શા માટે બ્રહ્મપુત્ર નદીનો આ નાનકડો ટાપુ પર્યટકોને આકર્ષે છે?

Tripoto
Photo of Majuli, Assam, India by Jhelum Kaushal
Photo of Majuli, Assam, India by Jhelum Kaushal
Photo of Majuli, Assam, India by Jhelum Kaushal
Photo of Majuli, Assam, India by Jhelum Kaushal
Photo of Majuli, Assam, India by Jhelum Kaushal

સ્થાન - ગુવાહાટી પાસે, આસામ, ભારત

દરેક ભીડભાડથી દૂર પ્રકૃતિના ખોળામાં માજુલી બ્રહ્મપુત્રાની ઉપર વસેલું છે. અહીંનો અનુભવ દેશના દરેક ખૂણાથી અલગ જ હશે.

કેવી રીતે પહોંચવું?

માજુલી ગુવાહાટીથી 200 કિમિ અને જોરહાટથી 20 કિમિ દૂર છે. ત્યાંથી તમે નીમતીઘાટની ટેક્ષી કરો અને પછી ફેરી કરીને માજુલી પહોંચી શકો છો.

માજુલી દ્વીપ અને નીમતીઘાટ વચ્ચેની ફેરીનો સમય:

08: 00 AM, 10:00 AM, 01:00 PM, 03:00 PM

નીમતીઘાટથી માજૂલીની આખરી ફેરી: 04:00 PM

નીમતીઘાટથી માજુલી વચ્ચે મુસાફરીનો સમય : 1 કલાક 30 મિનિટ

માજુલી આસામમાં બ્રહ્મપુત્ર નદીનો એક તાજા પાણીનો દ્વીપ છે. નજીકના ગામોમાં સૌથી જાણીતું સ્થાન જોરહાટ છે. મહુલી દ્વીપ એ ભારતીય ઉપખંડમાં નદીની વચ્ચે આવેલો સૌથી મોટો દ્વીપ છે. બ્રહ્મપુત્રા નદીના સહવાસમાં પ્રકૃતિ સાથે જીવન વિતાવવા અહીં જરૂર આવો. અહીંયા પશુ પક્ષીઓની પણ કોઈ જ કમી નથી.

માજુલી એ ઘણા આદિવાસીઓ નું ઘર છે અને અહીંયાના લોકો ઘણું જ સરળ જીવન જીવે છે. અહીંયા વૈષ્ણવ સત્ર સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. તમને અહીંના લોકોને ઓળખવામાં, હળવા મળવામાં આનંદ આવશે. આસામના લોકોની જીવનશૈલી ઘણી જ રંગીન અને સુંદર છે, તમને અહીંયા રાજાઓ ગાળવી જરૂર પસંદ પડશે.

જો તમને ચકલીઓ અને અન્ય પક્ષીઓ જોવાનો શોખ છે તો તમારા મતે માજુલી પરફેક્ટ છે. આ નાનકડો ટાપુ અહીંયાના પક્ષીઓ મતે દેશ વિદેશમાં જાણીતો છે અને ફોટોગ્રાફર્સનો ફેવરિટ પણ છે. અહીંયા પ્રકૃતિના અનમોલ ખજાના સાથે તમને જીવન સંસ્કૃતિનો ખજાનો પણ જોવા મળશે.

માજૂલીમાં દિવસો વિતાવવા માટેની એક નાનકડી સૂચિ:

1. બ્રહ્મપુત્ર નદીમાં બોટ રાઇડિંગ

2. માજૂલીમાં કાયાકિંગ અને પેરાસિલિંગ

3. અસમની સંસ્કૃતિ વિષે જાણો

4. અહીંના સ્થાનિક આદિવાસીઓ સાથે બેસીને એમના જીવનને ઓળખો

5. અહીંયા તમે સ્થાનકી આદિવાસની હટમાં હોસ્ટ સાથે રહી શકો છો.

6. માજૂલીમાં તમે સાયકલિંગનો આનંદ પણ લઇ શકો છો.

7. બ્રહ્મપુત્ર નદીમાં માછલી પણ પકડી શકો છો.

8. પક્ષીઓ જોવા અને એમની ફોટોગ્રાફી કરવી એ અહીંયા સામાન્ય બાબત છે.

9. તમે અહીંયા માટીના વાસણો અને મુખૌટા બનાવવાની કળા પર હાથ અજમાવી શકો છો.

10. માજૂલીમાં સૂર્યાસ્ત પણ જોઈ શકો છો.

11. અહીંના સ્થાનિક ફાળો અને વ્યંજનો તથા સ્થાનિક મદિરા "અપાંગ" જરૂર ચાખો.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads