આઝાદી પહેલા બોમ્બે સ્ટેટ તરીકે જાણીતું વિશાળ બોમ્બે રાજ્ય 1 મે 1960ના રોજ અહીંના લોકો દ્વારા બોલાતી ભાષાના આધારે બે ભાગમાં વહેચાયું: ગુજરાતી બોલતા લોકોનું રાજ્ય બન્યું ગુજરાત અને મરાઠી બોલતા લોકોનો પ્રદેશ મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખાયો. એ દ્રષ્ટિએ મહારાષ્ટ્ર એ ગુજરાતનો જોડિયો ભાઈ જ થાય ને!
![Photo of Maharashtra, India by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626094787_1_zhynzubsu6vwmyggwp2sga.jpeg.webp)
તો ચાલો, આજે શિવાજી અને સાવરકરની ભૂમિની અનોખી ખાસિયતો જાણીએ.
1. મુંબઈ
તમને એવા હજારો ગુજરાતીઓ મળશે જેમને એ અફસોસ હશે કે 1960 માં બે રાજ્યો બનાવવામાં આવ્યા ત્યારે મુંબઈ ગુજરાતનો ભાગ બન્યું હોત તો કેટલું સારું હોત!! મુંબઈ એ માત્ર મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની જ નથી, આખા દેશની આર્થિક રાજધાની પણ છે. મહારાષ્ટ્રની આન, બાન અને શાન એટલે મુંબઈ. લાખો, કરોડો લોકોની રોજીરોટી એટલે મુંબઈ. જ્યાં ભારતનો સૌથી ધનિક અને સૌથી ગરીબ માણસ રહેતો હોય એ શહેર એટલે મુંબઈ. કરોડો લોકોનાં સપનાનું શહેર એટલે મુંબઈ!
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626095098_gateway_monument_india_entrance_mumbai_harbour_coast.jpg.webp)
આખરે અ સિટી ધેટ નેવર સ્લીપ્સ- એક શહેર જે ક્યારેય સૂતું નથી એવી માયનગરી મુંબઈ કોને ન આકર્ષે??
2. જય ભવાની, જય શિવાજી
ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેને મહારાજા છત્રપતિ શિવાજી પર ગૌરવ ન હોય! મહારાષ્ટ્રના લોકો શિવાજી, બાજીરાવ પેશ્વા વગેરે જેવા મરાઠી રાજાઓ પર ભરપૂર ગર્વ કરી શકે તેમ છે. ભારતે અંગ્રેજો સામે સ્વતંત્રતા સંગ્રામ કર્યો તેની અમુક સદી પહેલા આ રાજાઓએ ભારતની ભૂમિ બચાવી રાખવા ખૂબ કુનેહપૂર્વક મુઘલોનો સામનો કર્યો હતો.
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626095037_2f9f28f0b08ef10accc07d08ab544765.jpg.webp)
3. રોડટ્રીપ્સ
મહારાષ્ટ્ર એ દરિયાકિનારે વસેલું રાજ્ય છે. અહીંના કોસ્ટલ વિસ્તારોમાં આવેલા ઓછા જાણીતા બીચ પર આસપાસના ઘણા લોકો રોડટ્રીપ પર જવાનું પસંદ કરે છે. ઉપરાંત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ નાની-મોટી જગ્યાએ ખૂબ સુંદર પર્યટન સ્થળો આવેલા છે. મુંબઈ પૂણે એક્સપ્રેસ હાઇવે હોય, ત્ર્યંબકેશ્વર, શિરડી જેવા તીર્થસ્થાનો કે પછી નાસિક, કોલ્હાપુર, નાગપુર, મહાબળેશ્વર, લોનવલા જેવા સ્થળો- મહારાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએથી રોડટ્રીપ પર જવા પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ છે.
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626094969_fd32f338_6088_48cb_9fbf_5aa748c381d5.jpg.webp)
4. ગણેશોત્સવ
મહારાષ્ટ્રને તેના અસલ રંગરૂપમાં જોવું હોય તો તેના માટે શ્રેષ્ઠ સમય છે ગણપતિ મહોત્સવ/ ગણેશોત્સવ. અપાર જનમેદની વચ્ચે લોકોની આસ્થા કઈક અનોખી નીખરી ઉઠે છે. પરંપરાગત મરાઠી પોશાકમાં જ્યારે મરાઠી માણુસ વિઘ્નહર્તાની અર્ચના કરે છે એ એક જોવા જેવું દ્રશ્ય હોય છે.
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626094906_ganesh_chaturthi_1594485058.jpg.webp)
5. સ્ટ્રીટ ફૂડનું હોમટાઉન
આમ તો સ્ટ્રીટ ફૂડની શરૂઆત ક્યાં અને કેવી રીતે થઈ હતી તેની કોઈ ચોક્કસ માહિતી નથી, પણ મહારાષ્ટ્રમાં આ કેટેગરીમાં મૂકી શકાય તેવી અનેકવિધ વાનગીઓ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચટપટી વાનગીઓ ખાવા-પીવાના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગ-સમાન છે. મહારાષ્ટ્રમાં પાવ ભાજી, બંબૈયા ભેળ, મિસળ પાંવ, સાબુદાણા વડા, ભાખરવડી, કોથમબીર વડી વગેરે ખાસ માણવા જેવી વાનગીઓ છે. વડાપાવનું વતન પણ મહારાષ્ટ્ર જ ને!
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626094890_misal_pav_instant_pot_1.jpg.webp)
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626094890_maxresdefault_2.jpg.webp)
6. ગુફાઓ
મહારાષ્ટ્રના ફરવાના સ્થળોની વાત થાય તો અજંતા ઇલોરાની ગુફાઓ સૌ પ્રથમ યાદ આવે. આ બંને ગુફાઓ તો પર્યટન યાદીમાં અચૂક મૂકવા જેવી છે જ, પણ આ ઉપરાંત પણ મહારાષ્ટ્રમાં ડઝનબંધ અદભૂત પ્રાચીન ગુફાઓ આવેલી છે જેમાં એલિફન્ટા ગુફાઓ, કાનહેરી (બુદ્ધિસ્ટ) ગુફાઓ, ઓરંગાબાદ ગુફાઓ, ભાજા ગુફાઓ, મંડપેશ્વર ગુફાઓ વગેરેનો સમાવેશ થાય છે.
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626094873_ajanta_1.jpg.webp)
7. સિનેમા
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. અને મુંબઈ આ ઇન્ડસ્ટ્રીનું ઘર છે.
આ વાત નવી નથી. આજે બોલિવૂડ ભલે ગમે તેવી ઇન્ડસ્ટ્રી હોય, પણ શું તમે જાણો છો કે ભારતમાં ફિલ્મોની શરૂઆત કરનાર મહારાષ્ટ્રના જ એક સજ્જન શ્રી દાદાસાહેબ ફાળકે હતા? મુંબઈમાં તેમના નામની ફિલ્મસિટી અને નાશિકમાં દાદાસાહેબ ફાળકેના જીવન તેમજ તેમની કારકિર્દી વિષે વિસ્તૃત માહિતી આપતું એક સુંદર મ્યુઝિયમ પણ આવેલું છે.
![Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1626094859_dadasaheb_phalke_memorial_nashik_museums_3oya50k.jpg.webp)
મહારાષ્ટ્રની તમારી સૌથી મનગમતી વસ્તુ શું છે? અમને કમેન્ટ્સમાં જણાવો.
Tripoto પર મહારાષ્ટ્ર વિષે વધુ વાંચો.
.