વાઘોનું વન- સુંદરવન

Tripoto
Photo of Sundarban, West Bengal, India by Jhelum Kaushal
Photo of Sundarban, West Bengal, India by Jhelum Kaushal

દુનિયાનું સૌથી મોટું ડેલ્ટા જંગલ સુંદરવન 10200 વર્ગ કિમીમાં ફેલાયેલું તો માત્ર જંગલ છે. આ જંગલનો ભારતમાં અને બાંગ્લાદેશમાં એમ બંને દેશોમાં હિસ્સો આવેલો છે જેમાંથી ભારતના હિસ્સાને સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે અને એમાં પશ્ચિમ બંગાળમાં ગંગા બેઝીન પણ આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનનું ક્ષેત્રફળ ૩૮૫૦૦ વર્ગ કિમી છે જેના ત્રીજા ભાગમાં પાણી અને દલદલ છે. અહીંયા વધુ પ્રમાણમાં થતા સુંદરી વૃક્ષોને કારણે એનું નામ સુંદરવન પડ્યું છે. અને અહીંયા સફારી દરમિયાન ફોટોશૂટ કરવાની મનાઈ છે.

જંગલના સહારે અહીંયા ઘણા ગામડાઓ નાની ખેતી કરીને જીવન ચલાવે છે અને અહીંયા ભાઈચારા તથા સદ્ભાવની ભાવના ઠેર ઠેર જોવા મળે છે. અહીંના જંગલોમાં રોયલ બંગાળ ટાઇગર ઘણી માત્રામાં જોવા મળે છે. અહીંના વાંધો આ ક્ષેત્રમાં રહેવા મતે એવી રીતે ઈવૉલ્વ થયા છે કે એમને ખરા પાણીમાં રહેવા અને તારવામાં કોઈ જ તકલીફ થતી નથી. અહીંયા અન્ય જંગલી જાનવરો જેમકે લિઝાર્ડ, હરણ, સુવર મગરમચ્છ વગેરે પણ રહે છે. પ્રવાસી સીઝનમાં અહીંયા સાઇબિરિયન બતક પણ આવીને વસે છે. રોયલ બંગાળ ટાઇગર સિવાય સુંદરવન બતાગુર બાસ્કા, કિંગ કોબ્રા અને ઓલિવ રીડલે જેવા કાચબાઓ જેવા લુપ્ત જીવોનું પણ ઘર છે.

ઇતિહાસ

1966 થી સુંદરવન વન્યજીવ અભ્યારણ્ય છે. 1973 માં સુનરવાં રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદરવન ટાઇગર સેન્ચ્યુરી ઘોષિત કરવામાં આવ્યું હતું. 1987 માં યુનેસ્કોએ એને વિશ્વ ધરોહર જાહેર કર્યું અને 1989 માં બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું. અહીંયા લગભગ 300 રોયલ બંગાળ ટાઇગર અને 30000 હરણ રહે છે.

ક્યાં રહેવું?

સુંદરવનની અંદર અને બહાર ઘણી હોટેલ્સ, રિસોર્ટ, ફોરેસ્ટ લોન્જ, અને જંગલ કેમ્પ છે. સુંદરવનની અંદરની વન્યજીવ રીસોર્ટ્સ દરેક પ્રવાસી મતે અનુકૂળ છે. ફરવાની ઋતુમાં અહીંયા દરેક રૂમ્સ બુક થઇ જાય છે એટલે પહેલેથી બુકિંગ કરાવી લેવું હિતાવહ છે. દરેક રિસોર્ટમાં સફારીનું આયોજન થાય છે.

ટિપ્સ:

1. વિદેશી પ્રવાસીઓએ અહીંયા એન્ટ્રી લેવા મતે ખાસ પરમિટ લેવી પડે છે. એટલે પ્રવાસીઓએ પશ્ચિમ બંગાળ વન વિભાગ સચિવ , કોલકાતાનો સંપર્ક કરવાનો રહે છે.

2. સુંદરવનના અન્ય ભાગોને જોવા મતે પ્રવાસીઓએ ફિલ્ડ ડિરેક્ટર, સુંદરવન ટાઇગર રિઝર્વ, જિલ્લા 24 પરગણા, પશ્ચિમ બંગાળને મળવાનું હોય છે. વનની બહાર નૌકા વિહાર મતે કોઈ પરમિટ લેવાની જરૂર નથી.

3. જાતે ફરવાનું જરા મુશ્કેલ બની શકે છે કારણકે તમારે જાતે પરમિટ અને સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રુપ ટૂર કરવી વધારે હિતાવહ છે.

4. તમારે પોતાનું પાણી સાફ કરવાનું સાધન સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે.

રોચક તથ્ય

1. સુંદરવનને યુનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કર્યું છે.

2. સુંદરવનમાં શાર્ક માછલીની ૬ પ્રજાતિ જોવા મળે છે.

સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન

તમે જેટી દ્વારા કોલકાતાથી ગોતખલી જઈ શકો છો જે 115 કિમી દૂર છે અને 3 કલાકનો સમય લે છે. આગળ જવા માટે ગોમોર અને દુર્ગધ્વનિ નદીમાં હોડીનો સહારો લેવો પડે છે. પિચોખલી નાડીથી ટાઇગર કેમ્પની શરૂઆત થાય છે. ત્યાં તમને કેમ્પની ટીમ તમારા કોટેજ સુધી પહોંચાડી દેશે અને તમે ડાયાપુર ગામમાં ફરીને ગ્રામજનોની જીવનશૈલી, શિલ્પકારી, ભોજન અને જીવનને જોઈ શકો છો. તમને ગામમાં ખેતીની રીત પણ ખબર પડશે અને માટીના બનેલા ઘરો પણ જોવા મળશે. ગામની બજારોમાં થઈને તમને રિસોર્ટ લઇ જવાં આવશે અને નાશ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. અને રાત્રિભોજન સાથે તમારો બીજો દિવસ સમાપ્ત થશે. રિસોર્ટમાં બનેલા વૉચટાવરમાંથી પક્ષી દર્શન પણ કરી શકાય છે. સુંદરવન ટાઇગર કેમ્પમાં 64 પ્રકારના પક્ષીઓ રહે છે. સાંજે અમે વાઘ ઉપર બનેલી એક ફિલ્મ જોઈ, તાજી શાકભાજી માંથી બનાવાયેલું રાત્રિભોજન કર્યું અને સાથે સ્થાનિકો દ્વારા માછલી પકડવા માટે ઉપયોગમાં લેવાતા ઓજારો જોયા. રાત્રે આરામ કરીને થાક ઉતાર્યો.

બીજા દિવસે અમે ગાઢ જંગલોમાં રોમાંચ સાથે પ્રવેશ કર્યો. જંગલો અને નાડિઓનિંધર પર અમને ક્રુઝ દ્વારા લઇ જવામાં આવ્યા જેના પર અમને નાશ્તો પણ મળ્યો. જંગલની અંદર વોચટાવર ઉપર કેનોપી વાલકિંગ કરીને અમારા રુવાડા ઉભા થઇ ગયા. ત્યાંથી અમે ચિટિહાર હરણ પુનર્વાસ કેન્દ્ર ગયા અને ત્યાંથી અમે બંગાળની ખાદી સાક્ષાત જોઈ. ત્યાંથી બપોરનું ભોજન લેવા અમે પાંચ ટાઇગર કેમ્પ આવી ગયા.જમીને અમે પખીરલાય દ્વીપ જવા નીકળ્યા જ્યાં સાંજે બામ્બીની યાત્રાનો સાંસ્કૃતિક કાર્યક્રમ દેખાડવામાં આવે છે. બામ્બીની મતલબ જંગલના દેવતા અને યાત્રા મતલબ ખુલ્લું રંગમંચ. આમ વાઘોના સ્વામી, જંગલના દેવી દેવતા અને માછીમારો અને મધ એકઠું કરનારા લોકો વિષે રોચક વાર્તાઓ પ્રસ્તુત કરવામાં આવે છે. રાત્રે જમીને ટાઇગર કેમ્પમાં રાત ગાળી. સવારે ગરમ ગરમ ચા સાથે પક્ષીઓના મધુર અવાજો સાંભળ્યા. નાશ્તા પછી અમે સુંદરવન ટાઇગર રિઝર્વમાં સુધાયખાલી વોચટાવર તરફ જવા નીકળ્યા. હોડી માંથી ઉતરીને અમે કે ઝાડીદાર રસ્તા પર થઈને વાઘ જોવા મતે વોચટાવર તરફ પ્રયાણ કર્યું. જતી વખતે મીઠા પાણીના તળાવો તારાગ નજર કરવી કેમકે અહીંયા પાણી પીતા હરણ અથવા મોનિટર લિઝાર્ડ જોવા મળી શકે છે. આજુબાજુમાં જંગલી સુવર અને વાંદરાઓ તો ખરા જ. બપોરના ભોજન પછી અમે ટાઇગર કેમ્પ તરફ નીકળી પડ્યા. અને ત્યાંથી ગોતખલી થઈને કલકતા તરફ નીકળી ગયા.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads