મધ્યપ્રદેશ જેવી ચારેબાજુ ફેલાયેલી સુંદરતા, પરંપરાગત ગામ, મોટા મોટા કિલ્લા અને વિવિધ પ્રકારના જંગલી જાનવર ભારતના અન્ય કોઇ રાજ્યમાં કદાચ જ હોય. એટલા માટે મધ્ય પ્રદેશ ફરવાની પસંદગીના જગ્યાઓમાં સામેલ રહે છે પરંતુ મધ્યપ્રદેશના વ્યંજન એવા સ્વાદિષ્ટ છે કે શું કહેવું
ભોપાલ
જો તમે મધ્યપ્રદેશના વ્યંજનોને ચાખીને ફરવા માંગો છો તો શરુઆત કરો ભોપાલથી. ભોપાલ પ્રવાસીઓમાં વધુ જાણીતુ નથી પરંતુ અહીં ભોજન એવું છે કે તમે સ્વાદ નહીં ભૂલો. વાત ભલે સુલેમાની ચાની હોય કે ચટોરી ગલીના માંસાહારી ભોજનની, અહીં ભોજનનો સ્વાદ જ અલગ છે.
ભોપાલના સ્વાદની યાત્રા
ભોપાલનો ઇતિહાસ ઘણાં વર્ષો જુનો છે. આજે જુના ભોપાલમાં વિતેલા કાલની છટા જોઇ શકાય છે. વ્યંજનોનો સ્વાદ ચાખવા માટે તમારે અહીં જવું પડશે.
દિવસની શરુઆત સુલેમાની ચાની સાથે
ભારતમાં અલગ-અલગ પ્રકારની ચા પીવાય છે એટલે પોતાની યાત્રાની શરુઆત સુલેમાની ચા સાથે કરો. આ ચા માં ગળ્યો અને નમકીન એમ બન્ને પ્રકારનો સ્વાદ હોય છે કારણ કે તેમાં ખાંડ, મીઠુ અને ઘણી બધી મલાઇ નાંખવામાં આવે છે. એક કપ પીતા જ તમારી ઊંઘ ઉડી જશે. સુલેમાની ચા તમને જુના ભોપાલમાં જમાલ ભાઇની ચાની દુકાને જ મળશે. રસ્તામાં ઇટવાડા ચોક અંગે પૂછો, તમે યોગ્ય જગ્યાઓ પહોંચી જશો.
ઇટવાડા રોડની પાસે આપને કલ્યાણ સિંહનો સ્વાદ ભંડાર જોવા મળશે. આ જગ્યા અહીંની જાણીતી પૌવા જલેબી માટે પ્રસિદ્ધ છે. આ દુકાન સવારે 7 વાગે ખુલી જાય છે અને અહીંયા એ સ્વાદના શોખીનોની ભીડ વધવા લાગે છે જેઓ ભોપાલની જાણીતી સેવની સાથે પૌવા અને જલેબી ખાવા માંગે છે.
જુનું ભોપાલ નૉન-વેજ ખાવાના શોખીનો માટે સ્વર્ગ છે. દરેક દુકાન પર મસાલા યુક્ત માંસ કે માછલી સજાવેલી જોઇ શકાય છે. દુકાનની અંદર જઇને તમે મનપસંદ ચીજ ખાઇ શકો છો.
જમાલ ભાઇ ચા વાળાની દુકાનની પાસે જ એક નાનકડી દુકાન છે જ્યાં સ્વાદિષ્ટ મટન પાયા વેચાય છે. આ દુકાનનું કોઇ નામ નથી પરંતુ અહીં સ્વાદના શોખીનોનો જમાવડો થતો રહે છે. આ ભોપાલની એવી ગણતરીની જગ્યાઓમાં સામેલ છે જ્યાં સવારના નાસ્તામાં મટન બિરયાની મળે છે.
ભરપેટ નાસ્તા પછી તમે જામા મસ્જિદ અને મોટા તળાવ બાજુ ફરવા જઇ શકો છો. હરવા ફરવા થી તમારા પેટમાં બપોરના ભોજન માટે જગ્યા બની જશે.
નવાબી અંદાજમાં કોહ એ ફિઝા પર લંચ
ઇટવાડા રોડથી 15 મિનિટ દૂર કોહ-એ-ફિજા સ્થિત છે. નૂર-ઉસ-સબાહ એક રેસ્ટોરન્ટ છે જ્યાં આજે પણ જુના ભોપાલનો નવાબી અંદાજ જોવા મળે છે. અહીં બપોરનું ભોજન કરવાની સ્ટાઇલ અલગ છે કારણ કે અહીંથી મોટા તળાવનો નજારો જોવા મળે છે. નૂર-ઉસ-સબાહનું ભોપાલી ચિકન કોરમા અને ખાંડેલા મસાલાનું માંસ (ખાંડેલા મસાલાની સાથે પકવેલું મટન) જરુર ચાખો.
નૂર-ઉસ-સબાહ ઉપરાંત જહાનુમા પેલેસ પણ લંચ કરવા માટે સારી જગ્યા છે. આ ભવ્ય હોટલમાં સ્થિત શાહનામા રેસ્ટોરંટ અહીંની ખાસિયત ભોપાલી ફિલ્ફોરા માટે ઓળખાય છે જે મસાલા લગાવીને ધીમા તાપે રાંધેલુ પેરુનું માંસ હોય છે. જો તમે ચિકન અને મટનથી ઉબાઇ ગયા છો તો અહીં આપને બટેર મુસલ્લમ પણ મળી જશે.
