ભારતના સૌથી રંગીન રાજ્યની લટાર, જ્યાં આવીને દિલ અને આત્મા બન્ને ખુશ થઇ જાય છે!

Tripoto
Photo of ભારતના સૌથી રંગીન રાજ્યની લટાર, જ્યાં આવીને દિલ અને આત્મા બન્ને ખુશ થઇ જાય છે! 1/1 by Paurav Joshi

રાજસ્થાન જેને ‘રાજાઓની ભૂમિ’પણ કહેવાય છે જે આજે પણ પોતાની વિરાસતને લઇને ચાલી રહ્યું છે. જ્યાંના સ્મારક રંગીન જ નહીં, અહીંના લોકો અને ગલીઓ પણ રંગોમાં વિખેરાયેલા છે. પોતાની પ્રાચીનતા અને શોર્યતા માટે તો રાજસ્થાન ફેમસ તો છે જ, અહીંના કેટલાક શહેર તો રંગોના નામથી ઓળખે છે. જેમ કે રાજધાની જયપુર પિંક સિટીના નામથી, જોધપુર બ્લૂ સિટી, વ્હાઇટ સિટી ઉદેપુર અને જેસલપુર ગોલ્ડન સિટી. અહીંની વૈભવતા અને ભવ્યતા જોતા જ રહીએ. આજે રંગોથી ભરાયેલા રાજસ્થાનના ત્રણ કલરફુલ શહેરોની સફર પર નીકળીએ.

જયપુર

પિંક સિટી, જયપુર

જયપુર રાજસ્થાનનું સૌથી મોટુ શહેર છે અને આ શહેર આપને રાજસ્થાનના રાજાશાહીનો અનુભવ કરાવે છે. અહીંના માર્કેટ, અહીંના કિલ્લા અને સ્મારક તમારા માટે ઘણો બધો નવો અનુભવ હશે. આમેર કિલ્લો, જયગઢ કિલ્લો અને નાહરગઢ કિલ્લો શહેરથી દૂર છે, જ્યાં તમે પહાડોની વચ્ચે આ કિલ્લાની ખાસિયત જોશે અને તેના મહત્વને સમજશો. આ વિશાળકાય કિલ્લા એક એકથી ચઢિયાતા છે. કોઇ રાજાનો મહેલ છે તો કોઇ સૈન્ય બંકર. આ કિલ્લાની બનાવટ, શૈલી બધી આપને અચંબામાં નાંખશે અને તમારા મનમાં બસ આ જ ચાલશે કે આ કિલ્લાનો કોઇ રંગ છૂટી ન જાય. આ શહેર તો બહારની વાત છે શહેરમાં પણ ભવ્યતાની સુંદરતા ફેલાયેલી છે. આ કિલ્લો લાલ બલુઆ પથ્થર અને સંગેમરમરથી બનેલુ છે જે જોવામાં ઘણું જ સુંદર લાગે છે.

અહીં તમે હવા મહેલના સૌથી ઉપરના ભાગે જઇને આખા શહેરને નિહાળી શકો છો અને અહીંની ઠંડી હવાનો આનંદ ઉઠાવી શકો છો. હવા મહેલ સાથે જોડાયેલો છે સિટી પેલેસ છે જે હવે સંપૂર્ણ રીતે મ્યૂઝિયમમાં બદલાઇ ચૂક્યું છે. જ્યાં રાજપુતાના શાન-બાનને જોઇ શકાય છે. મ્યુઝિમય ઉપરાંત અહીં મોટુ ભવન છે જ્યાં રાજ દરબાર લાગતો હતો. ઝુમરો અને ઝાલરોથી ચમકતુ-દમકતુ આ ભવન એવુ જ છે જેવુ આપણે ફિલ્મોમાં જોઇએ છીએ. શહેરની સ્મારકની ભવ્યતા જોઇ ચૂક્યા છે તો શહેરની હલચલમાં ખોવાઇ જાઓ અને દુનિયાની કેટલીક શ્રેષ્ઠ આભૂષણોની દુકાનો પર જઇ શકાય છે. અહીં હાથેથી બનાવેલી કાર્પેટ, મસાલા અને ફળોનો અનોખો સમૂહ આ પિંક સિટીમાં ચાર ચાંદ લગાવી દે છે.

જોધપુર

બ્લૂ સિટી-જોધપુર

જરા વિચારો તમે એક શહેરની સૌથી ઉંચી જગ્યાએથી જોઇ રહ્યા છો અને દૂર દૂર સુધી તમને આખુ શહેર એક જ રંગમાં રંગાયેલુ દેખાય છે. એ નજારો જ એટલો સુંદર હોય છે કે તમે એ દ્રશ્યથી નજર નથી ફેરવી શકતા. બસ, આવુ જ એક સુંદર શહેર છે, જોધપુર. મહેરાનગઢના કિલ્લાથી જ્યારે આખુ જોધપુર વાદળી-વાદળી દેખાય છે તો લાગે છે કે બ્લૂ સિટી જેવી જગ્યા બીજી કોઇ નથી.

આ શહેર એટલુ સુંદર છે કે તમે જ્યાં જશો, ત્યાં ઘણાં સમય સુધી રહેવા માંગશો. આ શહેરના ઘરોને વાદળી રંગના રંગોથી રંગવાની જુની પરંપરા છે, ઘરોને વાદળી કરવાનું કારણ છે ગરમી. ગરમીના દિવસોમાં જ્યારે તાપમાન માથે ચઢે છે ત્યારે આ બ્લૂ કલર ઠંડક આપે છે. વરસાદમાં જ્યારે આકાશ વાદળી હોય છે અને જોધપુર પણ વાદળી.

શહેરની સૌથી ફેમસ જગ્યા છે, મેહરાનગઢનો કિલ્લો. મેહરાનગઢનો કિલ્લો જે શહેરના બહારના હિસ્સામાં પહાડ પર સ્થિત છે. શહેરથી જ કિલ્લાને જોઇ શકાય છે. આ કિલ્લો મહેલોથી ભરાયેલો છે કારણ કે રાજાના પરિવારનું નિવાસ સ્થળ ગણાતુ હતુ. આ કિલ્લાનું નકશીકામ મને ઘણો જ આનંદ આપે છે. ચમકતા રંગોની બારીઓ. મહેરાનગઢ ફોર્ટ ઉપરાંત, તમે આ શહેરમાં ઉમ્મેદ ભવન જઇ શકો છો. જસવંત થાડા, સિટિ પેલેસ અને કલ્યાણ લેક પણ ઘણી જ સુંદર જગ્યાઓમાંની એક છે.

જેસલમેર

ગોલ્ડન સિટી, જેસલમેર

જેસલમેર રાજસ્થાનના બધા રંગીન શહેરોમાં સૌથી નાનું છે. આ શહેર રેતીની દુનિયામાં લઇ જાય છે. રાતમાં ખુલ્લા આકાશમાં ઠંડી હવાઓ વચ્ચે રણની દુનિયાનો હિસ્સો બીજુ કોઇ શહેર ન બનાવી શકે. આ શહેરમાં ઘણાં બધા મંદિર, સાંકડી ગલીઓ છે. આ શહેરમાં ફરતા એવુ લાગે છે કે જાણે તમે કોઇ આરબ દેશના શહેરમાં આવી ગયા છો. આ નાનકડા શહેરમાં ગજબનું આકર્ષણ છે.

શહેરની વચ્ચોવચ જેસલમેર ફોર્ટ પેલેસ છે. આ ઉપરાંત, આ શહેરમાં પટવાઓની હવેલી છે, જે બનાવટમાં કંઇક હવા મહેલ જેવી છે. આ ઉપરાંત, રણ, ગડિસાર સરોવર, બાબા બાગ અને નાથમલની હવેલી જોવાલાયક છે. અહીં ઉંટ સવારી, ટેન્ટમાં રાત પસાર કરવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે.

ઉદેપુર

વ્હાઇટ સિટી- ઉદેપુર

ઉદેપુર સરોવરમાં તરતુ શહેર છે જે અહીંના આવે તે પસ્તાય. આ શહેરની સૌથી સુંદર જગ્યા છે સિટી પેલેસ. પિચોલા લેકની વચ્ચો વચ સંગેમરમરનો બનેલો પેલેસ સુંદર છે. જોવા પર એવું લાગે છે કે વાદળી રંગના તળાવમાં તરી રહ્યું છે. આ મહેલને 16મી શતાબ્દીમાં રાજાએ ગરમીઓમાં સમય પસાર કરવા માટે બનાવ્યું હતું અને આજે તે મહેલ એક શાનદાર હોટલ છે. જ્યાં ફક્ત બોટથી જ પહોંચી શકાય છે. બોટથી તે મહેલ સુધી પહોંચવાની સફર પણ કોઇ જાદૂના જેવો હોય છે. રાતમાં આ શહેર પોતાની રોશનીમાં જગમગે છે.

રાતની છટામાં સફેદ ઇમારતો ચમકવા લાગે છે. આ શહેરને જો તમે યોગ્ય રીતે જોવા માંગો છો તો પછી ટૂરિસ્ટની જેમ નહીં, ટ્રાવેલરની જેમ ચાલવાનું રાખો. ગાડીઓ કરતાં પોતાના પગથી આ શહેરને વધારે માપો, ત્યારે જ તમે આ શહેરની સુંદરતાને ઓળખી શકશો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads