કેવી રીતે ઇંદૌર બન્યું ભારતનું સૌથી સાફ શહેર

Tripoto

આપણે સૌ જાણીએ છીએ કે સફાઈની બાબતમાં આપણો દેશ ખૂબ જ પાછળ છે અને આપણે પોતે જ ક્યાંકને ક્યાંક ગંદકી ફેલાવવામાં ભાગીદાર બનતા હોઈએ છીએ એ વાત નકારી ન શકાય. આ એક ખરેખર શરમજનક બાબત છે.

ભારતમાં અમુક કામ અમુક ચોક્કસ લોકો દ્વારા જ કરવામાં આવે છે એટલે બાકીના મોટા ભાગના લોકો એવું જ માને છે કે સફાઇ કરવી એ તેમનું કામ નથી. સાર્વજનિક સ્થળોની સફાઇની જવાબદારી ઉઠાવવા એટલે જ કોઈ તૈયાર નથી. વર્ષોથી ભારતીયોની આ માનસિકતા બદલવાની ખૂબ જ જરુર હતી.

Photo of Indore, Madhya Pradesh, India by Jhelum Kaushal

વર્ષ 2014 બાદ ભારત સરકારના ‘સ્વચ્છ ભારત અભિયાન’એ ભારતીયોની આ માનસિકતામાં બદલાવ લાવવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવી છે. અલબત્ત, તેને 100% સફળતા મળવામાં હજુ ઘણા વર્ષોનો સમય લાગશે પણ શરૂઆત ઘણી જ સારી થઈ છે.

જ્યારથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે ત્યારથી વાર્ષિક સર્વેના અનુસાર દર વર્ષે સરકાર દેશના શહેરો તેમજ ગામોને ત્યાંની સ્વચ્છતાના આધારે રેન્ક આપે છે. આ રેંકમાં છેલ્લા બે વર્ષથી ઇંદૌર સૌથી સ્વચ્છ શહેરની યાદીમાં પહેલું સ્થાન મેળવી રહ્યું છે. 2014 અને 2016માં જે શહેર અનુક્રમે 149 અને 25માં સ્થાને હતું કે અચાનક 1 જ વર્ષમાં પ્રથમ સ્થાને કેવી રીતે પહોંચી ગયું?

ઇંદૌર

પુષ્કળ મહેનત, સહયોગ, પુરસ્કાર અને દંડ.. આ છે ઇંદૌરની સફળતાનું રહસ્ય! 2015 પહેલા ઇંદૌરમાં લોકો અલગ પ્રકારનો કચરો રંગ આધારે અલગ ડસ્ટબિનમાં નાખવાની વાતમાં નહોતા માનતા. આ વાતના સમાધાન તરીકે ઇંદૌર શહેર પ્રશાસને ડસ્ટબિન વગરના શહેરનો વિકલ્પ પસંદ કર્યો અને ઘરે ઘરે જઈને કચરો એકત્રિત કરવાની શરૂઆત કરી. લોકો જ્યારે આ ડોર-ટૂ-ડોર ડસ્ટબિનની સરાહના કરવા લાગ્યા ત્યાર પછી તેમને સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ નાખવાની સલાહ આપવામાં આવી. કચરો એકત્રિત કરવા આવતી ગાડીઓમાં આ માટે વિશેષ વિભાજન કરવામાં આવે છે.

Photo of કેવી રીતે ઇંદૌર બન્યું ભારતનું સૌથી સાફ શહેર by Jhelum Kaushal

જે લોકો પોતાની કાર અથવા ખાનગી વહાનોમાંથી રસ્તા પર કચરો ફેકતા તેમના પર રોક લગાવવા માટે ઇંદૌરની મેયર માલિની ગૌડ દ્વારા વ્યક્તિગત રીતે લોકો વચ્ચે આશરે 1200 ડસ્ટબિનની વહેચણી કરીને લોકોને આ અંગે જાગૃત કરવામાં આવ્યા.

આ ઉપરાંત ઇંદૌર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડ તેમજ પ્રશંસાની પધ્ધતિ લાગુ કરવામાં આવી. જે કોઈ જાહેર જગ્યાઓએ કચરો ફેલાવતા હોય તેની ટીકા કરવામાં આવી અને વ્યવસ્થિત વેસ્ટ-મેનેજમેન્ટ કરતાં હોય તેની પ્રશંસા કરવામાં આવી. પરિણામે કચરો ફેલાવતા લોકોમાં ડર તેમજ શરમની ભાવના ઊભી થઈ.

શહેરની વિવિધ સંસ્થાઓ, શાળાઓ, હોસ્પિટલ્સ, રેસ્ટોરાંમાં કોણ સૌથી સારી રીતે કચરાના નિકાલની વ્યવસ્થા કરે છે તેની સ્પર્ધા રાખવામાં આવે છે અને વિજેતાઓને આકર્ષક ઈનામ આપવામાં આવે છે.

આ એક રસપ્રદ વાત છે કે સ્વચ્છતા અભિયાનના સર્વેમાં છેલ્લા બે વર્ષથી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ બીજું સ્થાન મેળવી રહી છે. એટલે કે ભારતના બે સૌથી વધુ સ્વચ્છ શહેરો મધ્ય પ્રદેશમાં આવેલા છે.

ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇંદૌર પાસેથી ભારતના દરેક શહેર, નગર તેમજ ગામે પ્રેરણા લેવી જોઈએ. તે અનુસાર આપણે શું કરી શકી છીએ? ચાલો, જાણીએ:

લીલા ડબ્બામાં બાયો-ડિગ્રેડેબલ અને ભૂરા ડબ્બામાં નોન બાયો-ડિગ્રેડેબલ કચરો નાખવાનું યાદ રાખો.

જાહેર સ્થળોની સ્વચ્છતાનું પણ પોતાના ઘરની સ્વચ્છતા જેટલું જ ધ્યાન રાખો અને તેને સાફ રાખવાની જવાબદારી લ્યો.

સારી ટેવની શરૂઆત ઘરેથી જ થાય છે. જો તમારી કોઈ પરિચિત વ્યક્તિ કચરો ફેલાવતી હોય તો તેમને રોકો અને જાગૃત કરો.

દૂરના સ્થળે જવા લાંબી મુસાફરી કરવાની હોય તો પોતાની સાથે એક પેપર બેગ રાખો જેમાં મુસાફરી દરમિયાન કચરો નાખી શકાય.

‘જેવું કરો તેવું પામો’ કહેવત યાદ રાખો. ગંદકી ફેલાવવાથી છેવટે આપણે જ ભોગવવું પડશે. ઉ. ત. લોકો જે તે જગ્યાએ થૂંકે છે તે આપણા દેશમાં ટીબી રોગ ફેલાવવા પાછળનું બહુ મોટું કારણ છે.

તમે તમારા શહેર કે નગરને સ્વચ્છ બનાવવા શું પગલાં ભરો છો? કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads