ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આ દેશમાં આસામ જેવું સુંદર રાજ્ય છે. જ્યાં રખડુઓ માટે ઘણુંબધુ છે. શું તમને ખબર છે આસામમાં પણ એક સ્વિટ્ઝરલેન્ડ છે? આસામમાં આમ તો ઘણી સુંદર જગ્યાઓ છે પરંતુ સૌથી સુંદર છે હાફલાંગ. હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન છે.
આસામની સૌથી સુંદર જગ્યા હાફલાંગ ગુવાહાટીથી લગભગ 300 અને સિલચરથી 100 કિ.મી. દૂર છે. હાફલાંગ આસામના દિમા હસાઓ જિલ્લામાં સ્થિત છે. સમુદ્રની સપાટીએથી લગભગ 680 મીટરની ઉંચાઇ પર સ્થિત આ હિલ સ્ટેશનને વ્હાઇટ એન્ટ હિલોકના નામથી ઓળખવામાં આવે છે. આસામની સુંદર જગ્યા પર જોવા લાયક ઘણું છે. જો તમે આસામના કલ્ચરને સારી રીતે જાણવા અને સમજવા માંગો છો તો હાફલોંગ પરફેક્ટ જગ્યા છે.
ક્યારે જશો?
આમ તો તમે હાફલાંગ ક્યારે પણ જઇ શકો છો પરંતુ જો તમારે હાફલાંગના સૌથી સુંદર દ્રશ્યોના સાક્ષી બનવું છે તો તેના માટે સૌથી બેસ્ટ ટાઇમ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો માનવામાં આવે છે. તે સમયે અહીંનું હવામાન એકદમ ખુશનુમા હોય છે અને ગરમી પણ નથી હોતી.
કેવીરીતે પહોંચશો?
હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ત્યાં સુધી કે તમે આરામથી ટ્રેન, બસ અને ફ્લાઇટથી પહોંચી શકો છો. સૌથી નજીકનું એરપોર્ટ સિલચરનું કુંભીરગ્રામમાં છે. એરપોર્ટથી હાફલાંગનું અંતર 106 કિ.મી.ના અંતરે છે. આ ઉપરાંત, તમે ટ્રેનથી હાફલાંગ પહોંચી શકો છો. હાફલાંગથી રેલવે સ્ટેશન ફક્ત 3 કિ.મી.ના અંતરે છે.
ક્યાં રોકાશો?
હાફલાંગ આસામની સૌથી સુંદર જગ્યા છે. આ જગ્યા પર ટૂરિસ્ટ ફરવા આવતા જ રહે છે. આ જ કારણે અહીં દરેક પ્રકારની નાના-મોટી હોટલ છે. તમને અહીં રોકાવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. તમે તમારા બજેટના હિસાબે આ હોટલોને પસંદ કરી શકો છો.
શું જોશો?
હાફલોંગને પૂર્વનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. તો પાક્કી વાત છે કે અહીં જોવાલાયક ઘણું હશે. આ સુંદર જગ્યા પર તમે કલ્ચરને પણ સમજી શકો છો તો સુંદરતા તો છે જ.
1- હાફલાંગ લેક
ચોખ્ખા પાણીનું હાફલાંગ સરોવર આ હિલ સ્ટેશનને જ નહીં પરંતુ આખા આસામનું સૌથી સુંદર લેકમાંનું એક છે. આ લેક હાફલાંગના મુખ્ય ડેસ્ટિનેશનમાંનું એક છે. આ સરોવર ઘણું જ સુંદર છે. આને જોઇને તમારુ મન ખુશ થઇ જશે. હાફલાંગ લેકની દેખરેખ ભારત સરકાર કરે છે. વીકેન્ડ પર તમને અહીં લોકોની ભીડ જોવા મળશે.
2- મૈબોંગ
હાફલાંગની એક શાનદાર જગ્યા છે મૈબોંગ. હાફલાંગથી નોર્થ તરફ 47 કિ.મી.ના અંતરે છે મેબોંગ. મેબોંગ આસામનું એક નાનકડુ પ્રાંત છે. પહાડોની વચ્ચે વસેલા આ નગરને તમે પગપાળા ફરીને જોઇ શકો છો. પ્રકૃતિની સુંદરતાની વચ્ચે અનેક ઝરણા અને ઐતિહાસિક જગ્યાઓ છે, જેને તમે જોઇ શકો છો.
3- જતિંગા
જો તમે પ્રકૃતિને પ્રેમ કરો છો તો તમારે હાફલાંગની પાસે સ્થિત જતિંગા જરુર પસંદ આવશે. કુદરતની આવી સુંદરતા તમે બીજે ક્યાંય નહીં જોઇ હોય. અહીં એક જાણીતી જગ્યા છે જેને બર્ડ સુસાઇડ પોઇન્ટના નામે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે રહસ્યમયી રીતે અહીં પક્ષીઓ મરી જાય છે. જો તમને હાફલાંગની સૌથી સુંદર સનરાઇઝ જોવો છે તો જતિંગામાં વ્યૂ પોઇન્ટ છે.
5- કલ્ચરલ ટૂર
હાફલાંગ પોતાની સુંદરતા માટે જ નહીં પરંતુ પોતાની સંસ્કૃતિ માટે પણ ફેમસ છે. અહીં ઘણી આદિવાસી જનજાતિઓ રહે છે. તમે હાફલાંગ જાઓ તો કલ્ચરલ ટૂર પણ કરી શકો છો. તમે અહીં રહેનારા આદિવાસીઓ સાથે વાત કરી શકો છો અને તેમની પરંપરા, સભ્યતાને સમજી શકો છો.
6- પ્રાકૃતિક સુંદરતા
હાફલાંગ પોતાની સુંદરતા માટે જાણીતું છે. આના માટે તમારે આ હિલ સ્ટેશનને માપવું પડશે. ત્યારે જ તમે આ જગ્યાની સુંદરતાને સારીરીતે જોઇ શકશો. હાફલાંગના પહાડોમાં ફક્ત એક નહીં ઘણાં વૉટરફૉલ છે જેને તમે જોઇ શકો છો. આવી જ જગ્યા તો હાફલાંગને સુંદર બનાવે છે. જો તમે એડવેન્ચરના શોખીન છો તો તે પણ અહીં કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો