વિજ્ઞાન માને છે કે સમુદ્રકિનારાની સફર એટલે ખુશ જીવનની ગેરેન્ટી!

Tripoto
Photo of વિજ્ઞાન માને છે કે સમુદ્રકિનારાની સફર એટલે ખુશ જીવનની ગેરેન્ટી! 1/3 by Jhelum Kaushal

"ઉપર આકાશ, નીચે રેતી અને દિલમાં સુકુન"

આપણામાંથી ઘણા લોકોને જલ્દી શાંતિ મેળવવા માટે સમુદ્રકિનારાની લટાર મારવી એ એક ઉપાય હોય છે. અને શા માટે ન હોય! ઉચાળા મારતી લહેરો, ખુલ્લું આકાશ અને રેતીનો પટ આપણા મનને તાજગીથી ભરી દે છે.

સમુદ્રકિનારે વિતાવેલો સમય એક મુસાફર માટે ઔષધિ જેવું કામ કરે છે. હવે તો વિજ્ઞાન પણ માને છે કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર સારી અસર કરવા ઉપરાંત સમુદ્રકિનારાની સફર તમારા જીવનમાં અમુક વર્ષનો ઉમેરો કરી દે છે.

સમુદ્રકિનારાની આપણા મનપર થતી અસર માટે વૈજ્ઞાનિકોએ એક નવો શબ્દ બનાવ્યો છે, " બ્લુ સ્પેસ". એટલે જ જો તમે જરા પણ ઉદાસ થાઓ તો પહોંચી જાઓ ભૂરા સમુદ્ર પાસે!

સમુદ્રતટ પર મળતો આરામ એ માત્ર ભ્રમ નથી હોતો. તમારું મગજ ત્યાં એક અલગજ ઉર્જાથી કામ કરવા લાગે છે, તમને તાજગી અને શાંતિ પણ અનુભવાય છે.

"બ્લુ સ્પેસ" તમારી પર ચાર પ્રકારે પ્રભાવ કરે છે.

Photo of વિજ્ઞાન માને છે કે સમુદ્રકિનારાની સફર એટલે ખુશ જીવનની ગેરેન્ટી! 2/3 by Jhelum Kaushal

1. તણાવ ઓછો કરે છે.

પાણીની આપણા શરીર પર થતી અસર વિષે આપણે ઘણા વર્ષોથી જાણીએ છીએ પણ પાણીની આપણા મન પર થતી અસર વિષે બહુ ઓછા લોકો જાને છે. પ્રકૃતિએ પાણીમાં એટલા સારા તત્વો નાખેલા છે કે તમારો તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે. જેમકે તમે તરતા હો કે પાણીમાં પગ ડુબાડતા હો ત્યારે તમને આરામની અનુભૂતિ થાય છે. પાણી આપણા મનને સાલંકારાત્મક ઉર્જાથી ભરી દે છે.

2. રચનાત્મકતા વધારે છે.

જો તમે કોઈ આર્ટિસ્ટિક એટલે કે રચનાત્મક કામમાં અટકેલા હો તો સમુદ્ર તમને મદદરૂપ થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્લુ સ્પેસ તમને તમારી સમસ્યાઓને વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે. એક રીતે તમારા મનને શાંત કરીને તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જેથી તમારા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકે.

Photo of વિજ્ઞાન માને છે કે સમુદ્રકિનારાની સફર એટલે ખુશ જીવનની ગેરેન્ટી! 3/3 by Jhelum Kaushal

3. ડિપ્રેશન ઓછું કરે છે.

જો માણસ ડિપ્રેશનમાં ન હોય એ શાંતિ, સૂકું અને ખુશી અનુભવતો હોય છે. આ જ શાંતિ, સૂકું અને ખુશી તમને સમુદ્રકિનારે જઈને મળે છે. લહેરોનું સંગીત, રેતીની સુગંધ અને ખુલ્લું આકાશ તમને ખુશ રહેવામાં મદદ કરે છે.

4. જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલે છે.

માણસને જીવન પ્રત્યે સકારાત્મક અને સારો દ્રષ્ટિકોણ રાખવા માટે શાંત મગજ, ખુશહાલ હૃદય અને પરિપૂર્ણ આત્માની જરૂર હોય છે. સમુદ્રકિનારે તમને આ ત્રણેય મળી રહે છે અને એટલે જ જીવન પ્રત્યે સંતોષ અને ખુશી પ્રાપ્ત થાય છે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads