વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોરલ રિફ (પરવાળાના ખડક)ને મૃત ઘોષિત કરી દેવામાં આવી છે - કારણ? ગ્લોબલ વૉર્મિંગ!

Tripoto
Photo of વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોરલ રિફ (પરવાળાના ખડક)ને મૃત ઘોષિત કરી દેવામાં આવી છે - કારણ? ગ્લોબલ વૉર્મિંગ! 1/1 by Jhelum Kaushal

ગ્રેટ બેરીયર રીફ

વિશ્વની આ અવકાશમાંથી પણ જોઈ શકતી સૌથી મોટી કોરલ રિફને વૈજ્ઞાનિકોના મતે મૃત ગણી લેવામાં આવી છે. ધ ગાર્ડિયન મુજબ 2016 જ ગ્લોબલ વૉર્મિંગની અસરોને કારણે ગ્રેટ બેરીયર રીફ નષ્ટ પામી છે. ગોલબલ વૉર્મિંગને કારણે એક બ્લીચિંગ નામની પ્રક્રિયા થાય છે જેમાં સમુદ્રનું પાણી ગરમ થતું હોવાથી પરવાળાને જીવિત રાખનાર અલગાઇ શેવાળ બનતી નથી. બ્લીચિંગની આડ અસરો મોરેશિયસ અને સેશેલ્સ જેવા દેશો ઘણા વર્ષોથી ભોગવી રહ્યા છે. એવું કહેવાય છે કે 22 % રિફને બ્લીચિંગની અસરો થઇ છે જે ખુબ જ મોટો આંકડો કહી શકાય.

ઈન્ટરનેટ પર ફરી રહી 20 વર્ષ પહેલાની ગ્રેટ બેરીયર રીફની તસવીરો અને આજની તસવીરો વચ્ચે ખુબ જ તફાવત જોવા મળે છે. રીફનો મોટા ભાગનો હિસ્સો સફેદ કલરનો જીવન વગરનો થઇ ચુક્યો છે. ઓશન એજન્સીના ચીફ એક્ઝીક્યુટીવ રિચાર્ડ વીવર્સનું કહેવું છે કે આ રિફનો બધો જ હિસ્સો સડેલા પ્રાણીઓની જેમ દુર્ગંધ મારતો થઇ ગયો છે. એટલી ખરાબ હાલત છે!

Photo of Great Barrier Reef, QLD, Australia by Jhelum Kaushal

ઘણા પરવાળાઓ સમુદ્રમાં આવતા ટોર્નેડો અને અન્ય તોફાનોના કારણે વાતાવરણ ઠંડુ પડતા બચી શક્યા છે. મરીન લાઈફને બચાવવા માટે અમુક વિસ્તારોમાં વધુ પડતી માછીમારી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને કેમિકલ્સ તથા ખાતરના ઉપયોગ પર કાપ મુકવામાં આવ્યો છે. જો કશુંક વ્યવસ્થિત પગલું નહીં ભરવામાં આવે તો ખુબ જ મોડું થઇ જશે આ રિફને સંપૂર્ણપણે નાશ પામતી રોકવા માટે!

ઓસ્ટ્રેલિયન સરકારે ખાતરની આડ અસરથી આ રિફને બચાવવા માટે ફંડ પણ પૂરું પાડ્યું છે. પ્રવાસીઓની ભીડ પર કાબુ મેળવીને અને રીફની આસપાસ કચરો ફેલાવતા એકમો બંધ કરીને પણ લાભ થઇ શકે છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ પણ વધારવો જોઈએ. આ જ ખરો સમય છે સાચા પ્રવાસીઓ દ્વારા પણ કોઈ ઠોસ પગલાં લેવાનો.

Photo of વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોરલ રિફ (પરવાળાના ખડક)ને મૃત ઘોષિત કરી દેવામાં આવી છે - કારણ? ગ્લોબલ વૉર્મિંગ! by Jhelum Kaushal

માત્ર ગ્રેટ બેરીયર રીફ જ નહીં, મોરેશિયસ અને સેશેલ્સ પણ ગ્લોબલ વૉર્મિંગનો શિકાર બન્યા છે. 1998 ની ગ્લોબલ બ્લીચિંગ ઈફેક્ટમાં જે રિફને અસર થયેલી એમાં 60 % રીફ સેશેલ્સની હતી. આ મુશ્કેલીનો અંત લાવવા માટે ચોક્કસ મોટા પાયે કામ થવું જરૂરી છે પરંતુ આપણે પ્રવાસીઓ પણ આમ થોડી મદદ તો કરી જ શકીએ. જ્યાં પણ જઈએ ત્યાંની ઇકોસિસ્ટમને હાનિ ન પહોંચાડીએ એ જ સારું.

Photo of વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોરલ રિફ (પરવાળાના ખડક)ને મૃત ઘોષિત કરી દેવામાં આવી છે - કારણ? ગ્લોબલ વૉર્મિંગ! by Jhelum Kaushal

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads