રેલ મુસાફરીનો પોતાનો એક અલગ જ અનુભવ છે - બારીમાંથી ડોકિયું કરતા ગામડાઓ અને શહેરોને પાછળ છુટી જતા જોવા, ક્યારેક ગાઢ લીલા જંગલ તો ક્યારેક માત્ર પીળી રેતી. સાથે સાથે ચાલી આવે છે ચા કોફીની ચુસ્કીઓ, હું મારા જીવનમા ટ્રેનની મુસાફરી ક્યારેય ભૂલી શકતો નથી. જ્યારે પણ હું તેને યાદ કરું છું ત્યારે ચહેરા પર એક સ્મિત લહેરાઈ જાય છે.
રેલ મુસાફરીનું બીજું પણ એક પાસું છે જે આ બધાથી તદ્દન અલગ છે. આ પાસાને જીવવા માટે વ્યક્તિએ થોડો વધારે ખર્ચ કરવો પડે છે, કારણ કે આ પાસા સામાન્ય ટ્રેનોને બદલે લક્ઝરી ટ્રેનમાં મુસાફરી કરીને જ જીવી શકાય છે. જેમને શાહી ઠાટ-માઠ સાથે મુસાફરી કરવી અને સફરમાં રોમેંટીક તડકો લગાવવો પસંદ છે,તેમની માટે આ લક્ઝરી ટ્રેનમાં મુસાફરી કરવી એ એક સુંદર અનુભવ હશે, જેમ કે હનીમૂન માટે તડપતા નવદંપતિઓ.
આવી જ એક ટ્રેન છે જે તમને જૂના રજવાડાઓના સમય જેવી શાહી સગવડતાઓમાં લઈ જશે અને તે પણ આધુનિક સુવિધાઓ સાથે. આ ટ્રેનનું નામ મહારાજા એક્સપ્રેસ છે, જેને તમે પેલેસ ઓન વ્હિલ્સના નામથી પણ જાણતા હશો. મારો વિશ્વાસ કરો, આ ટ્રેન ખરેખર કોઈ પેલેસ એટલે કે મહેલથી ઓછી નથી. તમને રાજસ્થાનના મહારાજાઓની જેમ ટ્રેનમાં સેવા આપવામાં આવે છે. તેથી જો તમે તમારા અને તમારા જીવનસાથી માટે કોઈ શાનદાર અનુભવ શોધી રહ્યા છો, તો મારો કૂદકો અને ચડી જાઓ - આ ટ્રેનમાં!
મહારાજા એક્સપ્રેસ વિશે જાણકારી
પેલેસ ઓન વ્હિલ્સ એ ભારતની પહેલી લક્ઝરી ટ્રેન છે જે 1982 માં રાજસ્થાન પર્યટન વિકાસ નિગમ દ્વારા ભારતીય રેલ્વેના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનમાં 14 કોચ છે અને તે વિશ્વની 5 મોસ્ટ લક્ઝરી ટ્રેનોની સૂચિમાં શામેલ છે. દરેક કેબિનમાં તમને મિનિ પેન્ટ્રી જોવા મળે છે અને લાઉન્જમાં ટીવી, ડીવીડી પ્લેયર અને એક નાની લાઈબ્રેરી છે.
પેલેસ ઓન વ્હીલ્સનો પ્રવાસ માર્ગ: દિલ્હી - જયપુર - સવાઈ માધોપુર - ચિત્તોડગઢ - ઉદેપુર - જેસલમેર - જોધપુર - ભરતપુર - આગ્રા - દિલ્હી
પહેલો દિવસ
તમારી યાત્રા દેશની રાજધાની દિલ્હીથી શરૂ થાય છે, જે ઐતિહાસિક રીતે તો મહત્વપૂર્ણ છે જ સાથે સાથે ત્યા પ્રાચીન અને મધ્યયુગીન સ્થાપત્યના ભવ્ય નમૂનાઓ પણ છે. શહેર કળા, સાહિત્ય, રાજકારણ અને પરંપરાગત રીતે સમૃદ્ધ છે.
શાહી સ્વાગત માટે બપોરે 4.30 વાગ્યે સફદરજંગ રેલ્વે સ્ટેશન પહોંચી જાઓ. ત્યાનો વિનમ્ર સ્ટાફ તમને તમારી કેબીનમાં લઈ જશે અને ત્યાંની સુવિધાઓથી તમને વાકેફ કરશે. આ પછી તમે લાઉન્જમાં બાર પર જઈ શકો છો અને નિ:શુલ્ક વેલકમ ડ્રિંક્સનો આનંદ લઈ શકો છો. ટ્રેન 6.30 વાગ્યે ઉપડે છે.
ભોજન: રાતનુ જમવાનુ ટ્રેનમાં જ પીરસવામાં આવશે.
બીજો દિવસ
તમારી આગલી ડેસ્ટિનેશન રાજસ્થાનની રાજધાની જયપુર છે, જેને ગુલાબી નગરી કે પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહિના સ્થાપત્યમાં તમને રાજપૂત કારીગરીની સાથે મુગલ કારીગરીની પણ ઝલક મળશે. જયપુરના ભવ્ય મહેલો, કિલ્લાઓ, કોર્ટયાર્ડ્સ અને મ્યુઝિયમ્સ જોઈ પ્રવાસીઓ સ્તબ્ધ થઈ જાય છે.
જોવાલાયક સ્થળો: સેન્ટ આલ્બર્ટ મ્યુઝિયમ, પિંક સિટી પેલેસ અને યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ જંતર મંતર, હવા મહેલ, બપોરે ટેકરી પર સ્થિત આમેર નો કિલ્લો અને મહેલ.
ભોજન: ટ્રેનમાં સવારનો નાસ્તો, કિલ્લાના પરિસરમાં સ્થિત 1135 ઇ બુટિક રેસ્ટોરન્ટમાં લંચ, ટ્રેનમાં ડિનર.
ત્રીજો દિવસ
સવાઈ માધોપુર રાજસ્થાનના સૌથી શાંતિપૂર્ણ અને સુંદર શહેરોમાંનું એક છે અને તેને 'ગેટવે ટૂ રણથંભોર' તરીકે પણ ઓળખવામાં આવે છે. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનને કારણે આ સ્થાન ખૂબ પ્રખ્યાત થઈ ગયું છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયેલ રણથંભોરનો કિલ્લો પણ અહીં હાજર છે. જોવાલાયક સ્થળોમા ગણેશ મંદિર, ચમત્કાર મંદિર અને ખંડાર કિલ્લાનો સમાવેશ થાય છે.
ફરવાલાયક સ્થળો: સવાઈ માધોપુર રેલ્વે સ્ટેશનથી સવારે 6:30 કલાકે રણથંભોર ટાઇગર રિઝર્વની આકર્ષક સફારી માટે નીકળી જાઓ. સવારે 9.30 વાગ્યે સ્ટેશન પર પહોંચી જાઓ જેથી તમે ચિત્તોડગઢ માટે રવાના થઈ શકો.
ગંભીરી અને બરાચ નદીની નજીક આવેલું ચિત્તોડગઢ, રાજસ્થાનનું સૌથી રોમેન્ટિક અને પ્રખ્યાત શહેરો છે. અહીં વિશાળ કિલ્લાઓ, મહેલો અને મંદિરો છે.
જોવાલાયક સ્થળો: બપોરે લગભગ 4 વાગ્યે ટ્રેન ચિત્તોડગઢ રેલ્વે સ્ટેશન પર પહોંચે છે. અહીંથી તમે યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત કરેલા પહાડ પર આવેલા કિલ્લા પર જાઓ. સાંજે કિલ્લાના પરિસરમાં લાઇટ અને સાઉન્ડ શોની મજા લઇ શકાય.
ભોજન: સવારનો નાસ્તો, લંચ અને ડિનર ટ્રેનમાં જ ઉપલબ્ધ છે.
ચોથો દિવસ
ઉદયપુર, ખીણમાં વસેલું અને સરોવરોથી ઘેરાયેલું એક સુંદર શહેર છે, જે એક સમયે મેવાડ સામ્રાજ્યની રાજધાની હતું. રાજસ્થાનનું આ શહેર ભવ્યતા અને જાજરમાન છટાને પ્રતિબિંબિત કરે છે અને તેના કારણે તે ભારતના સૌથી આકર્ષક શહેરોમાંનું એક છે. 'સિટી ઓફ લેક્સ' તરીકે ઓળખાતા આ શહેરને અહીંનાં મહેલોને કારણે ખૂબ પસંદ કરવામાં આવે છે.
જોવાલાયક સ્થળો: સિટી પેલેસ કોમ્પ્લેક્સ, ક્રિસ્ટલ ગેલેરી, લેક પેલેસ હોટલની ચરેય બાજુ પિચોલા તળાવમાં બોટની સવારીનો આનંદ માણો, સહેલીઓ ની વાડીના શાહી બગીચામાં ચાલો.
ભોજન: ટ્રેનમાં સવારનો નાસ્તો, ફતેહપ્રકાશ પેલેસ હોટેલમાં લંચ, ટ્રેનમાં ડિનર.
પાંચમો દિવસ
ગોલ્ડન સિટી તરીકે ઓળખાતું જેસલમેર એક સમયે રાજસ્થાનનું વેપારી કેન્દ્ર હતું. અહીંની સુંદએ હવેલીઓ અને પ્રાચીન મંદિરો ઉપરાંત અહીં રંગબેરંગી બજારો પણ છે જ્યાંથી તમે ગિફ્ટ અને અન્ય વસ્તુઓ ખરીદી શકો છો.
જોવાલાયક સ્થળો: જેસલમેર કિલ્લો, પટવો ની હવેલી, નજીકમાં જ 15 મી સદીનુ જૈન મંદિર, થાર રણમાં રેતીના ઢગલાઓ.
ભોજન: ટ્રેનમાં સવારનો નાસ્તો, 5-સ્ટાર હોટેલમાં લંચ; 5 સ્ટાર હોટેલમાં ડિનર.
છઠ્ઠો દિવસ
રાજસ્થાનનું બીજું મોટું શહેર જોધપુર 'બ્લુ સિટી' તરીકે પણ જાણીતું છે. તે એક સમયે મારવાડ સામ્રાજ્યની રાજધાની હતુ. દેશના સૌથી વધુ મુલાકાત લીધેલા શહેરોમાંથી એક જોધપુરની નજીક જ થાર રણ છે અને અહીં ઘણા કિલ્લાઓ અને મહેલો છે.
ફરવાલયક સ્થળો: 16 મી સદીનો મેહરાનગઢ કિલ્લો, 19 મી સદીમા આરસથી બનેલો જસવંત થાડા, ઉમૈદ ભવન પેલેસનું મ્યુઝિયમ, જ્યાં જોધપુરના મહારાજાની વ્યક્તિગત કળાક્રુતીઓ જોઈ શકાય છે.
ભોજન: ટ્રેનમાં સવારનો નાસ્તો, હનવંત મહેલ બુટિક રેસ્ટોરન્ટમાં લંચ, ટ્રેનમાં ડિનર.
જોવાલાયક સ્થળો: બીજા દિવસે, સવારે 6:30 વાગ્યે ભરતપુર પહોંચો અને ભરતપુર પક્ષી અભયારણ્ય (સંકુચુરી) પહોંચી જાઓ, જેને કેઓલાદેવ ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભારતનું એક ખૂબ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય છે, જ્યાં તમને દેશ-વિદેશના પક્ષીઓ જોવા મળશે.
08.45 વાગ્યે આગ્રા રવાના થનારી ટ્રેનમાં પાછા પહોંચી જાઓ.
સાતમો દિવસ
વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજ મહેલ ઉત્તર પ્રદેશમાં સ્થિત આગ્રામાં આવેલો છે. અહીંના મુઘલ સ્થાપત્યને જોવા માટે બારેમાસ વિશ્વના દરેક ખૂણાથી પ્રવાસીઓ આવે છે. જો કે આ શહેર ફક્ત તાજમહેલને કારણે જ જાણીતું છે તેવુ નથી હો. અહીં બીજુ ઘણું જોવા જેવું છે. યુનેસ્કો દ્વારા તાજમહેલ ઉપરાંત આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરાયા છે.
જોવાલાયક સ્થળો: આગ્રાનો કિલ્લો, તાજમહેલ, રંગબેરંગી સ્થાનિક બજાર
ભોજન: ભરતપુરના જંગલોમાં ડેલેક્સ લોજમાં નાસ્તો, આઈટીસી મોગલ હોટલમાં લંચ, આગ્રા લક્ઝરી હોટેલમાં અથવા પેલેસ ઓન વ્હીલ્સમા ડિનર.
આઠમો દિવસ
સવારે 5:30 વાગ્યે તમારી ટ્રેન ફરીથી સફદરજંગ રેલ્વે સ્ટેશન પર પહોંચશે.
ફૂડ: મોર્નિંગ બ્રેકફાસ્ટ (સવારે 6:30 થી 7 આસપાસ).
પેલેસ ઓન વ્હિલ્સ ટૂર કોસ્ટ
એપ્રિલ, સપ્ટેમ્બર 2019 માટે
ઓક્યુપેંસી ટાઈપ: સિંગલ, ડબલ અને સુપર ડીલક્સ (સ્યુટ)
કિંમત (વ્યક્તિ દીઠ / રાત દીઠ): સિંગલ માટે 39,000 ₹; 30,000 ₹ ડબલ માટે; સુપર ડીલક્સની કિંમત, (લક્ઝરિયસ સ્યુટ) 1,08,000 ₹ છે, જો તેમાં બે લોકો શામેલ છે, તો આ ખર્ચ વ્યક્તિ દીઠ 54,000 ₹ થાય છે.
એક વ્યક્તિનો 8 દિવસનો કુલ ખર્ચ: એકલા ₹ 2,73,000; ડબલ ₹ 2,10,000; સુપર ડિલક્સ (સ્યુટ) ની કિંમત ₹ 7,56,000 (સિંગલ) અને ₹ 3,78,000 (ડબલ) છે.
પેલેસ ઓન વ્હીલ્સની પ્રસ્થાન તારીખ
એપ્રિલ, સપ્ટેમ્બર 2019 માટે
10, 17, 24 એપ્રિલ અને 4, 11, 18 અને 25 સપ્ટેમ્બર 2019
મહારાજા એક્સપ્રેસની આ યાત્રા સામાન્ય મુસાફરી કરતા વધારે ખર્ચાળ હોઈ શકે, પરંતુ જીવનમાં એકવાર તો આ અનુભવ લેવો જ જોઈયે.