જો તમે બેંગકૉકમાં પોતાની રજાઓ પસાર કરી રહ્યા છો અને શૉપિંગ, વોટર સ્પોર્ટ્સ અને બાકી ચીજો બુક કરી ચૂક્યા છો તો સમય થઇ ગયો છે એક વધુ રોમાંચ એટલે કે અહીંના સ્વાદને ચાખવાનો. અહીં આવો તો બેંગકૉકના સ્ટ્રીટ ફૂડને ચાખવાનું બિલકુલ ન ભૂલતાં.
બેંગકૉક, થાઇલેંડ
બેંગકૉકમા સ્ટ્રીટ ફૂડ થોડુક સસ્તું છે, અને સ્વાદિષ્ટ પણ. જો તમે એક ફૂડી છો અને બેંગકૉકમાં ખાવા પર વધુ ખર્ચ પણ નથી કરવા માંગતા તો તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો.
બેંગકૉકમાં સ્ટ્રીટ ફૂડ તમારા પર્સ પણ ભારે નથી અને પેટ પણ ભરાઇ જાય છે.
ચાટુચક વીકેન્ડ માર્કેટ, ચાટુચક
થાઇલેન્ડ
ચાટુચક વીકેન્ડ માર્કેટ, ખરીદારી અને ખાવા, બન્ને માટે સારુ છે.
આ ઘણું મોટુ બજાર છે જેને ફરવામાં સમય લાગે છે. આની ગલીઓમાં ચાલતા ચાલતા ક્યારે બપોર વીતી ગઇ ખબર જ નથી પડતી.
હું સૌથી પહેલા એક આઇસ્ક્રીમ ખાવાની જોરદાર સલાહ આપું છું કારણ કે અહીં નારિયેળ આઇસ્ક્રીમ વેચનારા ઘણાં બધા સ્ટ્રીટ વેન્ડર છે. આઇસ્ક્રીમની કિંમત પસંદ કરવામાં આવેલા ટોપિંગના હિસાબે થાય છે. જે આ આકરી ગરમીમાં એકદમ યોગ્ય નિર્ણય છે. આઇસક્રીમ ઉપરાંત, પોર્ક બન્સ અને ચિકન / પોર્ક સૈટે વેચનારા સ્ટોલ છે, જેને તમે સરળતાથી હાથમાં લઇને ખરીદી કરતી વખતે ખાઇ શકો છો. અરે હાં, થાઇ આઇસ ટી લેવાનું ભૂલતા નહીં!
પ્રટનમ માર્કેટ રેચૈતવી થાઇલેન્ડ
પ્રટનમ એક હોલસેલ શોપિંગ એરિયા છે. આ એ જગ્યા છે જ્યાં પ્લેટિનમ મૉલ અને પ્રટનમ માર્કેટ છે. ગલીની સાથે જ ક્યાંક ( હું સ્ટોલનો નંબર ભુલી ગયો છું ), એક જાણીતો સ્ટોલ છે જે છાર સીઉ વૉનટન નૂડલ્સ અને બ્રેઝ્ડ પોર્ક ભાત વેચે છે. એક જાણીતો સ્ટોલ છે જે છાર સીઉ વૉનટન નૂડલ્સ અને બ્રેઝ્ડ પોર્ક રાઇસ (ભાત) વેચે છે. તમે આ આ અંગે આજુબાજુમાં પૂછી શકો છો અને લગભગ બધા તમને જણાવી દેશે કે તે ક્યાં છે. જો તમે આની સામેથી પણ પસાર થાઓ છો તો જરુર એક લાંબી લાઇન જોઇને જાણી જશો. લાઇનમાં લાગવાની ચિંતા ન કરો કારણ કે જલદી ખાવાનો નંબર આવી જાય છે.
38 સુખુમવિટ રોડ બેંગકૉક, થાઇલેન્ડ
સુખુમવિટ સોઇ 38 એક છુપાયેલો ખજાનો છે. આ એક સ્ટ્રીટ ફૂડ ની ગલી છે, જે કેવળ રાતે લગભગ 7 વાગે ખુલે છે. હું તેમના પેડ થાઇ અને સ્ટિકી મેંગો રાઇસની ભલામણ કરીશ (જેવા તમે ગલીમાં જશો, તે તમારી જમણી તરફ આવશે) અને જો તમે ગલીની નીચે ઉતરી રહ્યા છો તો તમારી જમણી તરફ એક ડક રાઇસ સ્ટૉલ છે (જે મને ઘણો સારો લાગ્યો હતો). હકીકતમાં અહીં ખાવાના ઘણાં સ્ટૉલ છે અને મારુ સૂચન છે કે જો તમે ગ્રુપમાં જઇ રહ્યા છો તો બધાએ અલગ અલગ ડીશ ઓર્ડર કરવી જોઇએ. એક તો આ કરવાથી વેરાયટી મળી જશે અને બધાને અલગ અલગ વ્યંજનોનો સ્વાદ ચાખવા પણ મળી જશે. પસાર થતી કારો અને મોટરસાયકલની સાથે રોડ પર ભોજન કરવાનું સાચે જ એક થાઇ અનુભવ છે.