ભારત વિવિધતા વાળો દેશ છે અને અહીંયા દરેક જગ્યાઓ અલગ અલગ પ્રકારની છે પણ અમુક જગ્યાઓ તમારા હોશ ખોટી વસ્તુઓ માટે ઉડાવી દે એવી પણ છે. મેં ટ્રિપોટોના લેખકો સાથે વાત કરી તો એમણે મને કેટલાક ખરાબ અનુભવો વળી આ જગ્યાઓ જણાવી:
કર્કશ કોલકાતા
મને નવા લોકોને મળવું, નવી જગ્યાઓ જોવી જાણવી ખુબ જ પસંદ છે પણ ગયા વર્ષે કોલકાતાએ મને ઘણો જ ખરાબ અનુભવ કરાવ્યો. મારો સૌથી ખરાબ ટ્રાવેલ એક્સપેરિએન્સ કોલકાતાનો રહ્યો. ગંદી હોટેલ્સથી લઈને ગંદી ગલીઓ, અસ્વસ્થ ખાવાનું, આળસુ લોકો - આ શહેરમાં મને પસંદ આવે એવું કશું જ ન હતું. એક ચર્ચિત દુકાનમાંથી પુચકા ખાઈને મારુ પેટ પણ ખરાબ થઇ ગયું અને એ લોકો એવું કહે છે કે પુચકા દિલ્લીના ગોલ ગપ્પા કરતા વધુ સારા હોય છે! બિલકુલ ખોટી વાત છે.- અદિતિ
ગંદુ આગ્રા
તાજ મહેલના કારણે મેં અમુક દિવસો પેહલા જ આગ્રા જવાનું વિચારેલું પણ શહેરમાં પ્રવેશતા જ મારી આશાઓ પર પાણી ફરી વળ્યું. શહેર ઘણું જ ગંદુ હતું. તાજ મહેલની સુંદરતા કરતા બિલકુલ વિપરીત છે આ શહેર. - અંશુલ
છીછરી વિચારસરણી વાળું પટના
એ બિહાર વિષે ઘણું જ ખરાબ સાંભળેલું એટલે મેં વિચાર્યું કે એક મુલાકાત લઇ જોઉં, કદાચ હું ખોટો સાબિત થાઉં. પરંતુ મને નહોતી ખબર કે હું નફરત સાથે પાછો ફારીસ. અહીંયા સ્ત્રીઓ પ્રત્યે ઘણો જ ખરાબ વર્તાવ કરવામાં આવે છે. લોકલ કેબલ પર પણ ભદ્દા કાર્યક્રમો આવે છે. શહેરની વચ્ચે ઘણી વાર સ્ત્રીઓને ગાળો ખાતા પણ મેં જોઈ છે. એક સુંદર રાજ્ય એક ખુબ જ ખરાબ શિક્ષણ પ્રણાલીનો ભોગ બન્યું છે. – સમર્થ
ગંદકીભર્યું વારાણસી
સંસ્કૃતિના મામલે વારાણસી 100% સમૃદ્ધ છે પણ અઢળક વસ્તી અને અઢળક પ્રવાસીઓના કારણે આ શહેર ખુબ જ ગંદુ રહે છે. જોકે આમ મૂળ પ્રવાસીઓ જ જવાબદાર માની શકાય. મને ચોખ્ખાઈ ખુબ જ પસંદ છે એટલે હું વારાણસી આવવાનું ટાળીશ. - સિદ્ધાર્થ
મેલું રોહરુ
બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે ગંદકી ફેકવાને કારણે ખુબ જ ગંદુ લાગે છે. પબ્બર નદીના કિનારે પ્લાસ્ટિકનો ખુબ જ કચરો પડેલો જોવા મળે છે. આ જોઈને ખુબ જ દુઃખ થયું. - કંજ
જમ્મુ - ઉંચી દુકાન ફીકુ પકવાન
૨ વર્ષ પહેલા હું જમ્મુ ગયો હતો અને ત્યાં એવું કશું જ નહોતું જે મેં વિચારેલું. એટલી જ ગરમી હતી જેટલી દિલ્લીમાં હોય છે. ખાસ કાંઈ જોવા જેવું પણ ન હતું. - ઈશવાની
આયોજનના અભાવવાળું ચૌકોરી
ઉત્તરાખંડના આ નાનકડા જિલ્લાની શાંતિ અને સુંદરતા વિષે મેં ઘણું સાંભળ્યું હતું. પહેલું તો એ કે સૌથી નજીકના સ્ટેશન કાઠગોદામથી મને ચૌકોરી પહોંચતા ૬ કલાક થયા! શહેરમાં યોજનાનો પણ અભાવ છે. ૩ ૩ માળના મકાનોનો ખડકલો થઇ રહ્યો છે. હિમાલયનો નજારો પણ જહાજ આકારની લાલ હોટેલે ખરાબ કરી નાખ્યો છે. - સૌમ્ય
રોહિત માને છે કે કોઈ જગ્યાઓ ખરાબ નથી હોતી, ખરાબ હોય છે અનુભવો.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.