સાંજ માટે
ચટોરી ગલીનો પાયા સૂપ
ભોપાલી ખાણી-પીણીના એવા શોખીન છે કે તેમણે પોતાની ગલીનું નામ જ ચટોરી ગલી રાખી દીધું છે. આ વિસ્તાર જુની દિલ્હી જેવો છે. મટન પાયા સૂપ અહીંની ખાસિયત છે. આ સૂપ મટનને ધીમા તાપે રાંધીને ગાઢ શોરબા (સૂપ) સાથે પીરસવામાં આવે છે. અહીંનો સૂપ દિલ્હી અને હૈદરાબાદની સરખામણીમાં વધારે ગાઢ હોય છે. આ સૂપ બકરાના માંસના કિમા, બારીક કાપેલા લીલા ધાણા અને મિક્સ મસાલાની સાથે પિરસવામાં આવે છે. જે ડિનરની શરુઆત કરવા માટે યોગ્ય છે.
ઝિલ્લી મિયાં પર બડે નો કબાબ
ચટોરી ગલીની ખાસિયત બડે નો કબાબ નબળા હ્રદયવાળા માટે નથી. એક નાનકડા ખૂણામાં બનેલી આ દુકાનમાં બડેના માંસથી બનેલું કબાબ મળે છે જે મોંમા રાખતા જ ઓગળી જાય છે.
સાયકલ સૂપવાળા પર શાકાહારી સ્વાદની મજા લો
શાકાહારીઓએ નિરાશ થવાની જરુર નથી. સાયકલ સૂપવાલાનું નામ હવે સાગર ગાઇરે થઇ ગયું છે, એક ફેરિવાળાની રસપ્રદ સ્ટોરી છે જેણે ફેરી લગાવવાથી શરુઆત કરીને આજે ભોપાલમાં પોતાની ઘણી દુકાનો ખોલી નાંખી છે. આ અદ્ભુત દુકાનો પર જાત જાતના સૂપ, ટ્રિપલ ચીઝ સેંડવિચ અને વેજ બિરીયાની મળે છે.
બન કબાબ સ્ટાલ
બન કબાબ તમારા જીવનનો સૌથી સ્વાદિષ્ટ બર્ગર સાબિત થશે. ધીમા તાપે પકવેલું નરમ માંસ બનની વચ્ચે રાખીને ડુંગળી અને ચટણીની સાથે પીરસવામાં આવે છે.
ઇબ્રાહિમપુરાની હોટલ જમીલ
હોટલ જમીલ અહીંની કેસરવાળી રોટી શીરમાલ માટે જાણીતી છે. આ રોટલી કબાબ કે તળેલી મરઘીની સાથે ઘણી સ્વાદિષ્ટ લાગે છે.
મીઠાઇની વ્યવસ્થા
જો તમને જમ્યા પછી ગળ્યું ખાવાની ટેવ છે તો જુના ભોપાલમાં તમને નિરાશા નહીં સાંપડે
બરફી રસમલાઇ
જામા મસ્જિદની પાસે સુરેન્દ્ર જૈન સ્ટૉલ, દ્રોના બરફી રસમલાઇ બનાવે છે. નામની સાથે જ બનાવવાની રીત પણ અનોખી છે. ભૂકો કરેલી બરફીની સાથે રબડી મિલાવીને ઉપરથી ફ્લેવરવાળી ચાસણી અને ગુલાબજાંબુ નાંખીને પાંદડાથી બનેલા પડિયામાં પીરસવામાં આવે છે. વિશ્વાસ કરો, એકવારથી તમારુ મન નહીં ભરાય અને તમે વધારે ખાવા ઇચ્છશો.
હાજી લસ્સીવાળા
ઇટવાડા ચોકની પાસે હાજી લસ્સીવાળો જેવી લસ્સી આપે છે તેવી લસ્સી બીજુ કોઇ નથી આપતું. દૂધ મલાઇથી બનેલી આ લસ્સીમાં ચમચી ભરીને ફાલૂદા સેવ નાંખવામાં આવે છે. આ લસ્સી ફાલૂદામાં ખાસ્સા બધા સૂકા મેવા નાંખવામાં આવે છે જેનાથી તેનો સ્વાદ અનોખો થઇ જાય છે.
શાહી ટુકડા
જુના ભોપાલના ખાસ અંદાજમાં બનેલા શાહી ટુકડા આપને જરુર પસંદ આવશે. ઘણાં બધા ખુમચા પોતાની રીતે બનાવીને વ્યંજન પીરસે છે. ઘણી દુકાનો પર આપને ખીર અને કેરીની કુલ્ફી પણ મળી જશે.
જો તમે ભોપાલના બધા વ્યંજનોનો સ્વાદ ચાખવો છે તો તમારે હરવા ફરવાના કાર્યક્રમમાં એક દિવસ વધી જશે. આ શહેરની રસોઇથી આ વ્યંજનો ઉપરાંત બીજા પણ ઘણાં સ્વાદિષ્ટ પકવાન નીકળે છે.