બધાના મનમાં બૉલીવુડ લવસ્ટોરી કેવી ઈચ્છા હોય છે પરંતુ આ સપનું ક્યારેય પૂરું નથી થતું હોતું. પરંતુ સૌમ્યા અને સારાંશની સ્ટોરી તો બૉલીવુડ સ્ટોરીથી પણ વધુ રોમાંચિત અને પ્રેમભરી છે.
સારાંશ એક સ્ટાર્ટ અપ માટે મોબાઈલ એપ બનાવે છે અને સૌમ્યા એક સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિ કરતા એન જી ઓ માં કામ કરે છે. બંને ટ્રેકિંગ ના શોખીન છે. 3 વર્ષ પહેલા સૌમ્યા મંડી પરાશર ઝીલ ટ્રેક કરવા મિત્રો સાથે ગઈ હતી. નીકળતા પહેલા એમના કોઈ એક મિત્રએ પોતાની જગ્યા એ સારાંશને ટ્રેકમાં મોકલી દીધો.
આમ તો પરાશર ટ્રેક સરળ છે પરંતુ એ ગ્રુપે રસ્તામાં વરસાદનો સામનો કરવો પડ્યો. અને એમાં આ બંનેની લવ સ્ટોરી શરુ થઇ! ટ્રેક પૂરો થતા દરેક પોતપોતાના રૂમમાં આરામ કરવા જતા રહ્યા પણ આ બંને પ્રેમી પંખીડાની આંખોમાં ઊંઘનું નામોનિશાન ન હતું. પરાશર સરોવરના કિનારે લટાર મારતા મારતા એમણે ફિજિક્સના નિયમોથી લઈને દુઃખ દર્દની વાતો શેર કરી. અને અહીંથી એમની પ્રેમ કહાની શરુ થઇ.
દિલ્લી આવ્યા પછી બન્નેની મુલાકાત એક ડેકલેથોનમાં થઇ અને એમણે વધુ પ્રવાસો કરવાના પ્લાન્સ બનાવ્યા. "જો કોઈને વધુ સમજવો હોય તો એની સાથે પ્રવાસ કરો."
બંને જણા ઘણા ટ્રેક જેમકે સાર પાસ, હંપતા પાસ, રૂપકુંડ, ખીર ગંગા, કરેલી ઝીલ, અને ગોઇચાલા સાથે ફરવા ગયા.
લગભગ 3 વર્ષ સાથે વિતાવ્યા પછી બંને એ લગ્ન કરવાનું ક્કી કર્યું. પરંતુ બંને કોઈ લગ્ન હોલમાં કે હોટેલમાં પરણવા માગતા ન હતા. તેઓ ટ્રેકિંગ ની કોઈ જગ્યા એ લગ્ન કરવા માગતા હતા અને પરાશર જ્યાં તેઓ પહેલી વખત મળ્યા હતા એનાથી ઉત્તમ શું હોય!
એમણે હિન્દૂ સભ્યતાની સાથે સાથે વિશ્વની દરેક સભ્યતાના રીત રિવાજો પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યું. કોર્ટ મેરેજ કરીને બંને રાતની બસમાં પરાશર જવા નીકળી પડ્યા. મહેમાનોના લિસ્ટમાં નજીકના મિત્રો અને સંબંધીઓ થઈને માત્ર ૧૫ જ લોકો હતા.
"પરાશર ટ્રેક કરતી વખતે અમે બંને હિમાલયના ખોળામાં મળ્યા હતા, 3 વર્ષ પછી અમે ત્યાં જ લગ્ન કાર્ય, કોઈ દેખાડા વગર અને માત્ર પ્રેમ જ પ્રેમ સાથે!"
.