શિમલામાં એવું શું છે કે લોકો ત્યાં વારંવાર જવાનું પસંદ કરે છે?
ધીમી ગતિએ ચાલતા આ શહેરમાં 19 મી સદીના સ્મારકો, પ્રાકૃતિક સુંદર લેન્ડસ્કેપ, સફરજનના બગીચાઓ, અને ગરમીના સમયમાં અનુકૂળ વાતાવરણને કારણે પર્યટકો હંમેશા અહીં આવવા તત્પર હોય છે.
અમે તમારા માટે 3 દિવસનો શિમલા ફરવાનો પ્લાન બનાવ્યો છે.
શિમલા કઈ રીતે પહોંચવું?
આ શહેર દિલ્લી અને ચંદીગઢ સાથે જોડાયેલું છે. દિલ્લીથી 10 કલાકના સમયે વાહન માર્ગે પણ આવી શકાય છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન કાલકા છે જે શિમલાથી 96 કિમી દૂર છે. લગભગ રોજના 4 રાઉન્ડ ટ્રીપ ટ્રેન અહીંયા ચાલે છે. શિમલામાં અને નજીકના સ્થળોએ ફરવા માટે તમે રાજ્ય સરકારની બસો અને પ્રાઇવેટ ટેક્ષીનો ઉપયોગ કરી શકો છો.
દિવસ 1
મોલ રોડ
મોલ રોડ, રીઝ અને ચર્ચ સવારે ફરવા માટે બેસ્ટ સ્થળો છે કારણકે અહીંયા સવારે ભીડ ઓછી રહેતી હોવાથી સુંદર નજારાઓ જોવાનો આનંદ અનેરો છે.
વાઇસરીગાલ લોજ
બપોરે વાઇસરીગાલ લોજ એટલે કે અત્યારનું રાષ્ટ્રપતિ નિવાસ તરીકે જાણીતું સ્થળ ફરવા જાઓ. શિમલા જયારે અંગ્રેજોના સમયમાં ઉનાળાની રાજધાની હતું ત્યારે અહીંયા અંગ્રેજ વડાઓનું રહેઠાણ હતું. આ આલીશાન ભવન ઓબિસર્વેટરી હિલ પર છે. સવારે 9:30 થી 5:30 ખુલે છે અને સોમવારે બંધ રહે છે. ભારતીયો માટે ટિકિટ 40 રૂપિયા અને વિદેશીઓ માટે 85 રૂપિયા છે.
જાખું મંદિર
8000 ફૂટની ઉંચાઈ પર આ પ્રાચીન મંદિર આવેલું છે. અહીંયા સુધીની સફર ચાલીને કરવાની માજા જ કૈક ઔર છે. અહીંયા ભગવાન હનુમાનજીની 30 મીટર ઉંચી પ્રતિમા આવેલી છે. દર્શન સવારે 5 થી 12 અને સાંજે 4 થી 9 થાય છે.
દિવસ 2
કુફરી
શિમલાથી 20 કિમી દૂર આવેલા કુફરીમાં એક દિવસની યાત્રા કરી શકાય છે. પરંતુ રાતવાસો શિમલામાં કરવો જ હિતાવહ છે.
કુફરી ફન વર્લ્ડમાં એક દિવસ
ગો કાર્ટિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે કુફરી ફન વર્લ્ડ બેસ્ટ છે. અહીંયા ગો કાર્ટિંગ સૌથી ઉંચા સ્થળે કરવામાં આવતું હોવાનું કહેવાય છે. અને ગો કાર્ટિંગને અદભુત બનાવે છે હિમાલયના પર્વતોનું દ્રશ્ય. પરિવાર સાથે સમય વિતાવવા અને સફરને યાદગાર બનાવવા માટે અહીંયા ઘણા પ્રકારની સવારીઓ કરવા મળે છે. સમય સવારે 9 થી 7 અને ભાવ 500 રૂપિયાથી શરુ થાય છે.
મહાસુ પીક
મહાસુ પીક એ કુફરીનું સૌથી ઉંચુ સ્થળ છે જ્યાં તમે ઘોડા અથવા ખચ્ચરની સવારી કરીને જઇ શકો છો. સાફ વાતાવરણમાં તમને ત્યાંથી કેદારનાથ અને બદ્રીનાથની પર્વતમાળાઓના દર્શન પણ થઇ શકે છે.
દિવસ 3
ચૈલ
શિમલાથી 45 કિમી દૂરની ચૈલ પહાડીનાં મનમોહક દ્રશ્યો ઘણા પર્યટકોને આકર્ષે છે. આ શાંત અને ઓછી ભીડભાડ વાળા સ્થળે તમને રાત્રિરોકાણની વ્યવસ્થા પણ સરળતાથી મળી રહે છે.
કાલી કા ટિબ્બા
ફોટોગ્રાફી શોખીનો માટે કાલીકે ટિબ્બા 360 ડિગ્રી વ્યુ આપે છે. અહીંયા પ્રાચીન કાલી મંદિર પણ છે અને ત્યાં ઘણા સ્થાનિકો પણ શ્રદ્ધા થી આવે છે. આ શિખરથી ચૂર ચાંદની અને શિવાલિક રેન્જ જોઈ શકાય છે.
ચૈલ ક્રિકેટ સ્ટેડિયમ - વિશ્વનું સૌથી ઉંચુ ક્રિકેટ સ્ટેડિયમ
2144 મીટરની ઉંચાઈએ બનેલું આ સ્ટેડિયમ સૌથી ઉંચુ ક્રિકેટ સ્ટેડિયમ છે. ચૈલ બજાર થી 2 કિમી દૂર આ સ્ટેડિયમ ચારે બાજુ દેવદારના વૃક્ષોથી ઘેરાયેલું છે. અહીંથી સતલુજ, શિમલા અને કસોલીના સુંદર દ્રશ્યો દેખાય છે.
શિમલમાં હોટેલ્સ:
સ્પ્રિંગફિલ્ડ, શિમલા- રૂ 6000 થી શરુ*
વાઇલ્ડ ફ્લાવર હૉલ, શિમલા- રૂ 18,000 થી શરુ*
શિમલામાં ખાવાપીવાની શ્રેષ્ઠ જગ્યાઓ
1 વિકેન્ડ બેક કાફે: ઓર્ગેનિક કોફી, હેન્ડ ટોસડ પીઝા , કેક, આંતરરાષ્ટ્રીય વ્યંજન અને લાઈવ સંગીતની માજા માણવા માટે આ જગ્યા બેસ્ટ છે.
2 કૃષ્ણા બેકર્સ: આ નાનકડી જગ્યા સ્વાદિષ્ટ ચાઈનીઝ ફૂડ માટે વખણાય છે.
કુફરીમાં ખાવાપીવાની શ્રેષ્ઠ જગ્યાઓ
1 હિમાચલ પ્રદેશ ટુરિઝમ કેફે લલિત: પાકિસ્તાન ભારત વચ્ચેના શિમલા કરારનું ઐતિહાસિક સ્થળ હોવાથી આ જગ્યા ઘણી પ્રખ્યાત છે.
2 વ્યુ મેજીક : 3000 રૂપિયાથી શરુ
ચૈલમાં ખાવાપીવાની શ્રેષ્ઠ જગ્યાઓ:
1 ચૈલ પેલેસ રેસ્ટોરન્ટ
2 સોનીકે ઢાબા
શિમલા ફરવાનો શ્રેષ્ઠ સમય
માર્ચ થી જૂન કારણકે તાપમાન 15 થી 30 ડિગ્રી રહે છે અને વરસાદ પણ ક્યારેક જ થાય છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.