સપ્ટેમ્બર 2019 માં અમે શિમલા જવાનું નક્કી કર્યું. હવે વિચારવાનું એ હતું કે કેવી રીતે જવું. અને આખરે નક્કી કર્યું કે જવું તો ટોય ટ્રેન થી જ જવું. તો આખરે શિવાલિક ડીલક્ષ એક્સપ્રેસ થી જવાનું નક્કી કર્યું.
ટ્રેન જે તારીખ ની હતી એની આગલી રાતે અમે કાલકા પહોંચ્યા. અને રેલ્વે સ્ટેશન ની નજીક હોટેલ માં રોકાયા.આગલા દિવસે એક નવો અનુભવ અમારી રાહ જોતો હતો.
સવારે 5:45 વાગે આમારી ટ્રેન યાત્રા શરૂ થઈ. અને શરૂ થયો જીવન ભર યાદ રહેવા વાળો અનુભવ.ટ્રેન યાત્રા તો અમે ઘણી કરી હતી પણ આ એકદમ અલગ ટ્રેન યાત્રા હતી. કાલકા થી ટ્રેન જેવી શરૂ થઈ એમ ઊંચાઈ પર ચઢવાનું શરૂ થઈ ગયું. અને એક પછી એક બ્રિજ અને ટનલ આવતા ગયા. શરૂવાત માં તો હું એ ગણતો હતો. પણ પછી હિમાલય ના સુંદર દ્રશ્યો જોવામાં ગણવાનું ક્યારે ભુલાઈ ગયું ખબર જ ના પડી.પણ તમારી જાણ માટે આ રૂટ પર 107 ટનલ અને 850 બ્રિજ આવે છે. અમારી આ યાત્રા માં 1 પછી 1 સ્ટેશન આવતા ગયા. શિવાલિક ડીલક્ષ એક પણ સ્ટેશન પર યાત્રી ને લેવા રુક્તી નથી. ફક્ત બરોગ સ્ટેશન પર સવારનો નાસ્તો લેવા માટે રૂકે છે. અમે પહોંચ્યા બરોગ સ્ટેશન. આટલું સુંદર સ્ટેશન મે પહેલા ક્યારેય જોયું ન હતું. અને ત્યાં અમને જાણ થઈ કે અમારી ટ્રેન ના એન્જિન માં કઈક ખરાબી છે. એટલે હવે શિમલા થી બીજું એન્જિન આવશે. 2 કલાક જેવી ટ્રેન આ સ્ટેશને જ રહેશે. અમે નિરાશ થયા વગર આ સમય નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. અમે ઘણા ફોટો લીધા. બારોગ સ્ટેશન ની નજીક બરોગ ટનલ છે જે આ રૂટ ની સૌથી લાંબી ટનલ છે એ જોઈ. સવાર ના આ આહલાદક વાતાવરણ માં 2 કલાક ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી અને બીજુ એન્જિન શિમલા થી આવી ગયું અને અમારી આગળ ની યાત્રા ચાલુ થઈ. અને અમે 1 વાગ્યા જેવા શિમલા પહોંચ્યા.
જો મિત્રો તમારા માંથી કોઈનો પણ શિમલા જવાનો પ્લાન હોય તો ટોય ટ્રેન થી સારો રસ્તો કોઈ નથી.. આ યાત્રા નો જીવન માં એકવાર અનુભવ કરવા જેવો છે. જે તમને પણ મારી જેમ જિંદગીભર યાદ રહેશે.