સંજોગોવશાત, ઓગસ્ટ 2022માં કોઇ સમયે મેં પોતાને માણાના પ્રસિદ્ધ ગામના દ્ધારની બહાર ઉભેલો જોયો. ફૂલોની ઘાટીની યાત્રા તે દિવસે સમાપ્ત થવી જોઇતી હતી પરંતુ આનો જો કોઇને દોષ દેવો હોય તો તે ગઢવાલના મૉનસૂનને આપવો જોઇએ. અમે લમ્બાગઢમાં લેન્ડસ્લાઇડના કારણે બદ્રીનાથમાં ફસાઇ ગયા. તે દિવસે અમે હોટલમાં સમય બર્બાદ કરવાના બદલે વિચાર્યું કે કેમ બહાર ફરવા ન જઇએ. અમે લમ્બાગઢને પાછળ છોડ્યું અને બદ્રીનાથથી ઉત્તરમાં 3.કી.મી. આગળ વધ્યા જ્યાં અમે ભારતના અંતિમ ગામ માણામાં હતા.
માણા, એક ગામ જ્યાં દેવીય શક્તિ આગલા દરવાજા પર મળે છે.
બદ્રીનાથથી પાક્કા રોડ પર 10 મિનિટની ડ્રાઇવમાં અમે માણા તરફ પહોંચી ગયા. અમારી સામે રુઆબદાર પહાડી કુત્તરા, સરસ્વતી નદીનો અવાજ, રસ્તાની બન્ને તરફ સેનાની છાવણીઓની પંક્તિઓ અને ધ લાસ્ટ ઇન્ડિયન વિલેજનું દ્ધાર હતું, અમારી ચારે બાજુ બધુ જ એક સરખુ લાગી રહ્યું હતું. માનો આપણને કહી રહ્યા હોય કે આપણે કેટલા દૂર આવી ગયા છીએ.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 3115 મીટરની ઉઁચાઇ પર આ ગામે અમને એક અનોખી રીતે દૈવીય શક્તિની સાથે રજૂ કર્યુ. ગામના બાળકોએ મહાભારતની કહાનીઓ સંભળાવતા અમને વ્યાસ ગુફાની તરફ પાતળા ગામના રસ્તાના માધ્યમથી ગેટ તરફ પહોંચાડ્યા, જ્યાં વેદ વ્યાસે ચાર વેદોને પૂર્ણ કર્યા હતા અને પહેલીવાર મહાભારતની કથા સંભળાવી હતી.
આ આધ્યાત્મિકતાનો એક અસામાન્ય અનુભવ છે જે આટલો ખાસ બનાવે છે. વ્યાસ ગુફાથી થોડેક દૂર પેદલ ગણેશ ગુફા છે, જ્યાં એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખ્યું હતું. આ સાઇટના મહત્વ અને વિશ્વવ્યાપી પ્રતિષ્ઠાથી અજાણ્યા બાળકો આંગણામાં ક્રિકેટ રમે છે અને મહિલાઓ શિયાળાની તૈયારીમાં આખો દિવસ કાર્પેટ બનાવે છે.
માણા અને તેની વાર્તાઓ
રહસ્યમયી નદી સરસ્વતીના કિનારે બેસો
નદીનું નામ જ્ઞાનની દેવીના નામ પર રાખવામાં આવ્યું છે અને અહીં આના કિનારે સૌથી ઉપયુક્ત ભારતીય મહાકાવ્ય લખવામાં આવ્યું છે. નદીને ગુપ્ત ગામિની કે છુપાયેલી નદી સ્વરુપે ઓળખવામાં આવે છે. કારણ કે આ તેની ઉત્પતિથી લગભગ 100 મીટર દૂર વહે છે અને પછી માનામાં કેશવપ્રયાગમાં અલકનંદામાં વિલીન થઇ જાય છે.
