હું ઘણા વર્ષોથી લદ્દાખ ફરી રહ્યો છુ અને આ સમયમાં મેં ઘણા જ મિત્રો બનાવ્યા છે. અને મારા આ મિત્રોએ જ મને ખરું લદ્દાખ દેખાડ્યું છે અને સમજાવ્યું છે. ચાર વર્ષ પહેલા મેં નક્કી કર્યું કે હું મારા પ્રવાસને મારા કેમેરામાં કંડારીશ. હું તમારી સમક્ષ આ ચાર વર્ષની મારી વાર્તા રજુ કરવા માંગુ છું જે લદ્દાખી લોકોના બિનશરતી પ્રેમ અને સન્માનથી ભરેલી છે.
ધ લિમાયુરુ મોનેસ્ટ્રી
હું 2013 માં પહેલી વાર આ મોનેસ્ટ્રી ગયો હતો ત્યારે હું ત્યાં 2 નાના ભિક્ષુકને મળ્યો, એકની ઉમર 1 વર્ષ અને બીજાની 4 . હું 2016 માં ફરીથી ગયો ત્યારે પણ એમને મળ્યો અને આશ્ચર્યની વાત એ હતી કે એ મને ઓળખી ગયા! અમારી મિત્રતા ઘણી જ ગાઢ બની હતી.
લિમાયુરુ
આ મોનેસ્ટ્રીની બહાર જ એક નાનકડું ઢાબા જેવું રેસ્ટોરન્ટ છે, લિમાયુરુ કિચન. અહીંયા લોકલ લદ્દાખી ફૂડ મળે છે. એ રેસ્ટોરન્ટના માલિક બાજુમાં જ રહે છે એમણે એક નાનકડી દીકરી છે. લદ્દાખમાં નાની છોકરીઓને ચો ચો કહે છે. આ નાનકડી ચો ચો ની ઝીણી ઝીણી આંખો અને ગુલાબી ગાલ ખુબ જ સુંદર લાગતી એ.
સ્પેનગ્મીક
તમે જયારે ખુબ જ એકલા ટ્રાવેલિંગ કર્યું હોય ત્યારે અમુક સમયે તમને એવું કહવાવાળાની જરૂર પડતી હોય છે કે "તું જાણે છે કે તું ઠીક છે દોસ્ત!"
ફયાન્ગ
માળો સંગૃપ લામાને જે ભારતીય સેનામાં પણ એક ખુબ જ ભણેલ અને જ્ઞાની સાધુ તરીકે જાણીતા છે. હું એમણે પ્રેમથી લામાજી કહેતો અને એમની પાસેથી બુદ્ધિઝમ અંગે ઘણું જ શીખ્યો. મેં એમની સાથે કલાકોના કલાકો ગાળ્યા છે અને મારા અત્યંત બાલિશ અને વારંવારના સવાલો છતાં એમણે મને શાંતિથી જવાબો આપ્યા છે. લામાજી કારગિલ વિજય દિવસના રોજ દ્રાસ વૉર મેમોરિયલ પર એમના પ્રાર્થના કાર્યક્રમો માટે અને એમના સંસ્કૃત, ભોટી અને પાણી ભાષા પરના પ્રભુત્વ માટે જાણીતા છે. અને મેં પણ એમણે એક શબ્દ શીખવ્યો, "મસ્ત" હવે એ દરેક સારી વસ્તુ માટે "મસ્ત" એમ કહે છે!
લિમાયુરુ ફેસ્ટિવલ
એક વરિષ્ઠ સાધુ લિમાયુરુ ફેસ્ટિવલ માટે તૈયારી કરી રહ્યા છે. આ કાર્યક્રમોમાં ખરાબ પર સારાની જીત, અને પ્રાર્થના પર ભાર મુકવામાં આવે છે. આ નૃત્યને ચમ ડાન્સ પણ કહેવામાં આવે છે.
પેન્ગોન્ગ ત્સો
મને રાત્રિનો સમય થતા જ જેવું અંધારું થાય અને પેન્ગોન્ગનું પાણી ડાર્ક થવા લાગે ત્યારે કશોક અજાણ્યો પાવર જાણે મને પાણી તરફ ખેંચતો હોય એવો ભાવ થયો છે. તમે મારો ડર ગણો કે ફોબિયા, મને હંમેશા આ વિચિત્ર લાગ્યું છે. હું સરોવરની ફરતે આંટા માર્ટા ડરતો હોવાથી મારા પપ્પા મારો સાથ બન્યા અને પછી મારી ફોટોગ્રાફીનો વિષય પણ!
ફયાન્ગ
ફયાન્ગમાં હું એક મહિનો રહ્યો ત્યારે હું ઘણી વાર કેમેરા લઈને ફયાન્ગ ગામ નીકળી પડતો. લગભગ બપોરે 4 આસપાસ અહીંયા એકદમ ઠંડો પવન હાડ ગગડાવી નાખે એવો અને એમાં તમે ફસાવ તો પત્યું! અને એમાં પણ હું પાછો ન આવી શક્યો! જોકે મારી સાથે ગામડાના થોડા બાળકો પણ હતા. પરંતુ એમણે તો આ ઠંડી હવાથી જાણે કોઈ જ ફર્ક નહોતો પડતો! એમણે મારી માટે પોઝ પણ આપ્યા અને હું મારા વહેતા નાક સાથે મજાકનું સાધન પણ બન્યો!
મહાબોધી ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર
લેહ બજારથી થોડા દૂર દેવચન ગામમાં આ સેન્ટર આવ્યું છે જે એક સ્કૂલમાં છે. આ સ્કૂલ ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરે છે. લદ્દાખમાં સ્કૂલ એ ખુબ જ લકઝરી વસ્તુ છે. દાન પર ચાલતી આ સ્કૂલમાં પ્રાઈમરી, સેકન્ડરી અને કમ્પ્યુટર તથા લેબ વિભાગ પણ છે. આપણા જેવા શહેરી લોકો માટે જે સાવ સામાન્ય છે એ અહીંયા દુર્લભ છે. અહીંયા એક વૃદ્ધાશ્રમ, અને પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા પણ છે.
જો તમે અહીંયાના તહેવારો સમયે અહીંયા હોવ તો તમારા જેવું નસીબદાર કોઈ નથી. તમને અહીંયા ખુશ સાધુઓ અને લોકો જોવા મળશે જે હંમેશા હસતા જ હોય છે. જાણે જીવનમાં કોઈ મુશ્કેલી છે જ નહીં! લોકલ ફોક સોન્ગ્સ, ડાન્સ અને ફેનસ્ય કલરફુલ કપડાઓ સાથે અહીંયાના ઉત્સવો ખુબ જ અનોખા હોય છે. તમને અહીંયા ભક્તિ સમયે ઉત્સવનો આનંદ માણતા સાધુઓ પણ મળી જશે!
વિચારો 14000 ફૂટની ઉંચાઈએ જ્યાં તમને 500 મીટર ચાલવામાં ભીસ પડી જાય છે ત્યાં આ લોકોના ક્યાંગ નામે ઓળખાતા નાનકડા ઘોડાઓ જરૂરિયાતની વસ્તુઓ નીચેથી ઉપર પહોંચાડે છે! આપણા 4 પગવાળા બહાદુર મિત્રો!
લદ્દાખમાં બહારના કોઈ પણ માણસ માટે ટ્રેક ચડવો એ ખુબ જ કઠિન કાર્ય છે. ઉંચાઈ વધતા ઓક્સીજન ઘટવા લાગે છે અને શરીર સાથ છોડવા લાગે છે. યુવાન વયના લોકોને પણ જયારે તકલીફ પડતી મેં જોઈ છે પરંતુ જો અહીંના સાધુઓની વાત કરીએ તો આ 62 વર્ષના સાધુ અઠવાડિયામાં 2 વાર મોનેસ્ટ્રીથી ગુફા સુધીનું ચઢાણ કરે છે! આ ચઢાણ એકદમ સીધું છે અને 12300 ફૂટ થી સીધા 14000 ફૂટ સુધીનું છે! પરંતુ આ સાધુ અને અન્ય ભિક્ષુક બીજા દરેક સાધુઓ માટે ખોરાક, પાણી, દવા અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડે છે! મારે આ ચઢાઈ કરતા અનેક વાર રોકાવું પડેલું, અને 2 કલાક થયેલી જયારે આ 62 વર્ષના સાધુ એક કલાકમાં પહોંચી ગયેલા! એમણે સાબિત કર્યું કે ઉમર માત્ર એક નંબર છે.
આ ફોટો મેં ઉપર ગુફાઓ સુધી પહોંચીને લીધેલો. લામાજી એક વરિષ્ટ સાધુ છે અને યુવાન સાધુઓને સલાહ આપતા ઘણી વાર જોવા મળે છે. એ અમારી 20 મિનિટ પછી પહોંચ્યા અને એમની પાસે દરેક યુવાન સાધુઓ માટે અખરોટનું પેકેટ હતું. એ 79 વર્ષના છે અને ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે છે! એ એક કલાક સુધી અમારા વાર્તાકાર હતા અને એમણે અમને ગુફાઓમાં રહેતા સાધુઓ વિષે વાતો કરેલી.
અને આ રીતે મને પર્વતો હંમેશા યાદ કરાવે છે કે સૂર્યોદય સૂર્યાસ્ત, વાદળો અને વરસાદ, ઠંડી અને ગરમીની જેમ બધું જ બદલાય છે પરંતુ પહાડો અચળ છે અને આપણે એની સામે ધૂળ બરાબર છીએ.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