શું તમને ખબર છે કે આખા વિશ્વમાં 1500થી વધુ સક્રિય જ્વાળામુખી છે. તેમાંથી ફક્ત એક જ દક્ષિણ એશિયામાં સ્થિત છે.
ઇતિહાસનો નકશો બદલી નાંખે છે જ્વાળામુખી
નવી ટેક્નોલોજી માનવીય સભ્યતાને ઘણીબધી પ્રાકૃતિક વિપત્તિઓથી બચાવવાનું કામ કરે છે. ધીમે-ધીમે વૈજ્ઞાનિક ક્લાઇમેટ ચેન્જ નામની સમસ્યાનો પણ ઉકેલ લાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. પરંતુ ધરતી પર જ્વાળામુખીનું ફાટવું એક એવી કુદરતી ઘટના છે જેને કોઇ ટેક્નોલોજી નથી રોકી શકતી. આખુ વિશ્વ હંમેશની જેમ આની સામે વામણું સાબિત થાય છે.
જો તમે યોગ્ય અંતરેથી કોઇ જ્વાળામુખીને ફાટતા જુઓ છો તો સાચે જ આ એક ક્યારેય ન ભુલી શકાય એવો નજારો હોય છે.
દુનિયામાં અનેક જગ્યાઓ છે જ્યાં તમે આ સક્રિય જ્વાળામુખીના મુખ સુધી જઇ શકો છો.
મોટાભાગના જ્વાળામુખીની ટોચ પર કંઇ પણ નથી ઉગતુ. ત્યાં તમને બિલકુલ પણ હરિયાળી જોવા નહીં મળે. આ સક્રિય જ્વાળામુખીમાં ફક્ત સલ્ફરના ખાડા હોય છે અને લાવાથી ભરેલી નદીઓ. આ સળગતી નદીઓને જોવી એક આશ્ચર્યથી કમ નથી. આપણામાંથી ઘણાં બધાએ આ અનુભવ પણ કર્યો હશે.
કેટલાક લોકો તો એટલા સાહસિક હોય છે કે આવુ જોવા ગમેતેટલી દૂર સુધી જઇ શકે છે.
બારેન આઇલેન્ડ
ભારતમાં ફક્ત એક જ સક્રિય જ્વાળામુખી છે. આ જ્વાળામુખી પોર્ટ બ્લેરથી લગભગ 135 કિ.મી. દૂર બારેન આઇલેન્ડમાં છે. નક્શામાં જોશો તો ખબર પડશે કે આ જગ્યા પૂર્વી અંદામાન અર્ચિપાલગોમાં છે.
કેવીરીતે જઇ શકાય બારેન આઇલેન્ડ?
બારેન આઇલેન્ડની પાસે જવા માટે તમારે વન વિભાગની અનુમતી લેવી જરુરી છે. મંજૂરી મળ્યા પછી તમે બોટમાં બેસીને બારેન આઇલેન્ડની પાસે જઇ શકો છો પરંતુ તમે આ ટાપુમાં ઉતરી નહીં શકો. કોઇપણ વિદેશી મુળનો વ્યક્તિને તો અહીં આવવાની પણ પરમિશન નથી.
જો તમારે સક્રિય જ્વાળામુખીના દર્શન કરવા છે તો પોર્ટ બ્લેરથી ચાર્ટર્ડ ઉડ્યનના માધ્યમથી તમે બારેન આઇલેન્ડ પર જોઇ શકો છો. આ ચાર્ટર્ડ ઉડ્યનો હેવલોક થી પણ ચાલે છે. પોર્ટ બ્લેરથી ઉડ્યનનું ભાડુ છે Rs 7499, અને હેવલૉકથી Rs 4999
બારેન આઇલેન્ડની નજીક જવાની એક બીજી રીત પણ છે. તમે અહીં એક ડાઇવ બોટના માધ્યમથી પહોંચી શકો છો. આ ટાપુને ઘેરીને બેઠેલા સમુદ્ર અંગે કહેવાય છે કે અહીં મંટા રેન્જ સરળતાથી જોઇ શકાય છે. પાણીની નીચે લાવાના બહાને અહીં સમુદ્રની સપાટીની નીચે જમીનની બનાવટ પણ જોવા લાયક છે.
અંડમાન અંગે એક બીજી વાત છે જે યાત્રીઓએ જાણવી જરુરી છે. અહીં આવેલા નીલ આઇલેન્ડમાં સૌથી સસ્તામાં તમને સ્કૂબા ડાઇવર સર્ટિફિકેટ મળી શકે છે. અહીં ઘણાં લોકો સ્કૂબા ડાઇવિંગના રોમાંચ માટે પણ આવે છે.
જો કે આ દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છેલ્લા 177 વર્ષોમાં ફક્ત એકવાર 1995માં ફાટ્યો છે. છેલ્લીવાર બારેન આઇલેન્ડમાં જ્વાળામુખી 10 વર્ષ પહેલા ફાટતો જોવા મળ્યો હતો.