વિઝા નથી મળી રહ્યા તો ભારતના આ મંદિર કરી દેશે તમારુ કામ

Tripoto
Photo of વિઝા નથી મળી રહ્યા તો ભારતના આ મંદિર કરી દેશે તમારુ કામ 1/1 by Paurav Joshi

શું તમે વિદેશ જવા માંગો છો પરંતુ વિઝામાં મુશ્કેલી આવી રહી છે? ઘણાં ચક્કર લગાવ્યા પછી પણ કામ નથી થઇ રહ્યું? તો હવે તમારુ કામ કરનારો ફક્ત એક જ માણસ છે: ઉપરવાળો! ગણિતમાં સારા નંબર લાવવાનો પોકાર લગાવવાથી માંડીને તૂટેલા દિલની પ્રાર્થના બાદ હવે વિઝાની અરજી પણ ઉપરવાળાના દરવાજે લાગવા લાગી છે. વિશ્વાસ નથી થતો? તો ચાલો તમે ભારતના આ મંદિર અંગે જાણી લો જે તમારા વિઝાના ફસાયેલા કામને સરળતાથી કરી શકે છે.

ચિલ્કુર બાલાજી મંદિર

કહેવાય છે કે જો તમારે અમેરિકા જવું છે અને વીઝા નથી મળી રહ્યા તો એકવાર ચિલ્કુર બાલાજી મંદિરમાં માથુ ટેકી આવો. એવું કહેવાય છે કે જ્યારે કેટલીક ટેક્નોલોજી કંપનીમાં કામ કરનારા લોકોએ આ મંદિરમાં વિનંતી કરી તો તેમને અમેરિકાનો વિઝા કોઇ ચમત્કારની જેમ મળી ગયો. ત્યારથી આખા દેશના શ્રદ્ધાળુ આ મંદિરમાં પોતાની વિઝા અરજી લઇને પહોંચી રહ્યા છે. માનો કે ન માનો, લોકોને સફળતા મળી રહી છે.

ગુરુદ્ધારા તલહન સાહેબ જી

જો તમને લાગે છે કે વીઝા લગાવવા માટે ભગવાનને પૂજવા બેવકુફી છે તો ગુરુદ્ધારા તલહન સાહેબજી અંગે જાણીને આશ્ચર્યમાં રહી જશો. આ 150 વર્ષ જુનું ગુરુદ્ધારા તલહનના બિલકુલ વચ્ચે આવેલું છે અને અહીં સેંકડો શ્રદ્ધાળુ વિઝા માટે માથુ ટેકવા આવે છે. ત્યાં સુધી કે લોકો ભગવાનને પ્રાર્થના કરવાની સાથે રમકડાવાળુ વિમાન પણ ચઢાવે છે. લોકોનું માનવું છે કે આનાથી વિઝા જલદી મળે છે.

ચમત્કારી વીઝાવાળા હનુમાન મંદિર

નવી દિલ્હીમાં પણ તમને વિઝા આપનારા ભગવાન મળશે. અહીં આવેલા ચમત્કારી વીઝા વાળા હનુમાન મંદિરના પ્રધાન પુજારીએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે ભલે દુનિયામાં નિરાશાવાદીઓની સંખ્યા વધારે હોય પરંતુ જે લોકો દિલમાં આસ્થા રાખે છે, તેમને તે જ મળે છે જે તેઓ ઇચ્છે છે. દિલ્હીના નેબસરાય વિસ્તારમાં સ્થિત પ્રસિદ્ધ હનુમાન મંદિર આ વિચારધારાનું પ્રમાણ છે. મંદિરના એક કર્મચારી એક રજિસ્ટરમાં એ બધા લોકો દ્ધારા મોકલવામાં આવેલા ધન્યવાદ પત્રોનો રેકોર્ડ રાખે છે જેમને અહીં પ્રાર્થના કર્યા બાદ વિઝા મળી ગયો. ખાતરી રાખો આ રજિસ્ટર એવા નામોથી ભરેલું પડ્યું છે જે અહીં આવીને પોતાનો વીઝા લગાવી ચૂક્યા છે.

પ્રાચીન હનુમાન મંદિર

જો તમે દિલ્હીમાં રહો છો અને વીઝા લગાવવામાં મુશ્કેલી પડી રહી છે તો તમે અહીંના ઘણાં મંદિરોમાં પોતાની પ્રાર્થના કરી શકો છો. કનોટ પ્લેસ પર બનેલુ હનુમાન મંદિર દર મહિને હજારો ગ્રીન કાર્ડની ઇચ્છા ધરાવનારાઓની કતારોથી ભર્યું પડ્યુ છે. હવે જો કે આ શહેરનું સૌથી જુનુ અને જાણાતુ મંદિર છે એટલા માટે અહીં તમને વીઝાની ઓફિસોથી પણ વધારે લાંબી લાઇનો જોવા મળશે.

હનુમાન મંદિર

મંદિરમાં પ્લેનનો પ્રસાદ ચઢાવવાનું થોડુક વિચિત્ર નથી લાગતુ? અમદાવાદના ચમત્કારી હનુમાન મંદિરમાં તો કંઇક અલગ જ થાય છે. સપ્તાહના અંતે આ મંદિરમાં વિદેશ જવાની ઇચ્છા રાખનારાની ભીડ ઉમટી પડે છે. અહીં વિદેશ જવાની ઇચ્છા રાખનારા માટે મંદિરમાં જ વિઝા કાઉન્સેલિંગ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, જેમાં લોકોની ભીડ જોઇને તમે દંગ રહી જશો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads