હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન!

Tripoto
Photo of હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન! 1/7 by Paurav Joshi

કલ્પના કરો તમે પાતળી અંધારી ગુફામાં આસપાસની દિવાલોને અડીને રસ્તો શોધવાની કોશિશ કરી રહ્યા છે. તમારા રસ્તામાં પાણી આવે છે તો ક્યારેક ખડક. અંધારુ એટલુ છે કે હાથ થી હાથ નથી દેખાઇ રહ્યો. જો તમે ચાલી રહ્યા છો બહારની અને રોશનીની શોધમાં. જો આ વાંચીને તમે ઉત્સાહિત થઇ ગયા છો તો કેવિંગની રોમાંચકારી ગતિવિધી ફક્ત તમારા જેવા સિંહ જેવા હ્રદય ધરાવતા લોકો માટે જ બની છે. કેવિગ એક રોમાંચકારી રમત છે જેની દુનિયા, ધરતીના પડની નીચે અંધારુ અને સન્નાટામાં વસે છે. પૃથ્વીના ગર્ભમાં સ્થિત આ અંધેરી દુનિયા અંગે ઘણાં ઓછા લોકો જાણે છે અને અહીં તમને જોવા માટે શું મળી શકે છે કોણ જાણે. ભારતમાં પણ કેટલીક આવી જગ્યાઓ છે.

ક્યાં છે ?

સિજુ ગુફાઓ

ભારતના ઉત્તર પૂર્વમાં સ્થિત મેઘાલયમાં દેશની સૌથી સારી કેવિંગની જગ્યાઓમાં રહેલી છે. લીલાછમ પર્વતોની વિશાળ શ્રેણીઓ અને સુંદર ઝરણાથી સંપન્ન મેઘાલયમાં રોમાંચક રમતોના શોખીનો માટે ઘણી ગિફ્ટ છે. ભારતની ત્રીજી સૌથી લાંબી ગુફા સિજુ ગુફાઓના નામથી મેઘાલયના બાઘમારા પાસે સ્થિત છે. સિમસંગ નદીના કિનારે અને નાફક સરોવરની પાસે સીજુ ગામની પાસે જ સ્થિત છે. સીજુ ગુફાઓ જેને મેઘાલયનું ગૌરવ પણ કહેવામાં આવે છે. બાઘમારાથી 30 કિ.મી. અંતરે સ્થિત ગુફાઓ ભારતની પહેલી ચૂના પથ્થરથી બનેલી ગુફાઓ છે.

છેવટે શું ખાસ વાત છે સીજુ ગુફાઓની?

1. ભુલ ભુલૈયા જેવી સાંકડી ગુફાઓથી પોતાનો રસ્તો બનાવવાનો રોમાંચ

Photo of હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન! 2/7 by Paurav Joshi

જાણકારો 4772 મીટર લાંબી ગુફાઓના એક મોટા હિસ્સાની આજે શોધખોળ નથી કરી શક્યા. જેમ જેમ તમે ગુફામાં આગળ વધો છો દરરોજની ભીડભાડ અને બહારની દુનિયાનો કોલાહલ પાછળ રહી જાય છે.

2. ચૂના પથ્થરથી બનેલી સ્ટેલેકટાઇટ અને સ્ટેલેગમાઇટની સુંદર સંરચનાઓ જોવાનો ઉત્સાહ

Photo of હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન! 3/7 by Paurav Joshi

સિમસંગ નદીની સહાયક ધારાઓ પણ સીજુની ગુફાઓની ઉપરથી પસાર થાય છે અને આ નાની નાની ધારાઓની નીચે આ ગુફાઓ સ્થિત છે.

3. ગુફા સુધી પહોંચવા માટે તમારે બે પહાડોના શિખરને જોડતા દોરડાથી બનેલા પુલને પાર કરવો પડશે જે તમારી અંદર છુપાયેલા સાહસિક વ્યક્તિ માટે કોઇ પડકારથી કમ નથી. 

Photo of હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન! 4/7 by Paurav Joshi

આ દોરડાથી બનેલો પુલ કોઇ હિંચકાની જેમ ડાબી-જમણી બાજુ ડોલતા રહે છે જે પુલ પાર કરવાના રોમાંચને બે ગણો બનાવી દે છે.

4. ગુફામાં રહેનારા હજારો ચામાચીડિયાની વચ્ચે ઘેરાયલા રહેવાનો રોમાંચ જે કદાચ ઝિંદગીમાં ક્યારેક જ નસીબમાં હોય. 

Photo of હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન! 5/7 by Paurav Joshi

ચામાચીડિયા મોટી સંખ્યામાં હોવાથી આ ગુફાને ચામાચીડિયાની ગુફા કે દોબક્કલ પણ કહે છે. આટલી મોટી સંખ્યામાં ચામાચીડિયા હોવા છતાં આ ગુફાની લટાર મારવા પ્રવાસીઓ માટે સુરક્ષિત અનુભવ રહે છે.

કેવીરીતે પહોંચશો?

હવાઇ માર્ગથી : તુરાથી 200 કિ.મી. દૂર નજીકનું એરપોર્ટ ગુવાહાટીમાં સ્થિત છે. ગુવાહાટીથી તુરા અને આગળ આવતા અન્ય સ્થળો માટે ટેક્સી સરળતાથી ઉપલબ્ધ છે.

રેલ માર્ગથી: તુરાથી લગભગ 200 કિ.મી.ના અંતરે નજીકનું રેલવે સ્ટેશન ગુવાહાટીમાં આવેલું છે. આ રેલવે સ્ટેશન ભારતના મોટાભાગના રેલવે સ્ટેશનો સાથે સારીરીતે જોડાયેલું છે.

રોડ માર્ગથી: ગુવાહાટીથી તુરા સુધી ચાલતી બસો ગુવાહાટી બસ ડેપોથી આખી રાત ઉપલબ્ધ હોય છે. આ રોડના માધ્યમથી તે ઉત્તર પૂર્વના શહેરોથી પણ સારી રીતે જોડાયેલું છે.

તુરાથી ગુફાઓ સુધી જતો અંતિમ ભાગ ઘણો ખતરનાક છે એટલા માટે આગળ જવા માટે કોઇ ફોર વ્હીલર વાહન ભાડેથી કરવાની સલાહ આપવામાં આવે છે.

શું ખાશો અને ક્યાં રોકાશો?

Photo of હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન! 6/7 by Paurav Joshi

જો તમે ગુફાઓમાં ફરવા આવ્યા છો તો રહેવાની સૌથી સારી જગ્યા તમને ગુફાઓથી લગભગ 132 કિ.મી. દૂર તુરામાં મળશે. વન વિભાગ તેમજ સ્થાનિક સરકાર દ્ધારા માન્યતા પ્રાપ્ત વિશ્રામ ઘર પણ તમને તુરામાં જ મળી જશે. જેને તમે રોકાવા માટે પહેલેથી જ બુક કરાવી શકો છો.

ભોજન માટે તમે સ્થાનિક લોકોનો સંપર્ક કરી શકો છો. જે અહીંની શૈલીમાં ઘરનું પાક્કુ સ્વાદિષ્ટ શાકાહારી કે માંસાહારી ખાવાનું તમને ઉપલબ્ધ કરાવી દેશે. આ સ્થાનિક લોકોના હાથેથી બનેલા અલગ જ પ્રકારના ખાવાનો સ્વાદ ચાખવો પોતાનામાં એક ખાસ અનુભવ છે. અહીંના કેટલાક મુખ્ય વ્યંજનમાં બંબૂ શૂટનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. અને શાકભાજીમાં પોટાશ નાંખવામાં આવે છે. તો પણ તમે પોતાનું ખાવાનું જાતે લઇને જઇ શકો છો.

યાત્રા કરવાનો સૌથી સારો સમય

જો કે વર્ષના મોટાભાગના મહિના અહીં જવાનો સારો સમય છે. તો પણ ડિસેમ્બર થી માર્ચ મહિનામાં જવાનું સૌથી સારુ રહેશે. ગુફાઓમાં પાણી અને ચિકાશ રહે છે એટલા માટે ચોમાસામાં ન જવામાં જ શાણપણ છે.

જરુરી સાવધાનીઓ

- ગુફાની ભુલભુલામણીમાં સુરક્ષિત રીતે લટાર મારવા માટે ગુફાના પ્રવશેદ્ધાર પર મોજુદ સ્થાનિક લોકોની મદદ અને માર્ગદર્શન લેવાની સલાહ આપવામાં આવે છે.

- યાત્રાનો સારીરીતે આનંદ લેવા માટે મશાલ, પાણી, ભોજન અને વધારાની બેટરી જેવી પાયાની આવશ્યક્તાઓની ચીજો સાથે રાખો.

- એક સારા વોટરપ્રુફ શૂઝની જોડી અને એક જોડી કપડા લઇ લો કારણ કે ગુફામાં ઘણી જગ્યાએ ઘુંટણ સુધી તો ક્યાંક કમર અને માથા સુધી પાણી આવી જાય છે.

આસપાસનું આકર્ષણ

Photo of હિમ્મત છે તો મેઘાલયની રુંવાડા ઉભા કરી દેનારી આ ગુફામાં જવાનો બનાવો પ્લાન! 7/7 by Paurav Joshi

- પાસે જ સ્થિત બાઘમારા વન રિઝર્વમાં જઇ શકો છો અને અહીંના શાંત અને સહજ વન્યજીવો તેમજ પશુઓને પોતાના પ્રાકૃતિક પરિવેશમાં ટહેલતા જોઇ શકો છો. ઇચ્છો તો 872 મીટર ઉંચી તુરા શિખર પણ જોઇ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads