ટેક્નોલોજી જીવનને ઘણું જ સરળ અને સુવિધાપૂર્ણ બનાવી રહી છે. જાણતા અજંતા આપણે એવા કેટલાયે ટૂલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેનો પૂરો ઉપયોગ આપણને ખ્યાલ આવી જાય તો માજા પડી જાય. 2005 માં જયારે ગૂગલ મૅપ્સની શરુઆત થઇ ત્યારે એને ઘણા જ બદલાવ આપણા જીવનમાં લાવ્યા હતા. માને એ ચેક કરતી વખતે એક એવું ફીચર મળ્યું કે જે કમાલનું છે.
ગૂગલ મેપ્સનું કમાલનું ફીચર - યોર ટાઈમલાઈન

આ ફીચર તમે જે જે જગ્યાઓએ જાઓ છો એની પર ધ્યાન રાખે છે. તમે હોસ્પિટલ, કેફે, ઐતિહાસિક સ્થળ જ્યાં પણ હો તેના વિષે તમને યોર ટાઈમલાઈન પરથી માહિતી મળી શકે છે. જયારે તમે યાત્રા કરી રહ્યા હો ત્યારે આ સુવિધા ઘણી જ કામ લાગે છે. કોઈ અજાણ્યા શહેરમાં પ્લાંનિંગ વખત નીકળ્યા હો તો આ સુવિધા એક વરદાનથી ઓછી નથી.

આ ફીચર રોજ ફરવામાં આવતા સ્થળોનો એક લોગ રાખે છે.

આ એ શહેરોને પણ બતાવે છે જ્યાં તમે ગયા હો.
ઉપરનો સ્ક્રેઇનશોટ એ મારી એક મહિના પહેલાની યાત્રાનો છે. ઘરે પાંચ આવીને જો તમને મુશ્કેલ જગ્યાઓના નામ યાદ નથી રહેતા તો આ ફીચર ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

તમે ક્યાં કેટલો સમય રોકાયા એ પણ અહીંથી ખ્યાલ આવે છે.
ઘણા લોકો પોતાની યાત્રા પુરી થયા પછી એ જગ્યાઓના નામ ભૂલી જતા હોય છે. તમે એ યાદ કરવા અને યાદો વાગોળવા આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. તમે ઇન્ટાગ્રામ કે અન્ય સોશ્યિલ મીડિયા પર જો તમારી યાત્રા વિષે લખવા માંગો છો તો તમને તમારી યાત્રાની બધી જ વિગતો યોર ટાઇમલાઈ ફીચર પરથી મળી રહે છે.

આ ઉપરાંત તમે યાત્રા પગપાળા કરી કે કોઈ કેબ અથવા બીજા સાધનો દ્વારા કરી એની પણ વિગત આ ફીચર દ્વારા મળી રહે છે! રેસ્ટોરન્ટ, હોટેલ, એરપોર્ટ, દુકાનો વગેરે અલગ અલગ કેટેગરીમાં પણ તે તમને વહેંચણી કરી આપે છે. આ ટાઇમલાઈનને તમે તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો!
એટલે જ હું ક્યારેક મારા ઓફિસે ડેસ્ક પરથી મારી ટાઇમલાઈનમાં ડૂબકી લગાડું છું અને મારી જૂની યાત્રાઓની દરેક પળને ફરીથી જીવી લવ છું! આ ફીચર જોયા પછી તમે મારો જરૂરથી આભાર માનશો એવી માને ખાતરી છે.
અને જો તમને તમારી યાત્રાના ટ્રેકિંગથી મુશ્કેલી છે તો તમે એને ઑફ પણ કરી શકો છો!
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.