Airbnb લાવ્યું છે "live anywhere on Airbnb" મતલબ કે Airbnb માં ક્યાંય પણ રહો નામનો પ્રોગ્રામ જેમાં તમે તમારું નસીબ અજમાવીને જીતી શકો છો વિશ્વમાં કોઈ પણ જગ્યાએ એક વર્ષ સુધી રહેવાની તક.
પ્રોગ્રામ વિષે
Airbnb વર્ક ફ્રોમ હોમમાં અને લિવ એનિવ્હેરમાંથી પ્રેરતી થઈને આ" live anywhere on Airbnb " પ્રોગ્રામ લાવ્યું છે જેમાં 12 લોકોને પસંદ કરવામાં આવશે જે લોકો વિશ્વમાં ક્યાંય પણ એક વર્ષ સુધી Airbnb ની લિસ્ટિંગ્સ પર રહી શકશે. આ 12 નસીબદાર લોકો પછી કંપની સાથે એમના અનુભવો શેર કરશે જેની મદદથી કંપની ભવિષ્યના નિર્ણયો લેશે.
આ 12 લોકો પોતાની સાથે અન્ય 3 સાથીને પણ લઇ જઈ શકે છે! વિચારો તમે તમારા પરિવાર અને સ્વજનો સાથે તમારી સપનાઓની જગ્યાએ મફત રહી શકો છો અને એ પણ એક વર્ષ! રહેવાનો અને આવાગમનનો બધો જ ખર્ચ Airbnb ઉઠાવશે.
શું કરવું?
જો તમે સિલેક્ટ થાવ તો તમારે Airbnb સાથે કંપનીના અમુક પાસાઓ શેર કરવાના રહેશે:
1 Airbnb પર લોન્ગ ટર્મ લિવિંગનો અનુભવ સુધારવા માટેના સૂચનો
2 સોલો ટ્રાવેલર અથવા ગ્રુપ માટે રહેવા માટેના પરફેક્ટ જગ્યાઓ અંગેના સૂચનો
3 તમારે તમારી પ્રોપર્ટીને જો Airbnb પર લિસ્ટ કરો તો એના નાણાકીય લાભ
કોણ એપ્લાય કરી શકે છે?
Airbnb દરેક પ્રકારના લોકો જેમકે પ્રવાસીઓ, નોકરિયાત માણસો, પરિવાર, એકલા રહેતા લોકોને શોધી રહ્યું છે. 18 વર્ષથી ઉપરની અને નીચેના દેશોની સ્થાયી કોઈ પણ વ્યક્તિ આ માટે એપ્લાય કરી શકે છે:
Argentina, Austria, Australia, Belgium, Canada (Province of Quebec સિવાય), Chile, China, Denmark, Dubai, France, Germany, Hong Kong, Ireland, India, Italy, Japan, Malaysia, Mexico, Netherlands, New Zealand, Norway, Portugal, Russia, Singapore, South Africa, South Korea, Spain, Sweden, Switzerland, Taiwan, Thailand, UK અને US
જુલાઈ 2021 થી લઈને જુલાઈ 2022 સુધી જો તમે એક પ્રકારનું નોમેડિક જીવન જીવવા તૈયાર હોવ તો આ માટે જરૂર એપ્લાય કરો.
કેવી રીતે એપ્લાય કરવું?
"live anywhere on Airbnb " માટે 30 જૂન, 2021 સુધી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. વધુ માહિતી માટે જુઓ...
જુલાઈ 2021 માં સિલેકશન પેનલ 12 લોકોને પસંદ કરી લેશે. અને આ 12 લોકો સપ્ટેમ્બર 2021 થી ટ્રાવેલિંગ કરી શકે છે.