કિન્નરોને સમર્પિત આ સ્મારક પ્રમાણ આપે છે ભારતના પ્રગતિશીલ ઇતિહાસનું

Tripoto
Photo of New Delhi, Delhi, India by Jhelum Kaushal

દિલ્લીના મહરોલી ક્ષેત્રમાં એક વ્યસ્ત માર્કેટ વચ્ચે કિનાનરોને સમર્પિત એક ધાર્મિક સ્થળ છુપાયેલું છે જેના વિષે બહુ ઓછા લોકો જાને છે. એને "હીજડાઓનું ખાનકાહ" એટલે કે "હીજડાઓનું એક સૂફી આશ્રયસ્થાન" કહેવામાં આવે છે.

હીજડાઓનું ખાનકાહ

એક સામાન્ય દરવાજો વટાવીને અને અમુક આરસના દાદરાઓ ચડીને તમે એક આંગણા સુધી પહોંચશો. જ્યાં સફેદ રંગની ૪૯ કબરો છે જે હીજડાઓ - કિન્નરો માટે બનાવવમાં આવેલી છે. કાબરની ચારે બાજુ એક ગાઢ શાંતિનો અનુભવ થાય છે.

Photo of કિન્નરોને સમર્પિત આ સ્મારક પ્રમાણ આપે છે ભારતના પ્રગતિશીલ ઇતિહાસનું by Jhelum Kaushal

આ બધી જ કબરો એક છત સાથે જોડાયેલી છે. અને બધી જ કબર સફેદ અને લીલા રંગનની એક ઝુકેલી દીવાલ સાથે જોડાયેલી છે. સૌથી મુખ્ય મઝાર છે કિન્નરોના સૌથી વૃદ્ધ, મિયાં સાહેબની. લોકકથાઓ મુજબ લોદી વંશના સૂફી સંત કુતુબદીન કાકીએ મિયાં સાહેબને બહેન માન્યા હતા. આ સ્થાન એમની તરફથી મિયાં સાહેબ અને કિન્નરોને ભેટ હતું.

કબ્રસ્તાનનું નિર્માણ લોદી વંશના શાસન સરમિયાન થયું હતું. અને મોટું સ્મારક મિયાં સાહેબને સન્માનિત કરવા માટે બનાવાયું હતું.

Photo of કિન્નરોને સમર્પિત આ સ્મારક પ્રમાણ આપે છે ભારતના પ્રગતિશીલ ઇતિહાસનું by Jhelum Kaushal

કિન્નરોનું ઘટતું સન્માન

પ્રાચીન હિન્દૂ ગ્રંથો જેવા કે રામાયણમાં પણ કિન્નરોના સન્માનની વાતો છે. મુઘલ સમય દરમિયાન પણ એમના દરબારમાં એમનું સ્થાન હતું. પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન એમની પ્રત્યે અપમાન નો સમય શરુ થયો જે આજે પણ ચાલુ છે. આના કારણે કિન્નરોએ ઘણી વાર હિંસાનો ભોગ બનવું પડે છે.

આજે તુર્કમાન ગેટના કિન્નરોને આ કબ્રસ્તાનનો હક છે. જોકે અહીંયા કોઈ નાવને દફન નથી કરવામાં આવ્યા. વાસ્તવિકતામાં માત્ર પોતાના સમુદાયના લોકોને જ એમના અગ્નિ સંસ્કાર કરવાનો હક હોય છે અને એમના અંતિમસ્થળો ઘણા જ શાંત હોય છે. ધાર્મિક તહેવારો ઉજવવા, શ્રદ્ધાંજલિ આપવા અને ગરીબોમાં ભોજન વહેંચવા માટે એ લોકો અહીં આવે છે.

દેશની આ હેરિટેજ સાઈટ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન છે જે ઘણા જ સન્માનની હકદાર છે.

આ કબ્રસ્તાન પર્યટકો માટે ખુલ્લું છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા અવાઈને શ્રદ્ધાંજલિ આપી શકે છે. એક બાજુ એમના આશીર્વાદને શુભ ગણવામાં આવે છે અને બીજી બાજુ એમને ઘણી જ હેરાનગતિ ભોગવવી પડે છે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads