સપ્ટેમ્બર મહિનામાં ક્યાં ફરવા જવું એ વિષે અવઢવમાં છો? ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ફરવા માટે આ સ્થળો શ્રેષ્ઠ ટ્રાવેલ ડેસ્ટિનેશન સાબિત થાય છે:
અડગ અને સુંદર પર્વતો માટે – લદ્દાખ
લદ્દાખ એ માઉન્ટેન પાસ, મોનેસ્ટ્રી અને મોન્યુમેન્ટ્સ નો પ્રદેશ છે. અહિયાં કુદરતી સુંદરતા દરેક પ્રકારમાં મળે છે. સફેદ પહાડો, ભૂરું ચોક્ખું પાણી અને ડયુંનસ. લદ્દાખ માટે સપ્ટેમ્બર એ બેસ્ટ સમય છે. પર્યટકો અહીથી સુવેનિયર્સ જેમકે તિબેટીયન આભૂષણો, ઊનના કપડાં અને કાર્પેટ લઈ જઈ શકે છે.
કોના માટે અનુકૂળ: બાઈકર્સ અને રોડ ટ્રીપ કરવા માંગતા લોકો માટે.
શું કરવું: મોનેસ્ટ્રી, વોર મેમોરિયલ અને પેનગોંગ લેક જેવા સ્થળોની મુલાકાત.
કેવી રીતે પહોંચવું: કુશોક બાંકુલા રિમપોચી એરપોર્ટ લેહમાં આવેલું છે જ્યાંથી દરેક મોટા શહેરની ફ્લાઇટ મળી રહે છે.
ટીપ: કેશ સાથે રાખવી કારણકે ક્રેડિટ કાર્ડ ઘણી જગ્યાએ સ્વીકારવામાં નથી આવતા.
ઐતિહાસિક અને રંગબેરંગી રાજસ્થાન
રાજસ્થાન સપ્ટેમ્બરમાં માત્ર દેશ જ નહિ પરંતુ દુનિયાભરના લોકોને આકર્ષે છે. અહિયાં જોવા લાયક સ્થળો અને કરવા લાયક પ્રવૃતિઓમાં ખૂબ જ વિવિધતા છે. રાજસ્થાનના જંગલોમાં સફારી, માઉન્ટ આબુ, પુષ્કર, જયપુર, ઉદયપુરની મુલાકાત, અને વાઇબ્રન્ટ લોકોની મહેમાનગતિ!
કોના માટે અનુકૂળ: રાજવી મહેમાનગતિનો અનુભવ લેવા માંગતા લોકો માટે.
શું કરવું: રાજસ્થાનના કિલ્લાઓ, રણ અને પહાડોની સફર
કેવી રીતે પહોંચવું: જયપુર, જોધપુર, જેસલમેર, ઉદયપુર, બિકાનેરમાં એરપોર્ટ આવેલા છે જે દેશના ઘણા શહેરો સાથે હવાઇસેવા પૂરી પાડે છે.
ટીપ: અહીંયાના ફૂડના કારણે તબિયાતનું ધ્યાન રાખો અને દવાઓ સાથે રાખો.
હરિયાળીભર્યા મેદાનો માટે – પહલગામ
પવિત્ર અમરનાથ યાત્રા દરમિયાન વચ્ચે આવતું આ નાનકડું ગામ જમ્મુ કાશ્મીરનું અત્યંત સુંદર ગામ છે. આ સ્થળ એક પોસ્ટકાર્ડ પરફેક્ટ લેન્ડસ્કેપ છે એટલે કે જાણે ફિલ્મો અને ફોટોઝમાં જોતાં હોઈએ એવા જ સુંદર દ્રશ્યો ત્યાં જોવા મળે છે. અહિયાં હાઇકિંગ, ગોલ્ફ, હોર્સ રાઇડિંગ, ટ્રેકિંગ જેવી એડવેન્ચર ઍક્ટિવિટીઝ પણ થાય છે.
કોના માટે અનુકૂળ: પર્વતપ્રેમીઓ માટે
શું કરવું: બેતાબ વેલી, અવંતીપુરાં શેષનાગ લેકની મુલાકાત અને ગોલ્ફ
કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું એરપોર્ટ શ્રીનગર છે જે 95 કિમી દૂર છે.
ટીપ: જમ્મુ કાશ્મીર સેન્સિટિવ એરિયા હોવાથી સચેત રહો.
થોડા દિવસો શાંતિમય વિતાવવા લાચેન
નોર્થ સિક્કિમના આ નાનકડા શહેર ઉપર હજુ બહુ બધા ટૂરિસ્ટની નજર પડી ન હોવાથી હિમાલયના ખોળામાં સમય વિતાવવા માંગતા લોકો માટે આ બેસ્ટ જગ્યા છે. અહિયાં પણ હાઇકિંગ, કેમ્પિંગ, નેચર વોક, અને ટ્રેકિંગ જેવી પ્રવૃતિઓ થાય છે.
કોના માટે અનુકૂળ: રેમોટ અને ઓફબીટ હોલિડે ડેસ્ટિનેશન જોવા માંગતા લોકો માટે.
શું કરવું: લાચેન મોનેસ્ટ્રી, ગુરુડોનગમાર લેક, શિંગબા સેન્ચ્યુરીની મુલાકાત અને એડવેન્ચર ઍક્ટિવિટીઝ.
કેવી રીતે પહોંચવું: 200 કિમી દૂરનું બગડોંગરા એરપોર્ટ અહીથી સૌથી નજીકનું એરપોર્ટ છે.
ટીપ: અહિયાં 8 વાગ્યા પછી સાંજે માર્કેટ અને મોટા ભાગની ખાણી પીણીની જગ્યાઓ બંધ થઈ જાય છે. એટલે એડવાન્સમાં પ્લાનિંગ કરીને જવું.
માઉન્ટેન ગેટવે – હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન સપ્ટેમ્બરમાં પાનખર ઋતુના આગમનમાં ફરવા જેવા બેસ્ટ સ્થળ છે. અહિયાં તમે માત્ર આરામ પણ કરી શકો છો અને વુલન શાલ, અને અન્ય પરંપરાગત વસ્તુઓની શોપિંગ, પહાડી ક્વિઝિનનો આનંદ પણ ઉઠાવી શકો છો.
કોના માટે અનુકૂળ: ફેમિલી ટ્રીપ કરવા માંગતા લોકો માટે
શું કરવું: હોમસ્ટેમાં એક રાત ગુજારો, હિમાચલની હિલ્સ પર રોડ ટ્રીપ કરો અને એડવેન્ચર પ્રવૃતિઓ કરો.
કેવી રીતે પહોંચવું: શિમલા, કુલું અને કાંગડામાં એરપોર્ટ આવેલા છે.
ટીપ: હિમાચલ પ્રદેશ પોપ્યુલર સ્થળ હોવાથી પહેલેથી બૂકિંગ કરીને જ જવું હિતાવહ છે.
સુંદર કોરલ બીચ – તર્કલી
તર્કલી મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું એક દરિયાઈ ગામ છે. સુંદર બીચ અને ક્રિસ્ટલ ક્લિયર પાણી સાથેનો દરિયો તથા આજુબાજુમાં પામના વૃક્ષો અહીની ખાસિયત છે. અહિયાનો રામનવમી તહેવારની ઉત્સવ અને રંગબેરંગી બોટ હાઉસ ઘણા જ વખણાય છે. તર્કલી એ મહારાષ્ટ્રનું એક માત્ર સ્કૂબા ડાઇવિંગ સેન્ટર પણ છે.
શું કરવું: દાજીપુરના બિશૉન નેશનલ પાર્કની મુલાકાત, સ્કૂબા અને સનોરકલિંગની ટ્રેનિંગ, અને સિંધુદુર્ગ કિલ્લાની મુલાકાત.
કેવી રીતે પહોંચવું: ગોવાનું દબોલીં એરપોર્ટ જે 130 કિમી દૂર છે એ સૌથી નજીકનું એરપોર્ટ છે.
ટીપ: સૂર્યાસ્ત પછી સમુદ્રના પાણીમાં જવાનું ટાળો.
હરિયાળી પર્વતમાળા – કુર્ગ
આ ચાર્મિંગ જિલ્લો સપ્ટેમ્બરમાં પર્યટકોને સુંદર વેસ્ટર્ન ઘાટના પહાડો, મસાલાનાં બગીચાઓ, કોફી પ્લાન્ટેશન વગેરેના કારણે આકર્ષે છે. બરપોલ નદીમાં રાફ્ટિંગ, છેવલર ફોલ્સમાં બાઈકિંગ અને વલનુંર-ભીમેશ્વરી ફિશિંગ કેમ્પ જેવી પ્રવૃતિઓ અહિયાં કરી શકાય છે.
કોના માટે અનુકૂળ: પ્રકૃતિ પ્રેમી લોકો માટે
શું કરવું: ટ્રેકિંગ, એલિફંટ બાથ, ફોરેસ્ટ અને કોફી પ્લાન્ટેનશન વિઝિટ
કેવી રીતે પહોંચવું: કુર્ગથી 145 કિમી દૂર મેંગલોર સૌથી નજીકનું એરપોર્ટ છે.
ટીપ: ક્યાંય પણ કચરો ન ફેંકો. પ્લાસ્ટિક બેગ પણ કુર્ગમાં વર્જિત છે.
એડવેન્ચર ઍક્ટિવિટીઝ માટે – મહાબળેશ્વર
મહારાષ્ટ્રનું આ હીલ સ્ટેશન ચોમાસા દરમિયાન સ્વર્ગ સમાન લાગે છે. ચાર્મિંગ વાતાવરણ અને ઠંડુ તાપમાન, અને ચારે તરફ હરિયાળી જ હરિયાળી. તમને અહિયાં નાનકડો વીકએન્ડ પસાર કરવા કરવા માટે ખૂબ જ પ્રવૃતિઓ મળી રહેશે.
કોના માટે અનુકૂળ: મુંબઈથી વીકએન્ડ ગાળવા માંગતા લોકો માટે.
શું કરવું: સ્ટ્રોબેરી ફાર્મ, વીણા લેક, પ્રતાપગઢ કિલ્લાની મુલાકાત અને અઢળક એડવેન્ચર ઍક્ટિવિટીઝ.
કેવી રીતે પહોંચવું: મુંબઈનું એરપોર્ટ 270 કિમી દૂર છે અને સૌથી નજીકનું એરપોર્ટ છે.
ટીપ: વીકએન્ડ દરમિયાન અહિયાં ખૂબ જ ભીડ રહે છે. માટે જો વધારે ખર્ચો ન કરવો હોય તો ઍડ્વાન્સ બૂકિંગ કરવી લેવું હિતાવહ છે.
પાર્ટી પબ્લિક માટે – ગોવા
ગોવામાં ચોમાસાની વાત જ કઈક અલગ છે. રેન ડાન્સ, વોક બીચ, અભ્યારણ્યો, મસાલાનાં ખેતરો, ચર્ચ, ગોવાનું ટ્રેડિશનલ ખાણું, નાઇટ લાઇફ, ગોવામાં ચોમાસામાં કરવા માટે કેટ કેટલું છે!
કોના માટે અનુકૂળ: ગોવાની એકદમ અલગ બાજુ જોવા માંગતા લોકો માટે
શું કરવું: શોપિંગ કરો અને મજા કરો!
કેવી રીતે પહોંચવું: ગોવાને પોતાનું એરપોર્ટ છે.
ટીપ: સપ્ટેમ્બર ગોવા માટે ઓફ સીઝન હોવાથી તમે બિન્દાસ બારગેઇનિંગ કરી શકો છો.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.