Day 1
પ્રિય મિત્રો,
દુનિયાભરમાં પોતાના ગૌરવશાળી અતીત અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતા આપણા દેશના લગભગ દરેક ગામ અને શહેરનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે. જેને જાણવા સમજવા અને જોવાની લાલસા દરેકને હોય છે. પશ્ચિમ બંગાળની બોર્ડરથી લાગતા ઝારખંડના દુમકા જિલ્લા સ્થિત શિકારીપાડાના નજીકના ગામમા સેંકડો મંદિર છે. અંદાજે 108 મંદિરોવાળુ આ ઐતિહાસિક ગામ આજે પણ અસ્તિત્વમાં છે.
17મી સદીમાં બનાવેલા આ મંદિરોમાં રામાયણ તેમજ મહાભારત કાળની તમામ કળાકૃતિઓ અને ઘટનાક્રમોને પણ કોતરવામાં આવી છે. જે હિન્દુ ધર્મ સંસ્કૃતિના અતીતને પણ જીવંત કરે છે. આ ઉપરાંત, અહીં મા તારાની મોટી બહેન માતા મૌલિક્ષાનું પણ એક પ્રાચીન મંદિર છે, જે પર્યટનની સાથે સાથે લોકોની આસ્થાનું પણ મોટુ કેન્દ્ર છે. અહીં દર વર્ષે એક વિશાળ મેળો પણ ભરાય છે.
કેવીરીતે પહોંચશો:-
પશ્ચિમ બંગાળની બોર્ડરને અડીને ઝારખંડનું આ ઐતિહાસિક ગામ પોતાના ધાર્મિક મહત્વને લઇને ખાસ્સુ લોકપ્રિય છે. અહીં પહોંચવાનું ઘણું સરળ છે. રેલવે સાથે સીધુ જોડાયેલું નથી પરંતુ નજીકમાં રેલવે સ્ટેસન છે. જે કોલકાતા અને ઝારખંડ સહિત મુખ્ય શહેરોથી જોડાયેલું છે. મલૂટીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળનું રામપુર હાટ છે. અહીં ઉત્તરીને તમે સરળતાથી મલૂટી પહોંચી શકો છો. મલૂટીથી રામપુરહાટનું અંતર માત્ર 14 કિ.મી. છે. તમને જણાવી દઇએ કે રામપુર હાટથી જ માં તારાપીઠના દર્શન માટે લોકો જાય છે.
આના સિવાય તે રોડ માર્ગથી પણ જોડાયેલું છે. દુમકા રામપુર હાટ માર્ગ પર એન.એચ. 114 પર ભવ્ય ગેટ લાગેલો છે જ્યાં એનએચને બાદ કરતાં 5 કિ.મી.નું અંતર કાપવું પડે છે. આ રસ્તો સીધો મંદિરોના ઐતિહાસિક ગામ મલુટી સુધી જાય છે.
કોણે અને કેમ બનાવ્યા એક ગામમાં આટલા મંદિર
મંદિરોના ગામ મલૂટીને ગુપ્ત કાશી પણ કહેવામાં આવે છે. કાશીની જેમ અહીં ચારોબાજુ બસ મંદિર જ મંદિર છે. જાણકારોનું માનવું છે કે આ મંદિરોનું નિર્માણ અહીંના રાજા બાજ બસંત રાય દ્ધારા કરાવવામાં આવ્યું છે. રાજા ઘણો જ ધાર્મિક પ્રવૃતિનો હતો તેથી તેણે પોતાના માટે મહેલ બનાવવાની જગ્યાએ ગામમાં 108 મંદિરોનું નિર્માણ કાર્ય કરાવ્યું અને પોતાના બધા ઇષ્ટ દેવી દેવતાનું આહવાન કરવા માટે તેને સ્થાપિત કર્યું. 17મી શતાબ્દીની આસપાસ બનેલા આ મંદિરોમાં સર્વાધિક ભગવાન શિવના મંદિર છે. જ્યારે માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ તેમજ માતા કાળીના પણ અહીં મંદિર છે. આ ઉપરાંત, માતા મૌલિક્ષાનું પણ એક ભવ્ય અને વિશાળ મંદિર છે. હાલમાં અહીં 72 મંદિર જ દેખાય છે. બાકીના મંદિર અતિ પ્રાચીન હોવાથી ધ્વસ્ત થઇ ચૂક્યા છે.
વિશ્વ હેરિટેજ બનાવવાની ચાલી રહી છે કવાયદ
ઝારખંડના ઐતિહાસિક ગામ મલુટીને વિશ્વના માનચિત્ર પર ઉપસાવવા માટે ઝારખંડના પર્યટન વિભાગની સાથે સાથે કેન્દ્ર સરકારે પણ પહેલ શરુ કરી છે. યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ (વિશ્વ ધરોહર) ની યાદીમાં લાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મુખ્ય ધાર્મિક પર્યટન સર્કલ તરીકે વિકસિત થઇ રહ્યું
દેવધર, બાસુકીનાથ, તારાપીઠ બાયા મલુટીનું પર્યટન
ઝારખંડના દેવધરમાં જલાભિષેક પછી લોકો બાસુકીનાથમાં જલાભિષેક કરે છે. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો પશ્ચિમ બંગાળની મુખ્ય દેવી મંદિરમાં દર્શન માટે તારાપીઠ પણ જાય છે. આવા પર્યટનોને તારાપીઠ અને દેવધરની વચ્ચે સ્થિતિ મૌલીક્ષાના દર્શન અને મંદિરોના ગામ મલૂટીમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રવિ સિંહ "પ્રતાપ"