દરેક ફરનારાની ઇચ્છા હોય છે કે તે કાશ્મીર ફરવા જરુર જાય. જે રીતે હિમાચલ પ્રદેશમાં સૌથી પહેલા શિમલા, ઉત્તરાખંડમાં ઋષિકેશ જોઇએ છીએ. આ જ રીતે કોઇ કાશ્મીરમાં સૌથી પહેલા શ્રીનગર ફરવા ઇચ્છે છે. અહીંનો શિયાળો અને ગરમી બન્નેની સુંદરતા અલગ જ હોય છે. ડલ લેકથી શ્રીનગરની સુંદરતાને જોઇ શકાય છે. શ્રીનગરની આવી જ કેટલીક જગ્યાઓ છે જેના વગર આ શહેરને ફરવાનું અધૂરુ છે.
1. પરી મહેલ
શ્રીનગરના આ મહેલને ફેરી પેલેસ પણ કહેવામાં આવે છે. પરી મહેલને 17મી સદીમાં મુગલ બાદશાહ શાહજહાંના પુત્ર દારા શિકોહે બનાવ્યો હતો. અહીં દારા શિકોહે પોતાના સુફી શિક્ષક મુલ્લા શાહ બદાક્ષીના સન્માનમાં બૌદ્ધ મઠ બનાવ્યો હતો. જે હવે ખંડેર બની ચૂક્યો છે. પહાડ અને હરિયાળીની વચ્ચે સ્થિત આ પરી મહેલ ઘણો જ સુંદર છે.
2. ચશ્મે શાહી
શ્રીનગરનું ચશ્મે શાહી મુગલ કાળનો સુંદર ગાર્ડન છે જેને ચશ્મા શાહી નામથી પણ ઓળખવામાં આવે છે. ચશ્મે શાહીને 1632માં શાહજહાંએ દરબાર અલી મરદાને બનાવ્યો હતો. આ બગીચાને શાહજહાંએ પોતાના મોટા પુત્ર દારાશિકોને ગિફ્ટમાં આપવા માટે બનાવ્યો હતો. હરિયાળા મેદાનો વચ્ચે બનેલો આ ગાર્ડન શહેરથી થોડેક દૂર હળવાશ અને શાંતિ આપે છે. ચશ્મે શાહી 108 મીટર લાંબો અને 38 મીટર પહોળો છે. શ્રીનગરના રાજભવન અને પરી મહેલની બિલકુલ પાસે સ્થિત છે ચશ્મે શાહી.
3. હજરલ બલ મસ્જિદ
શ્રીનગરની બલ મસ્જિદ ડલ સરોવરના પશ્ચીમી છેડે સ્થિત છે. આ મુસલમાનો માટે મહત્વપૂર્ણ અને પવિત્ર જગ્યા છે. કહેવાય છે કે પેગંબર મોહંમદના પવિત્ર બાલ મોઇ-ઇ-મુકદ્સના નામથી ઓળખાય છે. સફેદ રંગની બનેલી આ સુંદર મસ્જિદને અનેક નામે ઓળખવામાં આવે છે. દરગાહ શરીફ, મદિનાત-અસ-સની અને અસર એ શરીફ. સુંદર હજરત બલ મસ્જિદનું આર્કિટેક્ચર ઘણું જ શાનદાર છે.
4. શંકરાચાર્ય મંદિર
જેમને એમ લાગે છે કે કાશ્મીરમાં મસ્જિદ જ મસ્જિદ છે તે સંપૂર્ણ રીતે ખોટા છે. કાશ્મીરમાં જો મસ્જિદો છે તો મંદિર પણ છે. કાશ્મીરમાં શંકરાચાર્ય પર્વત પર શંકરાચાર્ય મંદિર છે. ભગવાન શિવનું આ મંદિર જયેષ્ઠ અને પાસ પહાડ નામથી પણ ઓળખાય છે. ફક્ત પથ્થરોથી બનેલું શંકરાચાર્ય મંદિર કાશ્મીરનું ઘણું જ અનોખુ મંદિર છે. કહેવાય છે કે આ મંદિર ને ઇસ.પૂર્વે 371માં રાજા ગોપાદત્યે બનાવ્યું હતું. પહેલા આ મંદિરનું નામ ગોપાદરી હતું. પછીથી આનું નામ બદલીને શંકરાચાર્ય મંદિર કરી દેવામાં આવ્યું.
5. ડલ સરોવર
કાશ્મીરને કે પછી એમ કહો કે શ્રીનગરના લોકો ડલ સરોવરના કારણે જાણીતા છે. દરેક વ્યક્તિ ક્યારેક તો ડલ સરોવરમાં બોટમાં બેસીને સવારી કરવાનું જરુર ઇચ્છે છે. તમને ડલ સરોવરની આસપાસના પહાડોની સુંદરતા તો જોવા મળશે જ. આ ઉપરાંત, એ જોઇને તમે આશ્ચર્યચક્તિ થઇ જશો કે ડલ સરોવર પર શાકભાજીનું માર્કેટ પણ છે જેને ફ્લોટિંગ માર્કેટ પણ કહેવામાં આવે છે. ડલ સરોવરના કિનારે ઘર પણ છે જે બોટથી પોતાના બધા કામ કરે છે.
6. શાલીમાર બાગ
શાલીમાર ગાર્ડન શ્રીનગરના સૌથી સુંદર ગાર્ડનમાંનું એક છે. શ્રીનગરથી 15 કિ.મી. દૂર આવેલો આ ગાર્ડન ફૈજ બક્ક્ષ અને ગાર્ડન ઓફ ચાર મીનારના નામથી પણ ઓળખાય છે. આ ગાર્ડનને 1619માં મુગલ બાદશાહ જહાંગીરે પોતાની બેગમ નૂર માટે બનાવ્યો હતો. આ ગાર્ડન ઘણો જ સુંદર છે આજ કારણ છે કે અહીં લોકોની અવરજવર જોવા મળે છે. આ ઉપરાંત, શ્રીનગરમાં ટુલિપ ગાર્ડન અને નિશાત બાગ પણ છે જેને તમે જોઇ શકો છો.
7. નિગીન લેક
શ્રીનગરના ડલ લેકથી દરેક વ્યક્તિ પરિચીત છે. પરંતુ તેનાથી થોડાક જ કિલોમીટર દૂર સ્થિત નિગીન લેક અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે. અહીં શાંતિ અને હળવાશમાં દ્રશ્યોને કલાકો સુધી નિહાળી શકો છો. આ ઉપરાંત, સરોવરમાં શિકારા અને હાઉસબોટ પણ કરી શકો છો. અહીંથી જોવા મળતા હિમાલયના શિખરોની સુંદરતા દરેકનું મન મોહી લે છે. જો તમે શ્રીનગરને સારી રીતે જોવા માંગો છો તો નિગીન લેક જરુર જાઓ.