જે પર્યટકોને ભીડભાડમાં ફરવું પસંદ નથી એ આવા ઑફ સીઝન સમયમાં આ સ્થળોની મુલાકાત લઈએ શકે છે.
જાન્યુઆરી
શિયાળો ટોચ ઉપર હોય ત્યારે લેહમાં કોઈ જ ટુરિસ્ટ જોવા મળતા નથી. જાન્યુઆરીએ મોનેસ્ટ્રી જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે કારણકે એ બારેમાસ ખુલ્લી રહેતી હોય છે. થીક્સે અને હેમીસ એ મુખ્ય મોનેસ્ટ્રી છે. તમે સંપૂર્ણપણે થીજી ગયેલું પેન્ગોન્ગ લેક પણ જોઈ શકો છો. લઘુતમ 2 દિવસ તો વાતાવરણ સાથે સેટ થવામાં જાય છે એટલે 7 દિવસનો પ્લાન તો બનાવવો જ. ઓફ સીઝન હોવાથી અહીંયા હોટેલનો ખર્ચ પણ ઓછો થશે. જાન્યુઆરીમાં લેહ પહોંચવા માટે માત્ર હવાઈ માર્ગ જ ઓપશન છે કારણકે હાઇવે બધા બંધ હોય છે. દિલ્લીથી લેહ 1 કલાક 45 મિનિટમાં પહોંચી શકાય છે.
કાલીમ્પોન્ગ
શિયાળો ટોચ ઉપર હોય ત્યારે લેહની જેમ જ કાલીમ્પોન્ગમાં પણ બહુ ઓછા ટુરિસ્ટ જોવા મળે છે. જાન્યુઆરીએ મોનેસ્ટ્રી જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે કારણકે એ બારેમાસ ખુલ્લી રહેતી હોય છે. ઝૉન્ગ ઢોગ એ અહીંની મુખ્ય મોનેસ્ટ્રી છે. કાંચનજંગા પણ અહીંથી ચોખ્ખો જોઈ શકાય છે. બગદોગરા એરપોર્ટ થી સિલીગુડી થઈને ટેક્ષીમાં બે કલાકમાં અહીં પહોંચી શકાય છે.
સાંગલા
સાંગલા શિયાળા દરમિયાન ફરવા માટેના બેસ્ટ સ્થળોમાંનું એક છે. અહીંયા બાસ્પા નદી વહે છે. અને કામરૂ ફોર્ટ તથા મોનેસ્ટ્રી અહીંના મુખ્ય આકર્ષણો છે. મનાલી રોહતાંગ પાસ બંધ હોવાથી તમે અહીંયા મનાલી થઈને લગભગ 7 કલાકમાં પહોંચી શકો છો.
ફેબ્રુઆરી
રણ ઓફ કચ્છ
ફેબ્રુઆરીમાં અહીંયા અત્યંત ઠંડી હોવાથી આ એક પરફેક્ટ ઓફ બીટ સીઝન સ્થળ છે. તમે અહીંયા સફેદ રણમાં ફરી શકો છો, શોપિંગ કરી શકો છો અને આઉટડોર જનરલની ટ્રેઇલ મેરેથોનમાં ભાગ પણ લઇ શકો છો. ઉપરાંત તમે અહીંયા રણ ઉત્સવનો ભાગ પણ બની શકો છો. સૌથી નજીકના એરપોર્ટ ભુજ અથવા તો અમદાવાદથી અહીંયા ટ્રેન દ્વારા પહોંચી શકાય છે.
રેકૉન્ગ પીઓ
મનાલી લેહ જતા મુસાફરો માટે ચેક પોઇન્ટ જેવું આ હિમાચલનું નાનકડું ગામ એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જાણીતું છે. અહીંયા કી ગોમ્પામાં રોકાણ કરો અને પછી પીર પંજાલ તથા મોનેસ્ટ્રીનો આનંદ લો. તમે અહીંયા શિમલાથી ટેક્ષી કરીને 8 કલાકે પહોંચી શકો છો.
માર્ચ
પાલમપુર
કાંગરા ખીણની ધૌલાધાર પર્વતમાળામાં આવેલું પાલમપુર એ નોર્થનું ટી કેપિટલ ગણાય છે. હોય ટી ગાર્ડન્સ ઉપરાંત પેરાગ્લાઇડિંગ પ્રખ્યાત છે. તમે ચામુંડાદેવી અને બાજીનાથ જેવા મંદિરો પણ જઈ શકો છો. સૌથી નજીકનું એરપોર્ટ 40 કિમી દૂરનું કાંગરા એરપોર્ટ છે અને રેલવે સ્ટેશન પઠાનકોટ છે.
તુતીકોરીન
તમિલનાડુનું ટુથકોડી એ તુતીકોરીન તરીકે પણ ઓળખાય છે. માર્ચમાં ઉનાળો શરુ થતા અહીંયા ઓફ સીઝન શરુ થાય છે. અહીંયાના મુખ્ય આકર્ષણોમાં બેસિલિકા ઓફ લેડી ઓફ સ્નો, કોરતાલલામ, ગલ્ફ ઓફ મન્નાર મેરિન નેશનલ પાર્ક છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન બંને તુતીકોરીનમાં જ છે.
એપ્રિલ
નાગરહોલ નેશનલ પાર્ક
નાગરહોલ નેશનલ પાર્કને રાજીવ ગાંધી ટાઇગર રિઝર્વ નામ આપવામાં આવ્યું છે. આ દેશનો એક સૌથી બેસ્ટ નેશનલ પાર્કનો એક છે. ભેજના કારણે એપ્રિલ અહીંયા ઓફ સીઝન છે. પરંતુ આ સમયમાં વાઘ જોવાનું સરળ હોય છે. સૌથી નજીકનું એરપોર્ટ બેંગ્લોર છે અને રેલવે સ્ટેશન મૈસુર છે ઉપરાંત બેંગ્લોર અને ચેન્નાઈથી સારી કનેક્ટિવિટી મળી રહે છે.
નિકોબાર આઇલેન્ડ
નિકોબાર એ આંદામાન નિકોબારમાં નાના ટાપુઓનો સમૂહ છે. નિકોબાર એ ઓલિવ રાઇલી ટર્ટલનું ઘર છે. એપ્રિલમાં ઓફ સીઝન હોવાથી અહીંયા ભીડ ઓછી રહે છે. તમે બેરન આઇલેન્ડ પર એક્ટિવ જ્વાળામુખી પણ જોઈ શકો છો. નિકોબાર પહોંચવા માટે દરેક જગ્યાએથી ફેરી કરવી પડે છે. અને સૌથી નજીકનું એરપોર્ટ પોર્ટ બ્લેર છે.
રાનીખેત
ટુરિસ્ટ સીઝન શરુ થાય એની જસ્ટ પહેલા રાનીખેતમાં સફર કરવી એ ખુબ જ સરસ છે.
રાનીખેતમાં જોવાલાયક સ્થળોમાં 100 ઘંટડી વાળું ઝૂલા દેવી મંદિર, કુમાઓ મ્યુઝીયમ, બિંસાર મહાદેવ મંદિર વગેરે છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન 74 કિમી દૂર કાઠગોદામ અને એરપોર્ટ 109 કિમી દૂર પંતનગર છે.
મે
નાહન
નવેમ્બરથી ફેબ્રુઆરીમાં અહીંયા પર્યટકોની ભીડ હોય છે. શિવાલિકમાં પોન્ટ સાહેબથી ખુબ નજીક આવેલું નાહન એ ઘણું નાનકડું પણ સુંદર ગામ છે. 78 કિમી દૂર ચંદીગઢ સૌથી નજીકનું એરપોર્ટ છે.
લક્ષદ્વિપ
લોકોની માન્યતા વિરુદ્ધ મે મહિનામાં લક્ષદ્વીપમાં તાપમાન વધારે નથી હોતું. ઓફ સીઝનમાં તમે અહીંના સુંદર બીચનો ખરો આનંદ લઇ શકો છો. લક્ષદ્વિપ તમારે વિમાનમાર્ગે અથવા દરિયાઈ માર્ગે પહોંચવું પડશે. કોચીન થી અગટ્ટી સુધીની ફ્લાઈટ અને શિપ મળી રહે છે.
પેરિયાર નેશનલ પાર્ક
પેરિયાર નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ એ કેરળમાં સૌથી શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીંયા વૃક્ષો અને પ્રાણીઓની અઢળક પ્રજાતિઓ જોવા મળે છે. ચોમાસાની શરૂઆતને કારણે અહીં કુદરતી સુંદરતા ઔર ખીલે છે. સૌથી નજીકનું એરપોર્ટ કોચીન અને રેલવે સ્ટેશન કોટ્ટયમ છે.
જૂન
ઇન્દિરા ગાંધી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી
આ સેન્ચ્યુરી અન્નામલાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યૂરીના નામે વધુ ઓળખાય છે. વેસ્ટર્ન ઘાટની આ સેન્ચ્યુરીમાં ઘણા આદિવાસીઓની પ્રજાતિ રહે છે. કોઇમ્બતુર એરપોર્ટ 111 કિમી અને પોલલચી રેલવે સ્ટેશન 67 કિમી દૂર છે.
વાયનાડ
વાયનાડમાં ચોમાસાની શરૂઆત જૂનમાં થતી હોવાથી અહીંયા એકદમ ઠંડુ વાતાવરણ અને શુદ્ધ પાણી વહેતુ જોવા મળે છે. અહીંયા બીચ પાર આનંદ લો અને લોકલ ક્વિઝીનની માજા માણો અને સાથે ધોધની મુલાકાત તો ખરી જ. કોઝીકોડે એપોર્ટ અને રેલવે સ્ટેશન બંને સૌથી નજીક છે.
કુર્ગ
કુર્ગ અને ત્યાંનો અબે ધોધ એ પરફેક્ટ જૂન ડેસ્ટિનેશન છે. મેન્ગલોરથી કુર્ગ 137 કિમી જ દૂર આવેલું હોવાથી ટેક્ષી અને બસ પણ મળી રહે છે.
જુલાઈ
ગુરાઇસ વેલી
ગુરાઇસ વેલી એ કાશ્મીરમાં ઓફ સીઝનમાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. વહેતી કિશનગંગા, સુંદર હરિયાળી અને બરફથી ઢંકાયેલી ખાટું ટોચ! આ અનુભવ જ કૈક અલગ હોય છે. સૌથી નજીકનું એરપોર્ટ 123 કિમી દૂર શ્રીનગર એરપોર્ટ છે.
જિમ કોર્બેટ નેશનલ પાર્ક
ભારતના આ પહેલા નેશનલ પાર્કમાં જુલાઈ થી સપ્ટેમ્બર ઓફ સીઝન હોય છે. પરંતુ તમે ટુર ગાઈડ ની મદદથી દેવી માતા મંદિર ટ્રેકિંગ, નેશનલ પાર્કમાં સફારી, કોર્બેટ ધોધ અને મ્યુઝીયમ વગેરે ફરી શકો છો. સૌથી નજીકનું રેલવે સ્ટેશન 85 કિમી દૂર રામનગર છે.
ઓગસ્ટ
ધર્મશાળા
મેકલોડિગંજની નજીક આવેલ નિસર્ગ ગામ વિષે ભાગ્યે જ લોકોને ખ્યાલ હોય છે. ધૌલાધારની બર્ફીલી પહાડીઓ એ જાણે અહીંથી સ્વર્ગ સમાન દીસે છે. ઓફ સીઝનમાં આ ઓફબીટ સ્થળની મુલાકાત કરવી જ જોઈએ. અહીંયાના ઓશો આશ્રમમાં તમે મેડિટેશનના શેશન પણ કરી શકો છો. દિલ્લી થી બાય રોડ અથવા ગગલ એરપોર્ટ થી બાય રોડ પહોંચી શકાય છે.
કિલોન્ગ
ઠંડીની શરૂઆત થતા જ કિલોન્ગમાંથી પ્રવાસીઓ જવા લાગે છે પરંતુ ત્યારે જ કરડંગ ગોમ્પા અને અન્ય પહાડીઓ સાચા અર્થમાં ખીલે છે. તમે અહીંયા માત્ર ટેક્ષી અથવા બસ થી જ પહોંચી શકો છો.
સપ્ટેમ્બર
બિંસાર
સપ્ટેમ્બરમાં શિયાળા માટેની તૈયારી કરું આ નાનકડું ગામ એની બિંસાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને લોકલ મંદિરો માટે જાણીતું છે. તમે અહીંયા ઓફ સીઝનમાં મુલાકાત લેશો તો ત્યાંના સ્થાનિકો પણ આશ્ચર્ય પામશે. કાઠગોદામથી બિંસાર માટે ટેક્ષી મળે છે.
ગુશેઇની
ગુશેઇની એ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કનું પાડોશી એવું એડવેન્ચર માટેનું સ્થળ છે. મોટાભાગે ગુશેઇની અહીંના સરળ અને સારા ટ્રેક અને હાઈક માટે જાણીતું છે. અહીં રહેવા માટે હોમસ્ટે બેસ્ટ ઓપ્શન છે. તમે અહીંયા ટ્રેકિંગ સિવાય ફિશિંગ પણ કરી શકો છો. કુલ્લુ મનાલી સૌથી નજીકનું એરપોર્ટ અને જોગીન્દર નગર તથા ચંદીગઢ સૌથી નજીકના રેલવે સ્ટેશન છે.
વૃંદાવન
અહીંયા સપ્ટેમ્બરમાં બહુ જ ઓછા પ્રવાસીઓની ભીડ હોવાથી આરામથી વૃંદાવન ઇસ્કોન મંદિર અને અન્ય મન્દિરોના દર્શન કરી શકાય છે. અહીંનું પાગલ બાબા મંદિર પણ અતિ સુંદર છે. અહીંયા રેલવે સ્ટેશન છે અને નજીકનું એરપોર્ટ દિલ્લી છે.
ઓક્ટોબર
દ્રાસ
ઓક્ટોબરમાં વિશ્વનું આ બીજા નંબરનું સૌથી ઠંડુ રહેવાલાયક સ્થળ તમને આવકારવા માટે તૈયાર છે. બોર્ડર હોવાના કારણે અહીંયા આમ જ પ્રવાસીઓ ઓછા આવે છે પરંતુ ઓફ સીઝન સ્થળોમાં આ બેસ્ટ છે. તમે અહીંથી કારગિલ અને લામાયુરુ સુધી ડ્રાઈવ કરી શકો છો અને સ્થાનિક વ્યંજનોનો આનંદ લઇ શકો છો. શ્રીનગર અને લેહ બંને એરપોર્ટથી દ્રાસ બાઈ રોડ આવવું પડે છે.
નંદા દેવી નેશનલ પાર્ક
ઠંડીની સીઝનમાં નંદાદેવીના બર્ફીલા પહાડો અને સાથે બદ્રીનાથ, જોશીમઠ અને નંદાદેવી મંદિરોની મુલાકાત અત્યંત સુખદ અનુભવ છે. દેહરાદૂન એરપોર્ટ 285 કિમી અને ઋષિકેશ રેલવે સ્ટેશન 270 કિમી દૂર છે.
યુકસોમ
કાંચનજંગા નેશનલ પાર્કની ટોચ પર આવેલું યુકસોમ ઓફ સીઝનમાં એની ખરી સુંદરતા દેખાડે છે. તમે અહીંયા દુબડી મોનેસ્ટ્રી જેવી મોનેસ્ટ્રી અને ખેચેપલરી લેકની મુલાકાત લઇ શકો છો. નવેમ્બરમાં હજુ ઠંડીની શરૂઆત થઇ રહી હોવાથી મોસમ પણ સારું રહે છે. નજીકનું રેલવે સ્ટેશન જલ્પાઈગુરી 150 કિમી અને એરપોર્ટ બગદોગરા 155 કિમી છે.
નવેમ્બર
માશોબ્રા, શિમલા
સફરજનના ખેતરો અને માશોબ્રા ફોરેસ્ટ સેન્ચ્યુરી માટે જાણીતું માશોબ્રા શીમળાના આઉટસ્કર્ટસમાં આવેલું છે. શિમલા એરપોર્ટથી અંતર માત્ર 12 કિમી છે.
ઝીરો
નોર્થ ઇસ્ટમાં ખ્યાતિ પામી રહેલું આ ગામ એ ઓફબીટ અને એડવેન્ચર માટેનું ગામ છે. ગુવાહાટી એરપોર્ટ થી લીલાબડી થઈને ઝીરો પહોંચી શકાય છે. અથવા જલ્પાઈગુરી સ્ટેશનથી પણ અહીંયા પહોંચી શકાય છે.
તવાંગ
નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની સૌથી સુંદર મોનેસ્ટ્રી, તવાંગ મોનેસ્ટ્રી અહીંયા આવેલી છે. નવેમ્બરમાં ફેસ્ટિવલ જોવા આવેલા પ્રવાસીઓ પાછા જય ચુક્યા હોય છે એટલે તમને હોય એકદમ શાંતિ સાથે ફરવાનો અનુભવ મળે છે. તમે આ મહિનામાં અહીંયા સેલા અને બુમલા પાસ જઈ શકો છો. 323 કિમી દૂર તેજપુર એ સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ છે.
ડિસેમ્બર
શોજા
જરોલી પાસ, તીર્થન વેલી અને સેરોલસર લેક જોવા માટે ઉનાળા દરમિયાન અહીંયા પર્યટકોનો મેળો જામેલો હોય છે. પરંતુ શિયાળામાં આ લેક જામેલું હોય છે અને તમને ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કનો ટ્રેક કરવાની તક આપે છે. મનાલીથી શોજા 503 કિમી દૂર આવેલું છે અને બસ થી પહોંચી શકાય છે.
ઔલી
એડવેન્ચર પ્રેમીઓ જે અન્ય પ્રવાસીઓથી ડિસ્ટર્બ નથી થવા માંગતા એમના માટે શિયાળામાં ઔલી બેસ્ટ છે. સ્કીઈંગ સીઝન શરુ થાય એ પહેલા જ અહીંની મુલાકાત લઇ લેવી જોઈએ. 273 કિમી દુર હરિદ્વાર સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને 150 કિમી દૂર દેહરાદૂન સૌથી નજીકનું એરપોર્ટ છે.
કૌસાની
ત્રિશુલ, નંદાદેવી અને પાંચુલીની પર્વતમાળાઓ ના બર્ફીલા વાતાવરણને કારણે અંગ્રેજોએ અને પોતાનં્ સમર હોમ બનાવ્યું હતું. હેવી સ્નો ફોલની આ સીઝનમાં તમે અહીંયા રુદ્રધારી ધોધનો ટ્રેક, બૈજનાથ મંદિરની શાંત મુલાકાત કરી શકો છો. કાઠગોદામ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે જે 133 કિમી દૂર છે.
પર્યટકો માટે સૌથી સારો સમય એ હોય છે જયારે અન્ય પ્રવાસીઓના ટોળા જે તે સ્થળે ન હોય. અને આ દરેક ઓફ બીટ સ્થળો ઓફ સીઝનમાં ફરવા માટે ખુબ જ સારા છે.
આ ઉપરાંત નીચેના સ્થળો પણ ઑસિઝનમાં ફરવા વધારે અનુકૂળ રહે છે.
ખજુરાહો
એક હજારથી પણ વધુ વર્ષ જૂનું કંડારીયા મહાદેવ, પાનના નેશનલ પાર્ક અન્ય કિલ્લાઓ અને અવશેષો.
ઔરોવિલ્લે
ઔરોવિલ્લેમાં ઓગસ્ટમાં વોલન્ટિયરિંગ કરવું અથવા મેડિટેશનના સેશન કરવા એ આખા વર્ષ દરમિયાન અહીંની મુલાકાત લેવા કરતા સારું છે. કારણકે એ સમયે અહીંયા ઓછા ટુરિસ્ટ જોવા મળે છે. ચેન્નાઇ અને પોન્ડિચેરી એ સૌથી નજીકના કનેક્ટિવિટી ધરાવતા સ્થળો છે.
ઓલ્ડ મનાલી
માર્ચમાં અહીંયા પ્રવાસીઓ હજુ ઓછા હોય છે એ સમયે તમે અહીંયા મનાલીની પરંપરાગત હોળી જોઈ શકો છો. ઉપરાંત હિડિમ્બા મંદિર પણ ખુલી ગયું હોવાથી ત્યાં પણ મુલાકાત લઇ શકો છો. ભુન્તર સૌથી નજીકનું એરપોર્ટ છે. (5 કિમી)
અપર ઝોંગુ ફોરેસ્ટ પાર્ક
નોર્થ સિક્કિમના કાંચનજંગા બાયોસ્ફિઅરમાં આવેલું આ એક નાનકડું ગામ છે. જાન્યુઆરીમાં ઓફ સીઝનમાં લોકલ ગાઈડની મદદથી સવારે ટ્રેક કરીને તમે કાંચનજંગા પીક જોઈ શકો છો અને થોલુંગ મોનેસ્ટ્રી ની મુલાકાત લઇ શકો છો. બગદોગરાથી સિલિગુડી , સિલિગુડી થી ગંગટોક થઈને અહીંયા પહોંચી શકાય છે. જલ્પાઈગુડી રેલવે સ્ટેશનથી ગંગટોક થઈને પણ અહીંયા પહોંચી શકાય છે.
મુસ્ત રેળ: બેસ્ટ પ્લેસીસ તો વિઝિટ ઈન જાન્યુઆરી ઇન્ડિયા
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.