![Photo of બારું – એ નેપાળી કૂતરો જે માણસોને હરાવીને એવરેસ્ટ ચડી આવ્યો! 1/3 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1619978446_1552480163_cc.jpg)
હિમાલયની હાડ ગગડાવી નાખે એવી ઠંડીમાં મહા મુશ્કેલીએ આગલ વધતાં પર્વતારોહકોની વાતો લોકોને અચંબિત કરી નાખતી હોય છે. રેકોર્ડ બનાવવા માટે દૂર દૂર થી લોકો આ પહાડને સર કરવા આવતા હોય છે. પરંતુ એક કૂતરું પણ પહાડ ચડવામાં પાછળ નથી એ જાણીને કેવું લાગ્યું?
વાત છે એક નેપાળી કૂતરાની, જે હિમાલય સર કરવા આવેલી એક ટુકડીની સાથે મિત્રતા કરીને 23000 ફીટની ઊચાઇ સુધી હિમાલય ચડી ગયું હતું! 23389 ફીટની ઉચાઈએ માઉન્ટ એવરેસ્ટની દક્ષિણમાં બારૂનસે શિખરને સર કરવા વાળું આ પ્રથમ કૂતરું હતું!
સીએટલના ગાઇડ ડોન વારગાઓસકી કાઠમંડુ સમિટના એક ક્લબનુ નેતૃત્વ કરી રહ્યા હતા ત્યાં એમને પાછા ફરથી વખતે એક નેપાળી કુતરા જોડે મુલાકાત થઈ હતી.
![Photo of બારું – એ નેપાળી કૂતરો જે માણસોને હરાવીને એવરેસ્ટ ચડી આવ્યો! 2/3 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1619978462_1552480182_mp.jpg)
એ હિમાલયન શિપડોગ અને તિબેટીયન મેસ્ટિફનુ મિક્સ બ્રીડ હતું. આ ગાઇડ સાથે હળીમળી જવાથી એ એમની ટીમ સાથે 3 અઠવાડિયા સુધી સફરમાં સાથે રહ્યું અને 9 નવેમ્બર,2018 ના રોજ બારૂનસે શિખર સુધી પહોંચ્યું! હિમલેન ડેટાબેઝ સાચવતી સંસ્થાએ આઉટસાઇડ મેગેઝિનને કહેલું, “ નેપાળમાં ક્યારેય પણ કોઈ પર્વતને સર કરનાર લોકોમાં કોઈ કૂતરાનો પહેલા ઉલ્લેખ નથી થયેલો. હું બસ આશા રાખું છું કે પરમિટ વગર બારૂનસે ચડવા માટે ક્યાંક આ કૂતરું મુશ્કેલીમાં ન મુકાઇ જાય!”
![Photo of બારું – એ નેપાળી કૂતરો જે માણસોને હરાવીને એવરેસ્ટ ચડી આવ્યો! 3/3 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1619978479_1552480206_wp.jpg)
શેરપાઓ એ પણ આ કૂતરાના ઘણા વખાણ કર્યા છે. મૃત્યુની ઘણી નજીક હોવા છતાં પણ ક્યારેય એને પીછેહઠ કરી ન હતી.
માણસોની જેમ કૂતરાઓને પણ ઊચાઇ પર થાક, માથાંનો દુખાવો, ઊલટી જેવી તકલીફો થતી હોય છે. સદનસીબે આ કૂતરાની બ્રીડ એના માટે અનુકૂળ હતી.
અભિયાનના બેઝ કેમ્પ મેનેજર કાજી શેરપાએ આ કૂતરાને દતક લઈ લીધો છે અને બારૂનસે શિખર પરથી એનું નામ બારું રાખ્યું છે.
.
આ લેખ કોવિડ-19 માહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
.