આસામમાં જટિંગા નામનું એક ગામડું આવેલું છે. માંડ 2500 લોકોની વસ્તી ધરાવતું આ ગામ બહુ જ દોષ ધરાવે છે એવું માનવામાં આવે છે. આમ તો આપણા દેશમાં સંદિગ્ધ ગામોની કોઈ કમી નથી પરંતુ આ ગામમાં કશુંક એવું બને છે જેને અહીંના સ્થાનિકો પણ અસાધારણ કહી રહ્યા છે.
પક્ષીઓની આત્મહત્યા- ભ્રમ કે વાસ્તવિકતા:
આમ તો જટિંગા ગામ આસામની રાજધાની ગુવાહાટીથી દક્ષિણ તરફ 330 કિમીના અંતરે આવેલું છે પણ અમુક સંદિગ્ધ ઘટનાઓને કારણે આખા રાજ્યમાં ખૂબ જ પ્રસિધ્ધ છે.
સ્થાનિકોનું એમ કહેવું છે કે દર વર્ષે ચોમાસાની ઋતુ પૂરી થયા બાદ કેટલાય પક્ષીઓ આ ગામમાં આવે છે અને જાણીજોઇને ગામની દીવાલ સાથે અથડાઇને આત્મહત્યા કરે છે. આ રહસ્યમય ઘટનાની ચકાસણી કરવા ઘણા પક્ષી પ્રેમી વૈજ્ઞાનિકો આ ગામની મુલાકાતે આવે છે.
વાત એમ છે કે ઇપી જી નામના કોઈ પ્રકૃતિ પ્રેમીએ વર્ષ 1960માં જટિંગા ગામની આ રહસ્યમય ઘટના વિષે આખી દુનિયાને માહિતગાર કરી દીધી હતી. ત્યાર પછીથી aઅજ સુધી દર વર્ષે સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનામાં જેટલા પક્ષીઓના ઝુંડ જટિંગા આવે છે એટલી જ મોટી સંખ્યામાં જીવ વૈજ્ઞાનિકો પણ આવે છે.
આટલા વર્ષોમાં થયેલા અનેક અધ્યયનો પક્ષીઓની આત્મહત્યાની વાતને નકારે છે. તેમનું એવું માનવું છે કે પક્ષીઓ આત્મહત્યા નથી કરતાં પણ ગામના લોકો જ તે પક્ષીઓને ખાવા માટે મારી નાખે છે. પ્રકૃતિના જાણકાર લોકોનાં કહ્યા અનુસાર સ્થાનિક લોકો કૃત્રિમ રોશની અથવા ફાનસ વડે પક્ષીઓને આકર્ષે છે અને પછી કોઈ ડંડા કે અન્ય સાધન વડે મારી નાખે છે. આસામના અનવરુદ્દીન ચૌધરી નામના પક્ષીવિદે જણાવ્યું હતું કે મૃત્યુ પામતા મોટા ભાગના પક્ષીઓ કિશોર વયના હોય છે જે બહુ સરળતાથી પ્રકાશ તરફ આકર્ષાય છે.
જ્યાં વિજ્ઞાન હજુ પણ પાછું પડે છે
તાર્કિક વાત પર વિશ્વાસ કરવો લોકો માટે બહુ જ આસન હોય છે. પણ એક પહેલી એ પણ છે કે પક્ષીઓ રોશની પ્રત્યે ઓગસ્ટથી ઓકટોબર દરમિયાન જ કેમ આકર્ષાય છે? અને આબોહવાની તેમના પર શું અસર થાય છે? વિખ્યાત પક્ષીવિદ પાસે પણ આના જવાબ નથી.
તમને આવી કોઈ સંદિગ્ધ વાતોમાં વિશ્વાસ હોય કે ન હોય, આસામનું જટિંગા ગામ ખરેખર રહસ્યમય છે.
.