કાશ્મીર સાચે જ સ્વર્ગ છે. એ અનુભવ કરવા માટે તમારે કાશ્મીરની ઓછી જાણીતી જગ્યાએ જરુર જવું જોઇએ. આ જગ્યા જ બતાવે છે કે કાશ્મીર શું છે? કાશ્મીરની આવી જ સુંદરતા પોતાનામાં સમેટીને રાખે છે વારવાં વેલી
કાશ્મીરની વાંરવા વેલી એવી જગ્યાઓમાં આવે છે જે અંગે લોકોને ઘણી ઓછી ખબર છે. આ બહારની દુનિયા માટે ગુમનામ છે. આ ખીણ જમ્મૂ-કાશ્મીરના કિસ્તવારનો એક ભાગ છે. ગરમીઓમાં વારંવા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી દેખાય છે.
શું જોશો?
સમુદ્રની સપાટીએથી 8,500 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ જગ્યાના દ્રશ્યો કમાલના છે. આ જગ્યા પર ઘણી જુની કશ્મીરિયત બનેલી છે. અહીંના લોકો સૌથી શુદ્ધ કશ્મીરી ભાષા બોલે છે. આ ખીણમાં ફક્ત દ્રશ્યો જ નહીં ઘણાં પ્રાચીન કાશ્મીરને સમજી શકાય છે. વારવાં વેલીમાં વારવાં નામની નદી વહે છે જે આને ઘણી સુંદર બનાવે છે.
શું કરશો?
1. ગામ ફરો
વારવાં વેલી કાશ્મીરની એ જગ્યાઓમાંની છે જે અંગે મોટાભાગના કાશ્મીરિઓને પણ ખબર નથી. એટલા માટે વારવાં ખીણના ગામોમાં જરુર ફરવું જોઇએ. આની સૌથી સારી રીત છે પગપાળા જવું. જેટલું પગપાળા ચાલશો એટલી તમને એ જગ્યા સમજવામાં મદદ મળશે. પહાડોની વચ્ચે આ ગામ ઘણું જ સુંદર છે. તમે વારવાં ગામ ઉપરાંત ગૌલિશ ગામને પણ જોઇ શકો છો. આ ગામ પોતાનામાં ઘણું જ ખાસ છે.
2. ટ્રેક
જો તમારી અંદર એડવેન્ચરનો કીડો છે તો તમે અહીં પર ટ્રેકિંગ પણ કરી શકો છો. અહીંનો સૌથી ફેમસ ટ્રેક વારવાં વેલી ટ્રેક છે. આ ટ્રેક દરેક નથી કરી શકતો. આ કાશ્મીરના સૌથી અઘરા ટ્રેક માટે જાણીતો છે. લગભગ 3-4 દિવસના આ ટ્રેકમાં દરરોજ 20 કિ.મી. ચાલવું પડે છે. ઠંડી હવાઓ વચ્ચે આ ટ્રેક ઘણો જ મુશ્કેલ હોય છે.
3. નદીનો કિનારો
જ્યારે હરિયાળા મેદાનોની વચ્ચે હોઇએ અને કાનમાં નદીનો અવાજ આવે તો દિલ ખુશ થઇ જાય છે અને તમે તે તરફ ખેંચાઇને પહોંચી જાઓ છો. આ નદીનો જાદુ છે. આવો જાદુ વાંરવા વેલીમાં વારવાં નદી ફેલાવી રહી છે. તમારે આ નદીના કિનારે બેસીને ફક્ત આ ખીણને નિરખવાની જ છે. ખરેખર અહીં બેસવાથી આ જગ્યા પ્રત્યે પ્રેમ થઇ જાય છે.
4. ગ્લેશિયર
વાંરવા વેલી સમુદ્રની સપાટીએથી 8,500 ફૂટની ઊંચાઇએ આવેલી છે. આવામાં અહીં ગ્લેશિયર હોવું સ્વાભાવિક છે. જો તમે ગ્લેશિયર ન જોયું હોય તો વારવાં વેલીમાં જોઇ શકાય છે. આના માટે વારવાં વેલી ટ્રેક કરવો પડશે. ટ્રેકના બીજા દિવસે તમને આ સુંદર ગ્લેશિયર જોવા મળશે. તમને લાગશે કે તમે સફેદ દુનિયામાં આવી ગયા છો.
5. શેષનાગ લેક
જો વાંરવા વેલી જાઓ છો તો તેનાથી થોડાક કિલોમીટર દૂર શેષનાગ લેક છે જેને તમે જોઇ શકો છો. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે સાપોના રાજા શેષનાગે આ લેકમાં ડુબકી લગાવી હતી ત્યાર બાદ આનું નામ શેષનાગ લેક થઇ ગયું. આ લેકનું પાણી ઘણું જ ચોખ્ખુ અને તાજુ છે.
6. ઘાસના મેદાન
વારવાં વેલીમાં હરિયાળી એવીરીતે પ્રસરેલી જોવા મળે છે જેવી રીતે ખેતરમાં પાક લહેરાતો જોવા મળે. ચારેબાજુ બસ હરિયાળી જ જોવા મળશે. આમાં સૌથી સુંદર ઘાસના મેદાન વારવાં વેલી ટ્રેક દરમિયાન જોવા મળશે.
કેવી રીતે પહોંચશો?
જો તમે ફ્લાઇટથી વારવાં વેલી જવાનું વિચારી રહ્યા છો તો સૌથી નજીકનું એરપોર્ટ શ્રીનગર છે. શ્રીનગરથી વારવાં વેલીનું અંતર 133 કિ.મી. છે. તમે શ્રીનગરથી બસ લઇને અનંતનાગ થઇને કોકેરબાગ પહોંચી શકો છો. અહીંથી વારવાં વેલી માટે આરામથી ગાડી મળી જશે. તમે વાયા રોડ પણ જઇ શકો છો.
ક્યારે જશો?
અહીં શિયાળામાં ચારોબાજુ બરફ હોય છે અને ગરમીમાં ઠંડક જોવા મળે છે. આવામાં જો તમે અહીંની સુંદરતાને જોવા માંગો છો તો તમારે મેથી ઓક્ટોબરની વચ્ચે અહીં આવવું જોઇએ જો કે તેમાં પણ તમને વરસાદની ઋતુમાં ન આવવું જોઇએ. અહીં જમ્મૂ કાશ્મીર ટૂરિઝમનો બંગલો છે જેમાં તમે રોકાઇ શકો છો. અહીં લોકો ફરવા ઓછું આવે છે ત્યારે તમને અહીં રુમ મળવામાં કોઇ મુશ્કેલી નહીં પડે.