લેહ લદ્દાખની સુંદરતા વિષે કોઈ અજાણ હોય તેવું માની જ ના શકાય. એની સુંદરતાની સાંખે કોઈ ન આવી શકે અને એમાં પણ જો મનાલી થઈને તમે લેહની રોડ ટ્રીપ કરો તો રોમાંચ ઔર વધી જ જવાનો.
આ બંને સ્થળ ટ્રેકિંગ માટે, અદભુત સુંદર દ્રશ્યો માટે, બેસ્ટ એકોમોડેશન અને ધાર્મિક મહત્વ માટે ખુબ જ જાણીતા છે. અમે તમારા માટે અહીંયા લાવ્યા છીએ 10 દિવસ/ 9 રાત્રિનું મનાલી લેહ રોડ ટ્રીપનું આયોજન.
33000 રૂપિયા વ્યક્તિદીઠનું આ પેકેજ બેસ્ટ છે.
મનાલી અને લદ્દાખ કઈ રીતે પહોંચવું
બંને સ્થળો ટુરિસ્ટ મેગ્નેટ હોવાથી અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો કોઈ જ પ્રોબ્લેમ નથી. તમને મનાલીથી 2000 રૂપિયા દિવસના હિસાબે ટેક્સી અને 1500 રૂપિયા દિવસના હિસાબે બાઈક મળી રહે છે. પબ્લિક બસ છે પરંતુ ભરોસાલાયક નથી એટલે લદ્દાખ અને મનાલી બંને જગ્યાએ ટેક્ષી બેસ્ટ ઓપ્શન છે. તમારે લદ્દાખ વ્યવસ્થિત ફરવા મતે 3500 દિવસના હિસાબે ગાડી અથવા 1500 દિવસના હિસાબે બાઈક ભાડે કરી જ લેવું જોઈએ. પેકેજ લિંક
દિવસ 1
કોન્ક્રીટના જંગલમાં ઘણું ખરું પરિવર્તિત થઇ ગયું હોવા છતાં મનાલી હજુ પણ હિપ્પીઓ, હનીમૂન કપલ્સ, કે પછી એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા માગતા લોકોને આકર્ષે છે. એ ઉપરાંત રોહતાંગ પાસ અને લદ્દાખ જવા માટે એક ગેટવેનું કામ મનાલી કરે છે. મનાલી લેહ હાઈવેની યાત્રા વિશ્વમાં બેસ્ટ રોડટ્રિપમાં સમાવિષ્ટ છે.
મનાલી દિલ્લીથી 600 કિમી દૂર છે અને હિમાચલ ટુરિઝમની બસની ટિકિટ દિલ્લીથી બુક કરી શકાય છે. ચંદીગઢ થઈને જો તમે જઈ રહ્યા હો તો માત્ર 9 કલાકની રોડ ટ્રીપ છે. ઉપરાંત ચંદીગઢ અને દિલ્લીથી કુલ્લુની વિમાન સેવા પણ છે અને કુલ્લુ મનાલીથી માત્ર 50 કિમી દૂર છે.
મનાલીમાં ફરવા અને કરવા જેવું:
દિવસ 2
સોલાન્ગ વેલી
મણીકરણ
મનાલીમાં રહેવાના શ્રેષ્ઠ સ્થળો
2. Shobla Pine Royale : Cottage Room - Rs. 2244*
3. Quality Inn River Country Resort - Rs. 2534*
મનાલીમાં ખાવા માટેના શ્રેષ્ઠ સ્થળો
જોહન્સન કેફે એન્ડ હોટેલ
સુંદર આઉટડોર સીટિંગ સાથે અહીંયા માછલીની ખુબ જ સારી ડીશ મળે છે.
કાસા બેલા વિસ્ટા
મે થી સપ્ટેમ્બર ખુલ્લો રહેતો મનાલી લેહ હાઈવે એ મનાલી લેહ બાઈક ટ્રિપનું હાર્દ છે. આ રોડ 480 કિમી લમ્બો છે અને લગભગ ૨ દિવસ ટ્રીપ પુરી કરતા થાય છે. તમે કિલોન્ગ, જીસપા, અથવા સારચુ રાત્રિરોકાણ કરી શકો છો. પેકેજ લિંક
જીસપા
હિમાચલ પ્રદેશનું નાનકડું ગામ જિસપે એ મનાલી લેહ ટ્રીપ કરનારા લોકો મતે ઘણું સારું રાત્રિરોકાણનુ સ્થળ છે. ભાગા નદી અને અદભુત પહાડી દ્રશ્યો સાથે જિસપે પોતે જ એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની ક્ષમતા રાખે છે. અહીંયા મ્યુઝીયમ અને હોટેલ્સ પણ છે.
મનાલીથી બાઈક અથવા ગાડી ભાડે કરતી વખતે ધ્યાન રાખવું કે પેટ્રોલ પમ્પ માત્ર ટંડી અને ઉપશીમાં જ છે. તમે હિમાચલ પ્રદેશ ટુરિઝમની 2000 રૂપિયાની ટિકિટ વાળી બસ પણ પકડી શકો છો.
લદ્દાખ બાઈક ટ્રીપ રૂટ આ મુજબ છે.
મનાલી - રોહતાંગ પાસ - ગ્રામ્પફુ - કોખસાર - કિલોન્ગ - જીસપા - દોરચા - ઝિંગ ઝિંગ બાર - બાળચા લા - ભરતપુર - સારચુ - ગાતા લુપ્સ - નકીલા - લાચુંલંગ લા - પંગ તંગ લા - ગયા - ઉપશી - કરું – લેહ
દિવસ 3
મનાલીથી 140 કિમી દૂર જીસપા લેહ બાઈક ટ્રીપ મતે ઘણું સારું રોકાણ સ્થળ છે. ઉપરાંત 220 કિમી દૂરનું સારચુ પણ સારો ઓપ્શન છે. ઉંચાઈ પર વાતાવરણ સાથે શરીરને ઢાળવા માટે વ્યવસ્થિત આરામ કરવો પણ જરૂરી છે.
જીસપામાં રહેવાના શ્રેષ્ઠ સ્થળો
1. Padma Lodge Jispa - Rs. 3150*
2. Hotel Ibex Jispa - Rs. 3200*
દિવસ 4
લેહ બધા જ ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો બાપ છે! અદભુત સુંદર પહાડી દ્રશ્યો, તિબેટિયન ક્લચર, ઉંચાઈ, જબરદસ્ત ઢોળાવો સાથેના રસ્તાઓ અને કલરફુલ લેન્ડ સ્કેપ! શું શું નથી લેહમાં! મનાલીથી 480 કિમી દૂર લેહ પહોંચીને શાંતિનો અનુભવ થાય છે.
લેહમાં કરવા જેવી પ્રવૃતિઓ
આ વૈજ્ઞાનિક અનુભવ એ દરેક પ્રવાસી મતે યાદગાર છે.
શાંતિ સ્તૂપ
લદ્દાખના પ્રતીક રૂપ શાંતિ સ્તૂપની મુલાકાત લો અને અદભુત શાંતિ મેળવો.
થીક્સે મોનેસ્ટ્રી
સેન્ટ્રલ લદ્દાખની સૌથી મોટી મોનેસ્ટ્રી એટલે થીક્સે મોનેસ્ટ્રી. તમને અહીંયા બુદ્ધિસ્ટ કળા અને સંસ્કૃતિનો અલગ જ અનુભવ થશે.
દિવસ 5
ખારડુન્ગ લા
ખારડુન્ગ લા વિશ્વનો હાઈએસ્ટ મોટરેબલ રોડ છે. અને આ જગ્યાની સફર એ લદ્દાખ ટ્રીપનો અવિસ્મરણીય અનુભવ છે.
લેહમાં રહેવાના શ્રેષ્ઠ સ્થળો
1. New Royal Guest House - Rs. 3000*
3. Hotel Lasermo - Rs. 3500*
દિવસ 6
લેહમાં ખાવા માટેના શ્રેષ્ઠ સ્થળો
ચોપસ્ટીક નુડલ બાર
આ સ્થળ બીજા પ્રવાસીઓ સાથે હળવા મળવા માટેનું બેસ્ટ સ્થળ છે.
બોન એપેટાઇટ
આ એક મલ્ટી ક્વિઝીન રેસ્ટોરન્ટ છે. અહીંયા લાઈવ પર્ફોર્મન્સ પણ થાય છે અને લગભગ દરેક ટ્રાવેલરના લિસ્ટમાં આ સ્થળ હોય જ છે.
દિવસ 7
નુબ્રા વેલી
સિલ્ક રૂટનો ભાગ રહી ચુકેલી નુબ્રા વેલી એ હિમાલયના ઉત્તમ પહાડોનું ઘર છે. આ સ્થળનો ચાર્મ જ અલગ છે. ખારડુન્ગ લા થી 4 કલાકના અંતરે આ સ્થળ આવેલું છે. તમે અહીંયા 6 કલાકની મુસાફરી કરીને પહોંચી શકો છો. અહીંયા પહોંચવા મતે દીસ્કિત અથવા હુંદર ગામે તમે રોકાણ કરી શકો છો.
નુબ્રા વેલીમાં કરવા જેવી પ્રવૃતિઓ
હુંદર સેન્ડ ડ્યુન
નુબ્રા વેલીના હુંદર સેન્ડ ડ્યુન ની સફર તમારે બેક્ટરિયન ઊંટ પર કરવાની હોય છે. આ ઊંટ માત્ર લદ્દાખના આ વિસ્તારમાં જ જોવા મળે છે.
દિવસ 8
દીસ્કિત ગોમ્પા
નુબ્રા વેલીની આ સૌથી જૂની અને સૌથી મોટી મોનેસ્ટ્રી છે જે તમારા લિસ્ટ માં હોવી જ જોઈએ. અહીંયા મૈત્રી બુદ્ધનું વિશાળ સ્ટેચ્યુ આવેલું છે.
નુબ્રા વેલીમાં રહેવાના શ્રેષ્ઠ સ્થળો
1. Double Humped Camp - Rs. 2584*
2. Ldumra Oasis - Rs. 2600*
પેન્ગોન્ગ ત્સો
પેન્ગોન્ગ ત્સો એ દરેખા લદ્દાખ પ્રવાસીનું ડ્રીમ ડેસ્ટિનેશન છે. આ વિશાળ સરોવર 150 કિમીના એરિયામાં ફેલાયેલું છે અને છેક ચાઇનાની સરહદ સાથે જોડાયેલું છે. અહીંયા તમે માત્ર કલાકો સુધી દ્રશ્ય નિહાળે રાખો એવી જ તમને ઈચ્છા થશે અને ચોક્કસ 3 ઈડિયટ્સના અનુભવ તો ખરા જ! લેહથી 170 કિમી અને નુબ્રા વેલીથી 240 કિમી દૂર આવેલું આ મિસ્ટિકલ સરોવર એ લદ્દાખ ટ્રિપનું સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. અહીંયા ટેન્ટ પણ અવેલેબલ છે જો તમે અહીંયા રાત્રિરોકાણ કરી શકો છો. ખરેખર આ સ્વર્ગ સમાન જ છે.
પેન્ગોન્ગ ત્સોમાં કરવા જેવી પ્રવૃત્તિ
માત્ર ને માત્ર આ સુંદર જગ્યાનો નિહાળો અને શાંતિથી આનંદ લો!
પેન્ગોન્ગ ત્સોમાં રહેવાની શ્રેષ્ઠ જગ્યાઓ
1. Royal Camp, Pangong - Rs. 4258*
2. Pangong Delight Camp - Rs. 6050*
*હોટેલ્સની કિંમતમાં ફેરફાર હોય શકે છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.