દિલ્હીની એપ્રિલ-મેની તપતી ગરમીથી મારુ ભાગી જવાનું મન થતુ હતું. તો કેટલીક અલગ જગ્યા અંગે વાંચીને મેં હિમાચલના એક નાનકડા સુંદર ગામ નગ્ગર જવાનો નિર્ણય કર્યો. નગર પહોંચવા માટે મનાલી જતી બસમાં જવાનું હતું અને પતલીકૂહલ નામથી એક ગામમાં ઉતરવાનું હતું. પરંતુ જ્યારે હું બસની ટીકિટ બુક કરવા ગઇ તો ખબર પડી કે મનાલી જતી કોઇપણ બસમાં સીટ ખાલી જ નથી. પછી મેં ભુંતાર સુધીની બસ લેવાનો નિર્ણય કર્યો કારણ કે ત્યાંથી નગર માટે લોકલ બસ જતી હતી.
બે દિવસ બાદ મેં દિલ્હીથી ભુંતાર માટે સાંજની એક બસ લીધી અને બીજા દિવસે હું ભુંતાર પહોંચી ગઇ. જેવી હું ભુંતાર પહોંચી મેં જોયું કે એક બસ બિલકુલ નીકળવા માટૈ તૈયાર ઉભી હતી.
મેં બસના કંડકટરને પૂછ્યું - આ બસ નગર જશે?
કંડકટર- (બિલકુલ કઠોરતાથી બોલ્યો) હાં, જલદી બેસો
હું ફટાફટ બસમાં ચઢી અને બારીવાળી સીટ પકડી લીધી. બસ ચાલી અને હિમાચલની સુંદરતાને જોતા મારી નજરો હટતી જ નહતી. બસ ખબર નહીં કેટલા ગામોથી પસાર થઇ જેના નામ મને કોઇ બીજા પ્લેનેટના લાગી રહ્યા હતા. એક કલાક બાદ મારા ફોનનું નેટવર્ક મને ટાટા બાય બાય કરવા લાગ્યું.
બરશેણી
મારી બાજુમાં બેઠેલા છોકરાએ મને પૂછ્યું- નગર કેટલું દૂર છે અહીંથી? પરંતુ તેને પણ એટલી જ ખબર હતી જેટલી મને. થોડાક સમય બાદ છેવટે બસ અટકી અને બસમાં બેઠેલા લોકો ઉતરી ગયા.
મેં ડ્રાઇવરને પૂછયું- નગર અહીંથી કેટલું દૂર છે?
ડ્રાઇવરે મારી તરફ એવી રીતે જોયું જાણે મેં ખબર નહીં શું પુછી લીધું હોય
ડ્રાઇવરઃ નગર????? આ બરશેણી છે અને તેની આગળ બસ નહીં જાય. તમે ખોટી બસમાં બેસી ગયા હશો.
તેની વાત સાંભળીને મને થોડોક ડર લાગ્યો અને ગુસ્સો પણ આવ્યો. હવે ભુંતાર માટે બીજી બસ મને પૂરા દોઢ કલાક પછી મળવાની હતી. સૌથી વધુ ગુસ્સો મને એ કંડકટરની વાત પર આવી રહ્યો હતો અને મારા ફોન પર જેમાં હજુ પણ નેટવર્ક નહોતું. ફક્ત એક ચીજ મને શાંત કરી રહી હતી તે હતી ત્યાંના સુંદર દ્રશ્યો. કારણ કે બસ આવવામાં હજુ ટાઇમ હતો એટલા માટે મેં આસપાસની જગ્યાઓ પર ફરવાનું યોગ્ય માન્યું.
પાર્વતી નદીના પસાર થવાથી જે ખળખળાટ અવાજને બાદ કરીએ તો આખુ બરશેણી બિલકુલ શાંત હતું. થોડાક દૂર ચાલ્યા બાદ એક ડેમને પાર કર્યો અને ત્યાર બાદ મેં ઉપર ચઢવાનું શરુ કર્યું. જ્યાંથી આખી ખીણ જોઇ શકાતી હતી. હજુ તો મેં ચડવાનું શરુ જ કર્યું હતું કે મને એક આધેડ ઉંમરની મહિલા મળી. તેના વાળ ભૂરા હતા અને તેની આંખો પણ ભૂરા રંગની હતી. હું એક અજાણ્યા શખ્સને પોતાની પૂરી કથા સંભળાવી રહી હતી.
તેણે મને પૂછ્યું- શું તુ પણ કલ્ગાની તરફ જઇ રહી છે?
થોડાક સમય પછી મને ખબર પડી કે હું તેમની સાથે એક એવા ગામ પર પહોંચી ગઇ હતી જે અંગે મને કંઇ પણ ખબર નહોતી.
થોડાક સમય પછી મને જણાવાયું કે તે ઇઝરાયેલથી છે અને તેનું નામ ડેવરાહ છે. ત્યાં સુધી અમે કલ્ગા પહોંચી ચૂક્યા હતા અને મને ડેવરાહની સાથે મજા આવવા લાગી હતી. જેમ જેમ હું આગળ વધી રહી હતી મને એવું લાગી રહ્યું હતું કે હું નગર જવાને બદલે અહીં કલ્ગામાં ડેવરાહની સાથે રહેવા માટે મનાવી રહી છું. મને લાગ્યું કે અહીં રહેવામાં કોઇ નુકસાન નથી કારણ કે મેં નગરમાં હોટલનું એડવાંસ આપ્યું નહોતું અને મારી પાછા આવવાની બસ પણ ભુંતરથી જ હતી જ્યાંથી હું કલગાથી સીધી પહોંચી સકતી હતી. મેં ફોન કાઢ્યો તો જોયું કે થોડુક નેટવર્ક આવી રહ્યું છે. મેં ફટાફટ પોતાની હોટલ પર ફોન લગાવ્યો અને હોટલના માલિકને પૂરી કહાની સંભળાવી. તે મારું બુકિંગ કેન્સલ કરવા માટે તરત માની ગયો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે એક ફેલ્ડ ટ્રિપ માટે આટલી ખુશી કેવીરીતે થઇ શકે છે.
ડેવરાહે પહેલેથી જ રુમ બુક કરી લીધો હતો તો અમે સીધા જ ત્યાં જવા માટે નીકળી પડ્યા. રસ્તામાં અમને બિલકુલ શાંત અને સુંદર ઘોડા મળ્યા. થોડોક સમય ચાલ્યા પછી મેં જોયું કે ઘણી દૂરથી સુંદર કુતરા અમારો પીછો કરી રહ્યા હતા. અમે એક કેફેમાં ગયા જ્યાં અમારી મુલાકાત ક્લિયોપેટ્રા નામથી એક ઘણી જ પ્રેમાળ બિલ્લી સાથે થઇ. થોડીકવારમાં અમે ખુબ જ સુંદર અને આરામ દાયક જગ્યાએ પહોંચી ગયા. બીજા દિવસે અમે એક જંગલમાં ચઢાણ કર્યું. આસપાસના ગામોમાં ફર્યા. ત્યાંના લોકો સાથે વાત કરી. સમયની ખબર જ ન પડી. દીવસ પૂરો થવામાં હતો અને અમને કહી રહ્યો હતો કે હવે ઘરે પાછા ફરવાનો સમય થઇ ગયો છે.
કલ્ગા ગયે થોડાક મહિનાઓ પસા થઇ ગયા હતા. પરંતુ હજુ પણ એ યાદો તાજા છે મારા દિલો દિમાગમાં બિલકુલ ટેટૂની જેમ છપાયેલી છે. થોડાક દિવસો પહેલા મારી ડેવરાહ સાથે વાત થઇ અને હવે હું તેને મળવા ઇઝરાયેલ જવાનું વિચારી રહી છું.
આજે જ્યારે હું તે દિવસોને પાછા ફરીને જોઉં છું તો લાગે છે કે ઝિંદગી કેટલી સુંદર હોઇ શકે છે અને ઘણીવાર બેવકુફી ભરેલા નિર્ણય પણ આપણી ઝીંદગી બદલી નાંખે છે.