2021 ના એપ્રિલમાં કોરોનાની ફર્સ્ટ લહેર આવી એને એક વર્ષ થઇ ગયું. વર્ક ફ્રોમ હોમ કરતા કરતા ઘણા લોકો કોઈ ને કોઈ પ્રકારના ટેન્શન તો રહેતા થઇ જ ગયા છે. અને એટલે જ મેં ગયા માર્ચ માં 10 દિવસના વિપશ્યના કોર્સનું રજીસ્ટ્રેશન કર્યું અને 2 દિવસમાં તો અપ્રુવ પણ થઇ ગયું.
લુમ્બિની સાંસ્કૃતિક
એપ્રિલ 15 થી 26 ની આ શિબિર માટે હું નેપાળ જવા નીકળ્યો ત્યારે મને ખ્યાલ ન હતો કે આવતા થોડા દિવસોમાં કોરોનનાં કેસ ના નવા રેકોર્ડ બનવા લાગશે. માનસિક તણાવને દૂર કરવા માટે હું નીકળ્યો હતો. તમારે પણ કોઈ પણ માનસિક તણાવ દૂર કરવા માટે વિપશ્યના ના ફાયદાઓ જાણવા જોઈએ.
શું છે વિપશ્યના
વિપશ્યનાનો અર્થ છે વિશ્વને એના વાસ્તવિક સ્વરૂપમાં જોવું. મતલબ કે દરેક વસ્તુને સમાન રીતે જોવી. જે થઇ રહ્યું છે જેવું થઇ રહ્યું છે એને એ જ રીતે જોવું, કોઈ પણ લાગે, લગાવ કે ઈચ્છા વગર.
વિપશ્યનાનો આ અનુભવ તમને જીવન તરફ અલગ દ્રષ્ટિકોણ આપશે.
શું હોય છે વિપશ્યનાના આ દસ દિવસના કોર્સ માં?
પહેલા દિવસની શરૂઆત થાય છે પંચશીલ એટલે કે પાંચ નિયમોથી જે છે - સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, અને બ્રહ્મચર્ય
સત્ય - ખોટું ન બોલવું
અહિંસા - હિંસા ન કરવી
અસ્તેય - ચોરી ન કરવી
અપરિગ્રહ - ધુમર્પણ ન કરવું
બ્રહ્મચર્ય - વ્યભિચાર ન કરવો
આ પાંચ નિયમોને શિબિરના અંત સુધી ફોલો કરવાના હોય છે.
શિબિરના દસ દિવસો દરમિયાન તમારે સંપૂર્ણપણે મૌન રહેવાનું હોય છે જેના ફાયદાઓ તમને આગળથી જાણવા મળશે. દસ દિવસ દરમિયાન તમારી એક નિશ્ચિત દિનચર્યા રહેશે, અને તમને પુરા વિશ્વમાં સૌ અલગ જ અનુભવ થશે.
શિબિર કાર્યક્રમની શરૂઆત
15 થી 26 ની શિબિરમાં 15 તારીખે તમારો કોઈ પણ ઈલેકટ્રીક સમાન લઇ લેવામાં આવે છે અને 16 મી થી શિબિર શરુ થાય છે. તમે દસ દિવસ સુધી તમારી પાસે કોઈ કાગળ અને પેન પણ નથી રાખી શકતા. માત્ર કપડાં અને નાહવાની વસ્તુઓ રાખી શકો છો. તમને એક સિંગલ રૂમ આપવામાં આવે છે અને તેમાં બધી જ જરૂરી વસ્તુઓ પહેલેથી જ હોય છે.
15 એ સાંજે તમને આગલા દસ દિવસ માટે એક હોલમાં જાણકારી આપવામાં આવે છે. તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે કોઈ અન્ય વ્યક્તિને કરાગ વગર હેરાન નહીં કરો અને મૌન રહેશો. કાંઈ જરૂર પડે તો સહાયકોને બહુ ઓછા શબ્દોમાં કહી શકો છો. રાતે 9 વાગે છેલ્લા ઘંટ પછી સુવાનો સમય આવી જાય છે.
