દુર્ગા પૂજાની અસલી મજા તો બીજે ક્યાંય નહીં ફક્ત બંગાળમાં જ છે

Tripoto

તાજેતરમાં UNESCO દ્વારા દુર્ગા પુજાને અમૃત વારસાની યાદીમાં સામેલ કરી છે.

Photo of દુર્ગા પૂજાની અસલી મજા તો બીજે ક્યાંય નહીં ફક્ત બંગાળમાં જ છે 1/2 by Paurav Joshi

દુર્ગા પૂજા જો કોઇ સંસ્કૃતિનો હિસ્સો બની ચુકી છે તો તે બંગાળ જ છે. એક દૂર્ગા પૂજા સમાપ્ત થાય ત્યાં બીજા વર્ષની દુર્ગા પૂજાની તૈયારીઓ બંગાળીઓ શરુ કરી દે છે એવું અમસ્તું જ નથી કહેવાતું. અહીં દૂર્ગા પૂજા આવવામાં કેટલા દિવસ બચ્યા છે તેની ઉલટી ગણતરી લોકો વર્ષ પહેલાથી શરુ કરી દે છે. જ્યારે પૂજાનો સમય હોય છે તો તમે અંદાજો લગાવી શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ હોય છે. લોકલ ભાષામાં કહીએ તો લોકો ત્રણ વાક્ય વર્ષ ભર બોલતા નજરે પડે છે. માં અંબે (દુર્ગા માં આવશે) માં આસ છે (દુર્ગામાં આવી રહી છે) માં આબાર આબસે (દુર્ગામાં ફરી આવશે)

Photo of દુર્ગા પૂજાની અસલી મજા તો બીજે ક્યાંય નહીં ફક્ત બંગાળમાં જ છે 2/2 by Paurav Joshi
ક્રેડિટઃ ફ્લિકર

હવે જ્યારે લોકો પણ આટલા ઉત્સાહિત હોય છે તો સ્વાભાવિક છે કે પૂજા ઘણી ખાસ હોય છે. ગ્રામાંચલોથી લઇને કોલકાતા શહેર રોશનીથી જગમગ થાય છે. લોકો આખી રાત રોડ પર આ પંડાલથી તે પંડાલ ફરતા સવાર કરી દે છે. આવો જાણીએ કે છેવટે પૂજા દરમિયાન શું ખાસ હોય છે જે માત્ર અને માત્ર બંગાળમાં જ જોઇ શકાય છે અને જેને જોવા માટે તમારે એકવાર તો બંગાળ જવું જ જોઇએ.

1. પ્રતિમાનું નિર્માણ

પૂજાની તૈયારીઓમાં જે સૌથી પહેલા શરુ થાય છે, તેમાં પ્રતિમાનું નિર્માણ મુખ્ય છે. મહિના પહેલા ઉત્તર કોલકાતા સ્થિત કુમારતુલીના કલાકાર મૂર્તિ બનાવવામાં લાગી જાય છે. આ કોઇ સામાન્ય મૂર્તિ નથી પરંતુ કલાકાર માટે પોતાની પ્રતિભા બતાવવાની તક હોય છે. ખાસ કરીને લોકપ્રિય જગ્યાઓ માટે બનાવવામાં આવતી મૂર્તિઓ ખાસ હોય છે. માતાની પ્રતિમાથી માંડીને મહિષાસુર, ગણેશ, કાર્તિક, લક્ષ્મી, સરસ્વતીની પ્રતિમા જેવા સંદેશ હોય છે.

કારીગર ઘણાં પ્રકારના પ્રયોગ કરતા નજરે પડે છે જેથી અલગ અલગ પંડાલોમાં માતાના અલગ અલગ રુપોના દર્શન થાય છે. જેથી લોકો એક પંડાલથી બીજા પંડાલ પર પ્રતિમાના દર્શન કરવા રાતભર ફરવાની ઇચ્છા વ્યક્તિ કરે છે. અહીંના કારીગર ફક્ત બંગાળ જ નહીં દેશ-વિદેશમાં પોતાની મૂર્તિઓ મોકલે છે અને તેની ભારે માંગ પણ છે.

2. ચક્ષુ દાનથી પૂજા શરુ

રસપ્રદ વાત છે કે પૂજા શરુ થયાના થોડાક દિવસ પહેલાથી જ મૂર્તિ નિર્માણ પૂર્ણ કરી દેવામાં આવે છે પરંતુ આંખ લગાવવાનું બાકી રાખવામાં આવે છે. મહાલયાના દિવસે માં દૂર્ગા દેવીની આંખો તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જ દેવી ધરતી પર પ્રગટ થાય છે. આને ચક્ષુ દાન કહેવાય (ચોક્ખુ દાન) કહેવાય છે. કુમારી કન્યાઓને માતાનું રુપ માનીને નવરાત્રના બધા દિવસે પૂજા કરવામાં આવે છે.

આ સાથે જ એક ખાસ રિવાજ છે જેમાં એક કેળાના ઝાડને સાડી પહેરાવીને પંડાલમાં રાખવામાં આવે છે, જેને કઓલા બોઉ કહેવાય છે. આને સપ્તમીના દિવસે રાખવામાં આવે છે. અષ્ટમીના દિવસે મહિલાઓ લાલ સાડી તથા છોકરાઓ ધોતી પહેરીને પંડાલોમાં જાય છે અને પંડિત તેમના હાથોમાં ફૂલ અને પલાશ ફૂલ આપીને આરતી કરે છે પછી માંને પુષ્પ ચઢાવવામાં આવે છે અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વિધાનની સાથે કેટલાક એવા રિવાજ છે જે બંગાળના દુર્ગા પૂજાને અલગ અને વિશેષ બનાવે છે.

3. ઢાકની થાપ ધ્વનિ

નવરાત્ર શરુ થતા જ સવાર-સવારમાં ઢોલના થાપ તમને સંભળાય છે. હકીકતમાં પંડાલોની બહાર દૂર-દૂરથી આવેલા ઢોલ વગાડનારા લોકો રહે છે. તે ઢોલ વગાડીને માં ને પ્રસન્ન કરે છે. ઢોલ એક વિશેષ પ્રકારનું ડ્રમ હોય છે જે બંગાળના કલ્ચરનો હિસ્સો છે. દૂર્ગાપૂજા દરમિયાન આનો અવાજ તમારા કાનોમાં ગુંજતો રહે છે. આરતીના સમયે પણ ધૂપ-અગરબત્તી વચ્ચે પંડાલોમાં ઢોલ વાગતા જોઇ શકાય છે.

ઢોલ વગાડનારા કલાકારોને પૂજા આયોજક નિયુક્ત કરે છે. તેમને સારીએવી રકમ આપવામાં આવે છે. અને તેમના રહેવા ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમની માંગ હવે બંગાળની બહાર પણ જ્યાં બંગાળી સમુદાય પૂજા કરે છે, રહે છે. ઘણી ઢોલ મંડળીઓ હવે પ્રોફેશનલ રીતે કામ કરે છે. જો કે, મોટાભાગના ઢોલ વગાડનારા કોલકાતાથી બહારના જિલ્લાના હોય છે અને તે પારંપારિક ઢોલ વગાડનારા છે. એવું કહેવાય છે કે ઢોલ વગરની પૂજા એ પૂજા જ નથી ગણાતી.

4. થીમ પંડાલના ટેબ્લો

પૂજા આયોજકોમાં એક પ્રકારે થીમ પસંદ કરવાને લઇને પ્રતિસ્પર્ધા સ્થિતિ રહે છે. વધુમાં વધુ લોકોને આકર્ષિત કરવા માટે થીમ પૂજા અહીં આખા ટ્રેંડમાં છે. બધા પોત-પોતાના સાધન સંસાધનના હિસાબે થીમને લઇને સાકાર કરે છે. બાહુબલી ફિલ્મની થીમના પંડાલ પણ જુઓ.

મહત્વનું છે કે કેટલાક એવા પંડાલ તૈયાર કરવામાં આવે છે જ્યાં જતા તમને ચંદ્રમા પર પહોંચવા જેવું ફિલ થાય છે. લાખોની સંખ્યામાં લોકો લાઇન લગાવીને જોવા જાય છે. મોટુ હોય કે નાનું આયોજન, થીમને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ થીમને ડિઝાઇન કરવા માટે પ્રોફેશનલ લોકો હોય છે અને લાખોનો ખર્ચ પણ આવે છે. આ રીતે દરેક બીજો પંડાલ આપને આશ્ચર્યચક્તિ કરે છે.

કોલકાતાના રસ્તાઓ દુર્ગા પૂજા દરમિયાન રંગબેરંગી ટેબ્લોથી ભરેલી હોય છે. લોકો હાલતા-ચાલતા એ ટેબ્લોને જોતા રહે છે. આ ટેબ્લો ઘણાં સામાજિક મેસેજ આપે છે. ઇલેક્ટ્રોનિક સાધનો અને વિજળી પર ચાલતા ટેબ્લો આપને ચક્તિ કરે છે. જે રીતે કલાકારો આ ટેબ્લોને તૈયાર કરે છે તે બીજી કોઇ જગ્યાએ જોવાનું દુર્લભ છે. ધાર્મિક પાત્રોથી લઇને ડાયનોસોર અને અંતરીક્ષ યાત્રી અને એલિયન સુધી રોડ કિનારે ટેબ્લોમાં જોઇ શકાય છે.

5. સિંદૂર ખેલા

સિંદૂર ખેલા વિજયાદશમીના દિવસે કરવામાં આવે છે જે પૂજાનું મહત્વપૂર્ણ આકર્ષણ હોય છે. લોકો દૂર દૂરથી સિંદૂર ખેલા જોવા આવે છે. માંને વિદાય કરવાના સમયે વિસર્જનથી પહેલા પરણેલી મહિલાઓ પોતાના પતિ માટે માં પાસે આશીર્વાદ લે છે. આ જ ક્રમમાં એક-બીજાને સિંદૂર લગાવે છે. મહિલાઓ પારંપારિક સાડિઓમાં હોય છે અને એવું લાગે છે જાણે તે હોળી મનાવી રહી છે. પરંતુ તે સિંદૂર લગાવે છે અને માંને આંસૂ સાથે વિદાય કરે છે. બધી કામના કરે છે કે માં આવતા વર્ષે ફરી આવશે અને ત્યાં સુધી બધાને સલામત રહેવાના આશીર્વાદ આપશે.

જેમ-જેમ સમય પસાર થતો રહે છે, સિંદૂર ખેલાનો ટ્રેંડ બદલાતો રહે છે. પંડાલોમાં હવે તો ઘણી સેલિબ્રિટી પણ ભાગ લેવા આવે છે. આ વિદાય સમારોહ પણ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે.

આ કંઇક એવા રિવાજ છે જે પૂજા દરમિયાન બંગાળમાં પ્રચલિત છે. બંગાળની પૂજા આ જ વિધિઓના કારણે દુનિયાભરમાં ફેમસ છે. પર્યટક પણ દૂર્ગાપૂજાના સમયે કોલકાતા સહિત બંગાળના જુદા જુદા ભાગમાં ફરવા આવે છે. કારણ કે બંગાળ દૂર્ગાપૂજાના સમયે દુલ્હનની જેમ સજાવાય છે.

તમને પણ અહીંની દુર્ગા પૂજા અંગે કોઇ ખાસ જાણકારી છે તો કોમેન્ટ કરી જરુર જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads