શ્રીલંકામાં માત્ર શાંતિપૂર્વકનું ટ્રાવેલિંગ જ થાય છે એવું માનતા હો તો તમે ખોટા છો! 1960 થી વિશ્વભરના સરફર્સ અહીંયા સર્ફિંગ કરવા આવે છે. ઉનાવાતુનામાં સ્કૂબા, કીટુંગાલામાં રાફ્ટિંગ અને અન્ય ઘણી જ જગ્યાએ શ્રીલંકામાં વોટર સ્પોર્ટ્સ થાય છે અને એ પણ બિગિનર્સ માટે તો ખાસ.
ઉનાવાતુનામાં સ્કૂબા ડાઇવિંગ
શું કરવું: ગાલે ડિસ્ટ્રિક્ટના નાનકડા ગામમાં આ બીચ આવેલો છે. કોસ્ટલ રીફ અને સુંદર મેરિન લાઈફના કારણે પર્યટકોમાં આનું ઘણું જ આકર્ષણ છે. અહીંયા પ્રોફેશનલ અને બિગિનર્સ બંને પ્રકારના સ્કૂબા ડાઇવર્સ મતે અનુકૂળતા છે. અહીંયા ઘણા લોકો સ્કૂબા ડાઇવિંગની સર્વિસ અને ઇકવીપમેન્ટ પુરા પાડે છે.
જવાનો શ્રેષ્ઠ સમય: ફેબ્રુઆરી થી મીડ માર્ચ, આ સમયમાં તમે વ્હેલ શાર્ક પણ જોઈ શકો છો.
બેન્ટોતામાં વોટર સ્કીઈંગ અને કેનોઇંગ
શું કરવું: સાઉથ પ્રોવિન્સનું આ દરિયાઈ ગામ દરેક વોટર સ્પોર્ટ્સ એડવેન્ચર કરવા માંગતા લોકોમાં પ્રખ્યાત છે. અહીંયા વોટર સ્કીઈંગ, વિન્ડ સર્ફિંગ, બનાના રાઈડ, જેટ સ્કીંગ, ટ્યુબ રાઈડ, સી ડાઇવિંગ, સ્નોર્કલિંગ, સર્ફિંગ એવી ઘણી એકટીવીટીઝ કરી શકાય છે અને બીચ પર જ ટુર ઓપરેટર મળી રહે છે.
ક્યારે જવું: ઓક્ટોબર થી એપ્રિલ
વેલીગામાંની રીફ પર ડાઇવિંગ અને સ્નોર્કલિંગ
શું કરવું: સાઉથ પ્રોવિન્સના માતારા ડિસ્ટ્રિક્ટનું આ બીચ વિલેજ 2 કિમી લાંબો કિનારો ધરાવે છે અને બિગિનર્સ માટે એકટીવ ડાઇવિંગ અને સ્નોર્કલિંગ સ્પોટ છે. અહીંયા પ્રોફેશનલ સરફર્સને જોઈને સર્ફિંગ માટેની તાલીમ પણ લઇ શકાય છે.
ક્યારે જવું: ડિસેમ્બર થી એપ્રિલ, સવારે ૮ પહેલા પહોંચી જવું વધુ સારું
આરુગમ બે - બેસ્ટ સર્ફિંગ પોઇન્ટ
શું કરવું: આરુગમ બે વિશ્વના ટોપ સર્ફિંગ સ્પોટમાનું એક છે. કોલોમ્બોથી 314 કિમી દૂરના પોટ્ટૂવિલ ગામમાં આવેલ છે. અહીંયાની એન્યુઅલ વિન્ડ સર્ફિંગ કોમ્પિટિશનમાં પ્રોફેશનલ અને બિગિનર બંને પ્રકારના સરફર્સ આવે છે. અંડરવૉટર ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ ખુબ પ્રખ્યાત છે.
ક્યારે જવું: એપ્રિલ થી ઓક્ટોબર
નેગોમ્બો લગૂનમાં સી સાઈડ એડવેન્ચર
શું કરવું: એરપોર્ટથી માત્ર 10 કિમી દૂર આવેલું હોવાથી અહીંયા ઘણા પ્રવાસીઓ આવે છે. અહીંયા જેટ સ્કીઈંગ અને બનાના બોટ રાઈડ જેવી એકટીવીટીઝ થાય છે. જેટવિન્ગ બીચ અને જેટવિન્ગ હોટેલ વચ્ચે વૉટર સ્પોર્ટ્સ અને ડાઇવિંગ સેન્ટર પણ છે જ્યાંથી ડાઇવિંગ, સેઈલિંગ, સર્ફિંગ, વિન્ડ સર્ફિંગ અને કાઇટસર્ફિંગ મતે સાધનો અને ટ્રેનિંગ મળી રહે છે.
ક્યારે જવું: જાન્યુઆરી થી માર્ચ
કીટુંગાલામાં વ્હાઇટ વૉટર રાફ્ટિંગ
શું કરવું: કીટુંગાલા એ શ્રીલંકાના સૌથી ભીના પ્રદેશોમાનું એક છે. અહીંયાની કેલાની નદી પર રાફ્ટિંગ માટે 3 રેપિડ આવેલા છે જે દરેક સહેલાણીને આકર્ષે છે. રેનફોરેસ્ટ એડવેન્ચર કેમ્પીંગ અને જંગલ યાત્રા માટે કીટુંગાલા યાત્રીઓમાં વખણાય છે. રાફ્ટિંગ સિવાય અહીંયા વોટરફોલ અબેસીલિંગ પણ લોકોમાં આકર્ષણનું કારણ છે.
ક્યારે જવું: મે થી ડિસેમ્બર
મીરીસામાં ડોલ્ફિન અને વ્હેલ દર્શન
શું કરવું: મીરિસા ડોલ્ફિન અને વ્હેલ જોવા માટે જાણીતું છે. તમે બપોરના સમયમાં બોટ રાઈડ કરીને જો નસીબદાર હો તો સ્પિનર, સ્ટ્રીપ, બોટલનોઝ, અને સ્પોટેડ ડોલ્ફિન જોઈ શકો છો. અહ્યા પણ ઓપેરેટર્સ 3 4 કલાક માટે બોટ અને ફિશિંગના સાધનો ભાડે આપે છે.
ક્યારે જવું: જાન્યુઆરીથી માર્ચ
કાલપીતિયા લગૂનમાં સર્ફિંગ
શું કરવું: નોર્થ વેસ્ટ પ્રોવિન્સમાં પુટ્ટલમ જિલ્લામાં કાલપીતિયાં આવેલું છે. અહીંની હવા અને વાતાવરણને કારણે અહીંયા વિન્ડ સર્ફિંગ મતે ઘણા પર્યટકો આવે છે. અહીંયા ઓછી ભીડભાડ હોવા ઉપરાંત સુંદર વાતાવરણ પણ છે અને વોટર સ્કીઈંગ તથા વિન્ડ સર્ફિંગ થાય છે.
કયારે જવું: કાઇટ સર્ફિંગ મતે મે થી ડિસેમ્બર અને વ્હેલ વૉચિંગ મતે નવેમ્બર થી એપ્રિલ
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.