બીજા દિવસે સવારે 4 વાગે દિનચર્યા શરુ થશે.
તમને કહી દઉં કે દિનચર્યા વાંચવામાં જેટલી કઠિન લાગે છે એટલી ખરેખર નહીં લાગે. 4 વાગે પ્રથમ ઘંટ પછી બ્રશ વગેરે કરીને 4 30 એ બીજા ઘંટ પછી એક મોટા હોલમાં ધ્યાન કરવાનું હોય છે જેનો પ્રકાર દર રોજ બદલાય છે. 6 30 વાગે ધ્યાન પૂરું થયા પછી નાશ્તો કરવાનો હોય છે. ત્યાર પછીના 1 30 કલાક તમે ફ્રેશ થઇ શકો છો. 8 થી 11 ધ્યાન કરવાનું હોય છે જેમાં 8 થી 9 હોલમાં અને 9 થી 11 ગુરુજીના કહેવા મુજબ હોલ અથવા રૂમમાં ધ્યાન કરવાનું હોય છે. 11 થી 12 ભોજન અને 12 પછી ધ્યાન અંગેના સવાલો સૌથી મોટા ગુરુજીને પૂછવાનો સમય હોય છે. 1 વાગ્યા સુધી તમે આરામ પણ કરી શકો છો.
1 વાગ્યાથી 4 કલાકનું ધ્યાન નું શેસન હોય છે જે 3 ભાગમાં હોય છે અને વચ્ચે 5 10 મિનિટનો બ્રેક પણ હોય છે. 5 વાગે નાશ્તો અને 6 થી 7 ફરીથી ધ્યાન. 7 થી 8 30 એસ એન ગોયન્કાનો લેક્ચર હોય છે. ગોયન્કાજી લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક ભ્રમ દૂર કરે છે અને ધ્યાનમાં થવા વાળી મુશ્કેલીઓ વિષે પણ વાત કરે છે. 8 30 થી 9 અડધા કલાકનું એક શેસન હોય છે જેમાં ગોયન્કાજી બીજા દિવસે કઈ રીતે ધ્યાન કરવું એ સમજાવે છે.
આ જ દિનચર્યા પછીના 9 દિવસ ફોલો કરવાની હોય છે. તમને હું બધું જ ડિટેઈલમાં નથી કહી રહ્યો કારણકે જાતે જ અનુભવ કરવો જરૂરી છે. તમારી જીવનને જોવાની રીત માત્ર જાતે અહીંયા આવવાથી જ થશે.
શીલથી શરુ કરીને વિપશ્યના સુધી પહોંચવાની રીત
પંચ શીલ પછી સાધના એટલે કે ધ્યાન કરવું, અને પછી સૌથી મોટો તબ્બકો એટલે કે પ્રજ્ઞા જેનો મતલબ છે સ્થિતપ્રજ્ઞ થઈને વિશ્વને જોવું. આના માટે 2 કલાક સ્પેશ્યલ શેસન હોય છે જેમાં પ્રજ્ઞા વિષે માહિતી મળશે.
વિપશ્યના સાથે જોડાયેલા મિથ્ય
વિપશ્યના ને ધર્મ સાથે જોડવામાં આવે છે, પરંતુ આ એક માત્ર ગૌતમ સિદ્ધાર્થ એ બતાવેલો રસ્તો છે. જેમાં તમે તમારા આંતરિક રાગ, દવશ, ઈર્ષ્યા, ઈચ્છા અને વિકાર થી મુક્તિ પામી શકો છો. 10 દિવસ તમારે ધાર્મિક પ્રવૃત્તિથી દૂર રહેવાનું હોય છે પરંતુ પાછા 10 દિવસ પછી તમે ફરી તમારા ધર્મ સાથે જોડાઈ શકો છો.
ફી:
11 માં દિવસે જો તમને એવું લાગે કે આ દરેક લોકોએ કરવું જોઈએ અને આ કરવાથી ભલું થશે તો તમે દાન આપી શકો છો. હું ઘણું જ શીખ્યો છું એટલે હું તમને સલાહ આપીશ કે તમે એક વખત જરૂર પ્રયત્ન કરો.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.