કેરળમાં કરવા જેવી પ્રવૃતિઓ

Tripoto

મહાકાય હાથીઓ, પૌરાણિક મંદિરો, અને કુદરતી સુંદરતાને કારણે કેરળને સાચી રીતે જ ગોડ્સ ઔન કન્ટ્રી કહેવાય છે. અહીંયા આયુર્વેદ અને પૌરાણિક માર્શલ આર્ટનો જન્મ થયો હોવાનું મનાય છે. નેશનલ જિઓગ્રાફિકના મતે પણ કેરળ વિશ્વના ૧૦ શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.

જવાનો શ્રેષ્ઠ સમય: જૂનથી ઓગસ્ટ

Photo of Kerala, India by Jhelum Kaushal

કેરળમાં કરવા જેવી પ્રવૃતિઓ

1 કોચીમાં સવાર ગાળો

કોચી એ કેરળનું પોર્ટ ટાઉન છે. સૌથી પહેલા મલબાર કોસ્ટ પાસે 15મી સદીના ચાઈનીઝ ફિશિંગ નેટ જોવા જાઓ. તમારો સૂર્યોદય અહીંની વાઇબ્રન્ટ પોર્ટ લાઈફ સાથે ગાળો.

શું જોવું: ચાઈનીઝ ફિશિંગ નેટ, મટ્ટણચેરી પેલેસ, પરદેશી સાઈનાગોગ, ચેરાઈ બીચ

2) ભારતમાં પહેલું યુરોપિયન ચર્ચની મુલાકાત લો

1503 માં બંધાયેલું આ સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ એ ભારતમાં પહેલું ચર્ચ હતું. વાસ્કો ડી ગામાને પહેલા અહીંયા દફનાવવામાં આવ્યો હતો અને પછી એને 1524 માં લિસ્બન લઇ જવામાં આવ્યો.

3) કેરળ કથકલી સેન્ટરમાં સંસ્કૃતિને ઓળખો

સંતા ક્રુઝ બ્રાઝીલિકાની નજીક આવેલા આ કથકલી સેન્ટરમાં કેરળ કલામંડલમ યુનિવર્સીટીના કથકલીના કાર્યક્રમો જુઓ. સાંજે 6 વાગે શરુ થતા આ કાર્યક્રમો ભારતની ખરી સંસ્કૃતિની ઝલક બતાવે છે. કથકલી સાથે મ્યુંજીહક અને ભારતીય માર્શલ આર્ટના પણ કાર્યક્રમો થાય છે.

સમય: માર્શલ આર્ટ - સાંજે 4 થી 5 , કથકલી 6 થી 7 : 30 , મ્યુઝીક 8 થી 9 , મેડિટેશન સવારે 8 થી 9 અને યોગ 6 : 30 થી 8 તથા 9 થી 10 : 30

એન્ટ્રી ફી: કથકલી - 300 રૂ., મ્યઝીક અને ડાન્સ : 300 રૂ., માર્શલ આર્ટ 250 રૂ., મેડિટેશન 200 રૂ., અને યોગ 350 રૂ.

Photo of Kerala Kathakali Centre, KB Jacob Road, Fort Nagar, Fort Kochi, Kochi, Kerala, India by Jhelum Kaushal

4) મુન્નાર રોડ ટ્રીપ

મુન્નાર ચા ના બગીચાઓ જોવા માટે સેલ્ફ ડ્રાઈવ કરીને જાઓ. રસ્તામાં ઘણા જ સુંદર કુદરતી સ્થળો જોવા મળે છે જેમકે છેયારા અને વાલરા વોટરફોલ, કાપરીક્ક્ડ અભ્યારણ્ય, અને એલીફન્ટ અનાથ આશ્રમ એન્ડ એનિમલ રેસ્ક્યુ સેન્ટર. (જે સોમવારે બંધ રહે છે)

શું જોવું: એરાવીકુલમ નેશનલ પાર્ક, અનામુડી પીક ટ્રેકિંગ, માઉન્ટેન બાઈકિંગ, આયુર્વેદિક સ્પા, અટ્ટૂકુલ વોટરફોલ ફરો અને નીમી સુનિલ કુમારના કુકીંગ ક્લાસ કરો.

ક્યાં રહેવું: Parakkat Nature Resort, Chandys Windy Woods, The Fog Munnar (Resort & Spa) 

Photo of Munnar, Kerala, India by Jhelum Kaushal

5) મુન્નારના ચા ના મ્યુઝીયમ

કન્નન દેવાન હિલ્સ પર આવેલા ચાના મ્યુઝીયમ જે ઈડ્ડુકી ડિસ્ટ્રિક્ટમાં આવેલા છે એની મુલાકાત લો. અહીંયા તમને કેરળના વેસ્ટર્ન ઘાટનો ખરો અનુભવ થશે. અહીંની આરામદાયી પ્રવૃતિઓ ઉપરાંત તમને અહીંના ચા ના બગીચાઓ ઓફબીટ અનુભવ આપશે.

સમય: ગુરુવાર થી રવિવાર, સવારે 9 થી સાંજે 5 , સોમવારે બંધ

એન્ટ્રી ફી: 75 વ્યક્તિદીઠ, બાળકો 35 અને કેમેરા 20

Image Credits: Marcin Wichary

Photo of Munnar Tea Garden, Kochi - Madurai - Dhanushkodi Road, Devikulam, Kerala, India by Jhelum Kaushal

6) મટ્ટુપેટ્ટીની હરિયાળી વેલી

મટ્ટુપેટ્ટી મુન્નારનું ફેમસ હિલ સ્ટેશન છે અને અનામુડી પીકથી નજીક છે. અહીંયા ટ્રેકિંગ અને બર્ડ વૉચિંગ પ્રખ્યાત છે. મટ્ટુપેટ્ટી ડેમ જાઓ અને બોટ રાઈડનો અનુભવ પણ કરો.

7) એરાવીકુલમ નેશનલ પાર્ક

Photo of Mattupetty, Munnar, Kerala, India by Jhelum Kaushal

આ નેશનલ પાર્ક કેરળ આવતા દરેક વ્યક્તિ માટે ઘણું જ પ્રખ્યાત વાઇલ્ડલાઇફ પાર્ક છે જે 97 સ્ક્વેર કિમીમાં ફેલાયેલું છે. અહીંયા રેર નીલગીરી વૃક્ષો અને પ્રાણીઓ, પક્ષીઓ તથા પતંગિયાઓ જોવા મળે છે. દર 12 વર્ષે અહીંની પહાડીઓ નીલકુરીંજી ફૂલના કારણે ભૂરા કલરમાં પરિવર્તિત થઇ જાય છે! અને બાકીના સમયમાં અહીંયા ચા ના બગીચાઓ જોઈ શકાય છે.

સમય: સોમથી રવિ, સવારે 7 : 30 થી સાંજે 4 , એપ્રિલ થી જાન્યુઆરી

એન્ટ્રી ફી : ભારતીયો માટે 95 , બાળકો માટે 70 , વિદેશીઓ માટે 380 , રિઝર્વેશન 50

Photo of Eravikulam National Park, Kannan Devan Hills, Kerala, India by Jhelum Kaushal

8) પેરિયાર ટાઇગર રિઝર્વ

અહીંયા કેરળમાં હરિયાળી તો છે જ સાથે સાથે ભારતીય વાઘને જોવાની તક મલ્તી હોય તો કોણ જવા દે! તમે અહીંના પેરિયાર ટાઇગર રિઝર્વમાં ગાઇડેડ ટુર લઇ શકો છો અને જંગલજીવનને નજીકથી જોઈ શકો છો.

સમય: સવારે 6 થી સાંજે 6 રોજ, 30 મિનિટની બોટ રાઈડ, સમય સવારે સવા સાત, સવા નવ, સવા અગ્યાર, બપોરે દોઢ અને સાંજે ચાર

કિંમત: ભારતીય 25 , વિદેશી - 300 , કેમરા - 100 , વિડિઓ કેમેરા - 250 , બોટ - 275

9) પેરિયાર ટાઇગર રિઝર્વમાં રાત્રિરોકાણ

ટાઇગર રિઝર્વની નજીકના કુમિલી ગામમાં કોટેજમાં રાત્રી રોકાણ કરી શકાય છે. આ હોમેસ્ટેમાં રહેવું એ અહીંનો એક શ્રેષ્ઠ અનુભવ છે.

ક્યાં રહેવું: Homestay 

Photo of Periyar Tiger Reserve, Kumily, Kerala, India by Jhelum Kaushal

10) એલેપ્પી

મારરી અને અલ્લપુઝા બીચ પર તમારો દિવસ પસાર કરો. અહીંયા કેમલ સફારી અને રેટિના ઉત્સવો પણ થાય છે. અહીંયા મારારીકુલં ગામમાં ફિશિંગ પણ કરી શકાય છે. લોકલ ઉત્સવો માટે કેરળ ટુરિઝમ ની વેબસાઈટ જોઈને જવું હિતાવહ છે.

ક્યાં રહેવું: Treebo Palmyra Grand Suite, Bamboo Lagoon Backwater Front Resort, Bella Homestay

Photo of Alleppey, Kerala, India by Jhelum Kaushal

11) બેકવૉટર્સમાં ક્રુઝ

અલેપ્પીમાં સનસેટ સમયે ક્રુઝ કરવી કમ્પલસરી છે. આ હોઉસ બોટ ટાઈપ ક્રુઝમાં બેડરૂમ અને બાથરૂમની સુવિધા હોય છે. બેકવૉટરને માણવા માટે આ બેસ્ટ રસ્તો છે. કુમારકોમ, કોલ્લમ, કોટ્ટાયમ અને કાસરગોડમાં પણ ક્રુઝ થાય છે.

ક્યાં રહેવું: Xandari Riverscapes, Angel Queen House Boats, Pournami Houseboats

Photo of Alleppey Backwater, Punnamada, Kottankulangara, Alappuzha, Kerala, India by Jhelum Kaushal

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads