દરરોજના કંટાળાજનક જીવનમાંથી બ્રેક લઇને ક્યાંક રજા ગાળવાનું કેટલુ ઉત્સાહજનક હોય છે. કોઇને નવી જગ્યાએ નવી ચીજો જોવાનું પસંદ છે તો કેટલાકને તીર્થ સ્થાનો પર જવાથી શાંતિ મળે છે. તો કેટલાકને રોમાંચ પસંદ છે. ભારતની જમીન પર સાહસિકો માટે મસ્તી કરવા માટે ઘણી રોમાંચક રમતો મોજુદ છે. આટલા બધા વિકલ્પોમાંથી તમારા માટે પસંદ કરીને લાવ્યા છીએ સૌથી રોમાંચક પ્રવૃતિઓની યાદી જેનાથી રોમાંચના શોખીનોની રજાઓ સુધરી જશે.
1. ટ્રેકિંગ : સુંદર રસ્તા પર વધતા પગલા
ભારતના ઘણાં જ સુંદર ભુભાગ પર ટ્રેકિંગ કરીને મજા આવે છે. દેશમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઇને દક્ષિણ સુધી એવી શાનદાર ટ્રેલ છે જેને માપીને ટ્રેકિંગના શોખીનોને ઝિંદગી રંગીન લાગવા લાગે છે. શિખાઉ ખેલાડીથી માંડીને અનુભવી સુધી, ભારતમાં બધા માટે ટ્રેક છે. સાથે જ, હિમાલયની ગોદમાં એવા ઘણાં ટ્રેક છે જ્યાં એકલા ચઢાણ કરી શકાય છે.
ભારતમાં ટ્રેકિંગ કરવાની યોગ્ય સમય?
મોસમની વાત ટ્રેકની પ્રવૃતિ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે ચાદર ટ્રેક શિયાળામાં કરી શકાય છે. પરંતુ વેલી ઓફ ફ્લાવર્સ માટે વરસાદની ઋતુ યોગ્ય છે. જો કે, મોટા ભાગે બાકી ટ્રેકો માટે જૂનથી લઇને ઓક્ટોબર સુધીનો સમય યોગ્ય માનવામાં આવે છે.
ભારતમાં ટ્રેકિંગ કરવા માટે યોગ્ય જગ્યા?
ભારતમાં ટ્રેકિંગ માટે યોગ્ય જગ્યા લદ્દાખ, જન્સકાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને સહ્યાદ્રી પર્વત છે.
2, પર્વતારોહણઃ આકાશને આંબતા શિખરો પર વિજય
ભારતમાં હિમાલય હોવાના કારણે આખા વિશ્વમાં પર્વતારોહી અહીં આવે છે. દેશમાં રોમાંચક રમતોની વાત કરીએ ત્યારે મોંમાથી પર્વતારોહણ જ નીકળે છે. પર્વતારોહણ જેવો રોમાંચ કદાચ જ ક્યાંય બીજે જોવા મળે કારણ કે અદ્ભુત નજારા, અનોખી સંસ્કૃતિ અને અલગ જ વન્યજીવોથી રુબરુ થવા મળે છે.
ભારતમાં પર્વતારોહણ માટે યોગ્ય સમય?
એપ્રિલથી ઓક્ટોબરના ગરમ મહિનો પર્વતારોહણના હિસાબે યોગ્ય માનવામાં આવે છે.
પર્વતારોહણ માટે ભારતમાં યોગ્ય જગ્યા ?
ભારતમાં પર્વતારોહણ માટે હિમાચલ પ્રદેશ, ગઢવાલ, કુમાઉ અને સિક્કિમ સૌથી યોગ્ય છે.
3. હોટ એર બલૂનિંગ : ખુલ્લા આકાશની સફર
હોટ એર બલુનિંગ ભારતમાં ઝડપથી લોકપ્રિય થઇ રહેલી એ રોમાંચક ગતિવિધિ છે જેનાથી તમને દેશની વિશાળતાની ખબર તો પડે જ છે, સાથે જ એક અલગ દ્રષ્ટિકોણ પણ મળે છે. આ સુગમ રોમાંચક ગતિવિધિ ભીડ-ભાડથી ઉપર ઉઠીને હવામાં સવાર, તમને શાંતિથી ભારતના નજારા જોવાની તક પુરી પાડે છે.
ભારતમાં હોટ એર બલૂનિંગ માટે યોગ્ય સમય?
સપ્ટેમ્બરની વચ્ચે માર્ચના અંત સુધી હૉટ એર બલુનિંગ માટે યોગ્ય મોસમ રહે છે.
ભારતમાં હૉટ એર બલુનિંગ માટે યોગ્ય જગ્યા?
જયપુર, પુષ્કર, રણથંભોર નેશનલ પાર્ક અને મનાલી હૉટ એર બલૂનિંગ માટે યોગ્ય જગ્યા છે.
4. વ્હાઇટ વોટર રાફ્ટિંગ અને કાયાકિંગ: નદીની લહેરોથી ટક્કર
નદીની સફેદ લહેરોથી ટક્કર લેતા આસ-પાસના નજારાનો આનંદ લેવો જ વ્હાઇટ વોટર રાફ્ટીંગની ખાસિયત છે. જો તમે રોમાંચ પ્રેમી હોવા સાથે ભારતમાં પોતાની રજાઓ યાદગાર બનાવવા માંગે છે તો આ એક્ટિવિટી તમારા માટે છે.
ભારતમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ માટે યોગ્ય સમય?
સપ્ટેમ્બરથી નવેમ્બર અને એપ્રિલથી મે મહિનામાં ભારતમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરવા માટે યોગ્ય સમય છે.
ભારતમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરવા માટે યોગ્ય સ્થળ?
લદ્દાખ, ઉત્તરાખંડ (ઋષિકેશ), હિમાચલ પ્રદેશ અને સિક્કિમ રાફ્ટિંગ કરવા માટે સારી જગ્યાઓ છે. કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ રાફ્ટિંગની મજા લેવા જઇ શકો છે.
5. માઉન્ટેન બાઇકિંગ : સાઇકલ પર સવાર થઇને સુંદર પહાડ માપો
ભારતના ઉંચા-નીચા પહાડો કંઇક એવા છે કે સાઇકલિંગના શોખીન ઘણાં આરામથી પોતાનું હુનર અજમાવી શકે છે. પછી વાત લેહની સુંદર ખીણોની કરો કે પૂર્વી ભારતના મહાન પર્વતોના ઢોળાવની, ભારતના પહાડોમાં કંઇક એવી વાત છે કે સાઇકલિંગ દિગ્ગજ અહીં આવ્યા વગર નહીં રહી શકો.
ભારતમાં માઉન્ટેન બાઇકિંગ માટે સૌથી યોગ્ય સમય?
માઉન્ટેન બાઇકિંગ બાઇકર દ્ધારા પસંદ કરેલા હવામાન પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે લદ્દાખના રસ્તે બાઇકરો માટે ખુલ્લા નથી હોતા. તો આવામાં સિક્કિમ કે બીજે ક્યાંક જવાનું ઠીક રહે છે.
ભારતમાં માઉન્ટેન બાઇકિંગ માટે યોગ્ય જગ્યા?
માઉન્ટેન બાઇકિંગ માટે યોગ્ય જગ્યા હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કિમ, ગઢવાલ અને કુમાઉ છે.
6. હેલી સ્કીઇંગ : અજાણી જગ્યાઓના દ્રશ્યો
હેલિકોપ્ટરથી સુંદર અને અજાણી જગ્યાઓની લટાર રોમાંચને અલગ જ સ્તરે લઇ જાય છે. હેલી સ્કીઇંગમાં તમને હેલીકોપ્ટરથી અજાણી જગ્યાએ લઇ જવાય છે અને અજાણ્યા રસ્તા પર ચાલવાનું સૌભાગ્ય પ્રદાન કરવામાં આવે છે.
ભારતમાં હેલી સ્કીઇંગ માટે સૌથી યોગ્ય હવામાન ?
હેલી સ્કીઇંગ કરવા માટે જાન્યુઆરીથી એપ્રિલ મહિનો યોગ્ય રહે છે.
ભારતમાં હેલી સ્કીઇંગ માટે યોગ્ય જગ્યા?
હેલી સ્કીઇંગ કરવા માટે મનાલી અને કાશ્મીર યોગ્ય જગ્યા છે.
7. કેમલ સફારી અને યાક સફારીઃ ફરવાની નવી રીત
ઊંટ કે યાકની પીઠ પર સવાર થઇને ભારતના શાંત અને સુરમ્ય રેગિસ્તાનમાં લટાર મારવી પોતાનામાં એક ખાસ અનુભવ છે. સફાઇ દ્ધારા તમે દેશના ગ્રામીણ અને અજાણ્યા વિસ્તારોની મુસાફરી કરી શકો છો.
ભારતમાં સફારી માટે સૌથી યોગ્ય મોસમ?
કેમલ અને યાક સફારી માટે સપ્ટેમ્બરથી માર્ચ અને નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનો સમય યોગ્ય રહે છે.
ભારતમાં સફારી માટે યોગ્ય જગ્યા?
જેસલમેર, બીકાનેર અને નુબ્રા ખીણ કેમલ સફારી માટે જાણીતી જગ્યા છે. યાક સફારી માટે હિમાચલ કે લદ્દાખ જઇ શકાય છે.
8. પેરાગ્લાઇડિંગઃ હવાની સાથે થોડીક વાતચીત
પેરાગ્લાઇડિંગ ખુલ્લા આકાશમાં મુક્ત પંખીની જેમ ઉડીને રુંવાટ ઉભા કરી દે છે. જો તમે બધા બંધન તોડીને આકાશમાં ઉડવાનો અનુભવ કરવા માંગો છો તો પેરાગ્લાઇડિંગ તમારા માટે યોગ્ય છે.
ભારતમાં પેરાગ્લાઇડિંગ માટે સૌથી યોગ્ય સમય?
પેરાગ્લાઇડિંગનો આનંદ લેવા માટે માર્ચથી જૂન, સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનો સૌથી યોગ્ય છે.
ભારતમાં પેરાગ્લાઇડિંગ માટે યોગ્ય જગ્યા?
હિમાચલ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તામિલનાડુ રાજ્યોમાં પેરાગ્લાઇડિંગ કરાવાય છે.
તમે કોઇપણ રોમાંચક ગતિવિધિ પસંદ કરી લો, ઘરે પાછા જશો તો દિલમાં ઘણીબધી યાદો લઇને જશો. જેને તમે ભુલી નહીં શકો.