પર્યટન અને ધાર્મિક સ્થળો સાથે ગુજરાતને ખોલવાની પ્રક્રિયા શરૂ

Tripoto
Photo of પર્યટન અને ધાર્મિક સ્થળો સાથે ગુજરાતને ખોલવાની પ્રક્રિયા શરૂ 1/5 by UMANG PUROHIT

રાજ્યમાં કોરોના રોગચાળાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉનમાં ધીમેધીમે રાહત આપવામાં આવી રહીં છે. રાજ્ય સરકારના નિયમો અનુસાર કેટલાર ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળોને કેટલીક શરતોને આધારે 11 જૂનથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. સરકારે માર્કેટ, હોટલ અને રેસ્ટોરેન્ટને ખોલવાની મંજુરી આપી દીધી છે.

Photo of પર્યટન અને ધાર્મિક સ્થળો સાથે ગુજરાતને ખોલવાની પ્રક્રિયા શરૂ 2/5 by UMANG PUROHIT

આ સમય દરમિયાન સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રહશે. જો આ બાબતે ધાર્યા મુજબના પરિણામ મળશે તો 26 જૂનથી વધારે છૂટછાટ આપવામાં આવશે. સરકાર દ્વારા એ બાબતનું સૂચન પણ કરવામાં આવ્યું છે કે ભલે થોડી છૂટછાટ આપવામાં આવી છે પરંતુ દરેક લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહશે. માસ્ક અને બે ગજનું અંતર દરેક લોકોએ પાલન કરવાનું રહશે.

Photo of પર્યટન અને ધાર્મિક સ્થળો સાથે ગુજરાતને ખોલવાની પ્રક્રિયા શરૂ 3/5 by UMANG PUROHIT

લોકડાઉનમાં જે રીતે છૂટછાટ આપવામાં આવી છે તે અનુસાર દરેક દુકાનો, શોપિંગ મોલ, સલૂન અને અન્ય વ્યાવસાયિક સંસ્થાન સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખોલી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ પણ સવારે 9થી સાંજે સાંત વાગ્યા સુધી ખોલી શકાશે, પરંતુ અહીં 50 ટકાની સંખ્યાનું પાલન કરવાનું રહશે.

Photo of પર્યટન અને ધાર્મિક સ્થળો સાથે ગુજરાતને ખોલવાની પ્રક્રિયા શરૂ 4/5 by UMANG PUROHIT

પાર્ક, જિમ અને લાઇબ્રેરી 50 ટકાની ક્ષમતા સાથે સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધી ખોલી શકાશે. સરકારે ધાર્મિક સ્થળોને ખોલવાની પણ પરવાનગી આપી દીધી છે પરંતુ આરતીના સમયે 50 લોકોથી વધારે લોકોથી વધારે લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. રાજનીતિક અને સામાજિક સમારોહમાં પણ 50 લોકોથી વધારેની સંખ્યાને પરવાનગી આપવામાં આવી નથી.

Photo of પર્યટન અને ધાર્મિક સ્થળો સાથે ગુજરાતને ખોલવાની પ્રક્રિયા શરૂ 5/5 by UMANG PUROHIT

તો હવે તમે ગુજરાતમાં આરામથી ફરી શકો છો. હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થવા જઇ રહી છે અને ચોમાસામાં દક્ષિણ ગુજરાત ફરવા માટે બેસ્ટ સાબિત થશે.

આ લેખ તમે કેવો લાગ્યો તેની માહિતી અમને કોમેન્ટ કરીને જણાવો

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads