પરંપરા, ભવ્યતા અને પર્યાવરણ-પ્રેમનો દુર્લભ સંગમ: મધુભાન રિસોર્ટ, આણંદ 

Tripoto

આપણે સૌએ એક વાત સ્વીકારી લીધી છે કે જો ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવો હોય તો વૃક્ષોનું નિકંદન કરવું જ રહ્યું. મહદઅંશે આ વાત સાચી જ છે, પણ વિશ્વ પર્યાવરણ દિવસના માનમાં આજે આપણે ગુજરાતના સર્વ પ્રથમ લક્ઝુરિયસ ફાઇવ સ્ટાર રિસોર્ટની વાત કરવાની છે. પર્યાવરણ દિવસના દિવસે કોઈ અત્યાધુનિક રિસોર્ટની વાત શું કામ? કેમકે આ રિસોર્ટની રચનામાં પર્યાવરણને સહેજ પણ નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવી છે. 

ઘણું જ રસપ્રદ છે ને?

Photo of Anand, Gujarat, India by Jhelum Kaushal

ચાલો, થોડું વિગતે જાણીએ. 

પ્રસિદ્ધ અમૂલ કંપનીના અસ્તિત્વ છતાંય આણંદ શહેરમાં અથવા તેની આસપાસ કોઈ સારી કક્ષાની રહેવાની વ્યવસ્થા નહોતી. તેથી વલ્લભ વિદ્યાનગર, આણંદની એક કંપની EMTICI Engineeringના માલિક શ્રી પ્રયાસવિન પટેલે અહીં એક ઉચ્ચતમ કક્ષાનો રિસોર્ટ બનાવવાનું નક્કી કર્યું. તેમને તેમની કંપનીના કામે આવતા મહેમાનો માટે પણ કોઈ મોડર્ન-ઝગમગતો ઉતારો જોતો હતો. વર્ષોથી તેમનું આ દિશામાં કામ કરવાનું સપનું હતું પણ અમલમાં નહોતું મૂકી શકાયું. 

એક વાર જ્યારે પટેલ પરિવાર કેરળના પ્રવાસે ગયો ત્યારે ત્યાં બેકવોટર્સ વચ્ચે બનાવવામાં આવેલા કોઈ ભવ્ય રિસોર્ટમાં રોકાણ કર્યું. આ રિસોર્ટ તેમના મનમાં વસી ગયો અને કેરળના પ્રખ્યાત આર્કિટેક્ટ ટોની જોસેફને આ રિસોર્ટના નિર્માણની જવાબદારી સોંપી. 

Photo of Madhubhan Resort & Spa, Anand - Sojitra Road, Vithal Udyognagar, Vallabh Vidyanagar, Anand, Gujarat, India by Jhelum Kaushal
Photo of Madhubhan Resort & Spa, Anand - Sojitra Road, Vithal Udyognagar, Vallabh Vidyanagar, Anand, Gujarat, India by Jhelum Kaushal
Photo of Madhubhan Resort & Spa, Anand - Sojitra Road, Vithal Udyognagar, Vallabh Vidyanagar, Anand, Gujarat, India by Jhelum Kaushal

પરંપરા અને વૈભવનો પર્ફેક્ટ સંગમ થાય તે માટે અમદાવાદની પોળ, તેમજ કરમસદ ગામમાં મકાનોની વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવ્યો. જમીન પર હાજર વૃક્ષોની સંપૂર્ણ કાળજી સાથે, પર્યાવરણને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના એક અલ્ટ્રા-મોડર્ન રિસોર્ટ બનાવવામાં આવ્યો. સ્થાપકના માતા મધુબેન તેમજ પિતા ભાનુભાઇના નામને આધારે આ રિસોર્ટને નામ આપવામાં આવ્યું- મધુભાન રિસોર્ટ!

આજના સમયમાં જ્યારે કોઈ નાના-મોટા ગામના લોકોને પણ વિદેશી નામોની ઘેલછા હોય છે. તેવામાં મધુભાન રિસોર્ટમાં રૂમોની બધી જ અલગ-અલગ કેટેગરીઝને પરંપરાગત ગુજરાતી નામ આપવામાં આવ્યા છે:

ડિલક્સ રૂમ્સ 

માંડવડી ગોમ કોટેજિસ 

ઝમકુડી ગોમ કોટેજિસ

માંડવડી ગોમ ડિલક્સ કોટેજિસ

ઝાંઝરિયું- ધ ડિલક્સ સ્યુટ 

ઝૂલણિયા- ધ બ્રાઈડલ સ્યુટ 

મધુભાન- ધ પ્રેસિડેન્શિયલ સ્યુટ 

Photo of પરંપરા, ભવ્યતા અને પર્યાવરણ-પ્રેમનો દુર્લભ સંગમ: મધુભાન રિસોર્ટ, આણંદ by Jhelum Kaushal
Photo of પરંપરા, ભવ્યતા અને પર્યાવરણ-પ્રેમનો દુર્લભ સંગમ: મધુભાન રિસોર્ટ, આણંદ by Jhelum Kaushal
Photo of પરંપરા, ભવ્યતા અને પર્યાવરણ-પ્રેમનો દુર્લભ સંગમ: મધુભાન રિસોર્ટ, આણંદ by Jhelum Kaushal
Photo of પરંપરા, ભવ્યતા અને પર્યાવરણ-પ્રેમનો દુર્લભ સંગમ: મધુભાન રિસોર્ટ, આણંદ by Jhelum Kaushal

પર્યાવરણ ફ્રેન્ડલી વ્યવસ્થાઓ:

મધુભાન રિસોર્ટ બનાવવામાં આવ્યો ત્યારે રિસોર્ટની આસપાસ વૃક્ષો ઉગાડવાની વ્યવસ્થા કરવામાં નહોતી આવી. પરંતુ 1150 જેટલા વૃક્ષોની આસપાસ રિસોર્ટ બનાવવાનો એક પડકાર ઝીલવામાં આવ્યો હતો. વળી, વધારાના અમુક હજારો વૃક્ષો પણ અહીં રોપવામાં આવ્યા હતા. આમ, અત્યાધુનિક સવલતોની સાથોસાથ પર્યાવરણની કાળજી માટે પણ આ રિસોર્ટ ઘણી નામનાં ધરાવે છે. 

રિસોર્ટના કાર પાર્કિંગ ઉપર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે જે સ્ટાફના રૂમ્સ તેમજ કાફેટેરિયાને વીજળી, અને ગરમ પાણી પૂરું પાડે છે. ઉપરાંત, આખા કેમ્પસમાં છ પવનચક્કી પણ મુકવામાં આવી છે, તે પણ ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. 

અહીં સ્ટાફના ભોજનના વિસ્તારમાં એક પણ ડસ્ટબિન નથી રાખવામાં આવી, એટલે કે સ્ટાફ દ્વારા અન્નનો બગાડ શૂન્ય છે. મહેમાનો માટે બનતું ભોજન પણ જે  બચે તે આસપાસના ગામોમાં રહેતા ગરીબોને પહોંચાડી દેવામાં આવે છે. 

મહેમાનોએ પાણી પીધા બાદ અડધો ગ્લાસ ભરેલો બાકી રાખ્યો હોય તો તે પણ પર્યાવરણના અન્ય કામોમાં ઉપયોગમાં લેવાય છે. 

ટૂંકમાં, ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવો મધુભાન રિસોર્ટ પરંપરા, ભવ્યતા, તેમજ પર્યાવરણપ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. 

ફોટો તેમજ માહિતી ક્રેડિટ્સ: મધુભાન રિસોર્ટ વેબસાઇટ, BTDT બ્લૉગ્સ 

વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads