3 વર્ષ પહેલા જ્યારે વિષ્ણુદાસ ચાપકેએ પોતાની વિશ્વયાત્રા શરૂ કરેલી ત્યારે એમણે પણ ખ્યાલ નહિ હોય કે એમણે વિષ્ણુ “ડી ગામા” નું બિરુદ મળશે!
2010 માં કેપ્ટન દિલીપ ડોનડેએ આવું જ કઈક કર્યું હતું અને એમને મળીને વિષ્ણુ પણ નીકળી પડ્યા વિશ્વ યાત્રા પર! આ યાત્રા પૂરી કરવા માટે એમને 35 દેશો અને 3 વરસનો સમય લાગ્યો.
ચાલો જાણીએ એમની વાતો જે તમને પણ કશુંક કરવા માટે પ્રેરશે.
આમનું આ અભિયાન સાંભળવામાં તો ઘણું જ રોમાંચક લાગે છે પણ ક્યારેક ક્યારેક એ ખતરનાક પણ હતું!. એક એવો પણ સમય હતો જ્યારે આર્જેન્ટિના અને ચિલીની બોર્ડર પર એક ચોરે તેમણે ચાકુ મારવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓ ખૂબ મુશ્કેલીથી ત્યાંથી ભાગ્યા હતા!
વિષ્ણુદાસને એમની ઈમાનદારી પણ ભારે પડી ગઈ હતી જ્યારે તેમણે અમેરિકન અધિકારીઓને સાચે સાચું જણાવી દીધું હતું કે તેમની પાસે ના તો નોકરી છે, ના પૈસા છે, ના ઘર છે જે તેમણે વેચી નાખેલું અને ના તો એમના લગ્ન થયેલા છે! અને એટલે જ એમનો વિઝા રિજેક્ટ થઈ ગયેલો એટલે એમનો પ્રવાસ 90 દિવસ લંબાઈ ગયેલો! આવા અનુભવ તમારું મનોબળ તોડી શકે છે પરંતુ વિશ્વમાં સારા અને મદદરૂપ લોકોની પણ કોઈ જ કમી નથી.
કોલંબિયામાં પોતાના નવા પાસપોર્ટની રાહ જોતાં જોતાં 2 મહિના એમણે એક શિક્ષક એમેલિયાને મદદ કરી અને એ પણ વિષ્ણુ ને પોતાના સંતાનની જેમ રાખવા લાગી! અને એના કારણે એમને સ્પેનિશ પણ શીખવા મળ્યું.
વિષ્ણુદાસએ એક ખૂબ સારી પહેલ પણ કરી છે, એ લગભગ 15 દેશો જ્યાં તેઓ ફર્યા છે ત્યાં તેમણે નવા વૃક્ષો લગાવવાનું કામ કર્યું છે!
જો તમે પણ કોઈ યાત્રા એ જવા માંગો છો તો પોતાના ઈરાદાઓ મક્કમ રાખો. એના કારણે જ લોકો તમારી તરફ આકર્ષિત થઈને તમને ખાવા પીવાની, કે પછી રહેવાની કોઈ સગવડો પણ કરી આપશે. આ વિષ્ણુદાસ ચાપકેની રણનીતિ અને વિશ્વાસ ને કારણે જ તેઓ આટલું મોટું કામ કરી શક્યા અને તેમાં સફળ થયા જેની વાર્તાઓ હવે વર્ષો સુધી લોકો સાંભળતા રહેશે.
.
આ લેખ કોવિડ-19 માહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
.