સ્વચ્છ ભૂરો સમુદ્ર અને સફેદ રેતીવાળા બીચના સપનાઓ જોઈ જોઈને કંટાળી ગયા? ચિંતા ન કરો, તમારું આ સપનું હકીકત સાબિત થઈ શકે છે! જુલાઇ 2021થી એક આકર્ષક ઓફર સાથે ફુકેત વેક્સિન લઈ ચૂકેલા પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર છે!
કોવિડ-19 ને લીધે આશરે એક વર્ષ સુધી પોતાની બોર્ડર્સ બંધ રાખ્યા બાદ હવે ફુકેત ફરીથી પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા તૈયાર છે.
તમારા માટે શું છે ખાસ?
ધ ટુરિઝમ કાઉન્સિલ ઓફ થાઈલેન્ડ (TCT) દ્વારા ‘એક રાતનો એક ડોલર’ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જે રૂમનો સરેરાશ ભાવ 32$થી 96$ (2400 થી 7000 રૂ) જેટલો હોય તે 1$ જેટલા સસ્તા દરે મળશે! ખૂબ સારી ડીલ લાગે છે ને?
જો આ અભિયાનને સફળતા મળશે તો પટ્ટાયા, કોહ સમૂઈ, અને બેંગકોક જેવા સ્થળોએ પણ આ યોજના અમલમાં મૂકવાનું થાઈલેન્ડ ટુરિઝમનુ આયોજન છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, TAT ગવર્નરે કહ્યું હતું, “વેક્સિન લઈ લીધેલા પ્રવાસીઓ માટે કડક નીતિ-નિયમો સાથે વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પ્રવાસન ઉદ્યોગને ફરીથી શરુ કરવા માટે ફુકેત એ એક આદર્શ ડેસ્ટિનેશન છે.”
રિપોર્ટ છે કે, TCTના અધ્યક્ષ- ચામનાં શ્રીસાવટએ જણાવ્યું હતું કે, “છેલ્લા 15 મહિનાથી થાઈલેન્ડની ઇકોનોમીને જે માર પડ્યો છે તે બચાવવા માટે પ્રવાસન ઉદ્યોગ એકમાત્ર ઉપાય છે.” આશરે 10 લાખ જેટલા રૂમ 1$ના ભાવે ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે.
ઇન્ટરનેશનલ ટુરિસ્ટ્સને આવકારતા પહેલા ફુકેત ટાપુના 70% પણ વધુ લોકોનું વેકસીનેશન થઈ જશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. થાઈલેન્ડની અન્ય જગ્યાઓમાં ઓકટોબર સુધી quarantine નિયમ ચાલુ રહેશે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.