયો કી બાડીની બહારની લેમન ટી.
અને રહી વાત અકોમોડેશનની તો ઉદયપુરમા જેવા જોઈયે તેવા સ્ટે અવેલેબલ છે. લક્ઝરી બજેટથી લઈને બજેટ સ્ટે સુધીના બધા જ. પણ જો તમે પણ મારી જેમ સોલો કે ફ્રેંડ્સ સાથે ટ્રાવેલ કરી રહ્યા છો તો હુ જરુરથી કહિશ કે હોસ્ટેલ કે ઝોસ્ટેલમા રહો.
હોસ્ટેલ રેકમન્ડેશન
- શેલોમ બેકપેકર્સ
- ગો સ્ટોપ
- ઝોસ્ટેલ