ભીમ પુલ, સીધી દંતકથાઓથી નીકળેલી એક જગ્યા
સરસ્વતી નદી ભીમ પુલની પાસે એક ખડકમાંથી નીકળે છે અને જો કે આ એક સંકીર્ણ ધારા છે પરંતુ પાણી જોરશોરથી વહે છે. અહીં નદી પર એક પ્રાકૃતિક પથ્થર પુલ છે અને કિંવદંતી એ છે કે જ્યારે પાંડવ સ્વર્ગના રસ્તા પર આ નદીને પાર કરી રહ્યા હતા, ભીમે એક વિશાળ ખડક ઉઠાવ્યો અને પોતાની પત્ની દ્રોપદીને નદી પાર કરવામાં મદદ કરવા માટે અહીં રાખ્યા. ભીમ પુલથી થોડાક આગળ તમે ખડક પર 20 ફૂટ લાંબા પગના આકારનું નિશાન પણ જોઇ શકો છો જેને ભીમનું પદચિહ્ન કહેવામાં આવે છે.
એ ગુફામાં જાઓ જ્યાં વેદ વ્યાસે મહાભારત લખ્યું
અહીં વેદ વ્યાસે વેદોને ચાર ભાગમાં પુનઃ વ્યવસ્થિત કર્યા અને ભગવદ્ ગીતાને લખી. એવુ માનવામાં આવે છે કે આ ગુફામાં તેમણે મહાભારત ગણેશને સંભાળ્યુ જેમણે મહાભારત લખી હતી. ગુફાની છત ઘણી હદ સુધી ચમકદાર દેખાય છે અને તાડના પત્તાની પાંડુલિપીના બંડલની જેમ દેખાય છે. ખડકની પૂજા વ્યાસ પુસ્તક કે વ્યાસનું ચોપડીના રુપમાં કરવામાં આવે છે, જેને માને છે કે તે આ વર્ષોમાં ખડક બની ગઇ છે.
એ જગ્યાએ જાઓ જ્યાં મહાભારત લખાયું હતુ
ગણેશ ગુફાને ગણેશની ગુફા માનવામાં આવે છે, જેમને વેદ વ્યાસે મહાભારત સમજવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પછી તેમણે મહાકાવ્ય મહાભારત લખ્યું હતું. ગણેશ ગુફા વ્યાસ ગુફાથી કેટલાક મીટરના અંતર પર છે અને બે ગુફાઓની વચ્ચે આ અંતર આશ્ચર્યચક્તિ કરે છે
ભારતની છેલ્લી ટી શોપમાં એક કપ ચાનો આનંદ લો.
માણામાં આ ચાની દુકાન વાસ્તવમાં એ યાત્રીઓ માટે જગ્યા બની ગઇ છે, જે ભલે આને પસંદ કરતા હોય કે નહીં, આ જગ્યાને ફોટો લેવા માટે એક સ્થાનના રુપમાં જરુર જુએ છે. ચા અહીં તાજા છે પરંતુ હું ગ્રીન ટીની સલાહ આપીશ જે આપને ક્યારેય પણ આ દુકાન પર સરળતાથી મળી જશે.
બદ્રીનાથ
મંદિરોની નગરી કેવળ 3 કિ.મી. દૂર છે, મેથી નવેમ્બર સુધી તીર્થયાત્રીઓથી સારી રીતે ભરેલુ રહે છે જ્યારે મંદિરના દ્ધાર આંગુતકો માટે ખુલ્લા હોય છે. જો તમે ધાર્મિક નથી તો ઓફ સીઝન દરમિયાન બદ્રીનાથની યાત્રા કરો જ્યારે ભીડ ઘટી જાય છે અને તમે અલકનંદાના કિનારે બેસીને દિવસનો આનંદ લઇ શકો છો.
માણાની આસપાસ એડવેન્ચર્સ
માણા પાસ માટે ડ્રાઇવ: અહીં એક વધુ એડવેન્ચર છે જે આઉટડોર ઉત્સાહી લોકોની રાહ જોઇ રહી છે તે માણાની પાસની ડ્રાઇવ છે. માણા ગામથી 50 કિ.મી. આગળ, માણા પાસ ચીન સીમા પર સ્થિત છે. આ યાત્રાની પહેલા જોશીમઠ સેના સ્ટેશનથી પહેલા પરમિટની આવશ્યકતા પડશે.
માણા પાસ ટ્રેક: જો તમે કેટલાક એક્ટ્રિમ એડવેન્ચર માટે લાંબી યાત્રા કરવા માંગો છો તો સ્વર્ગોહિની, સતોપંત સરોવર અને વસુંધરા ફોલ્સ કેટલાક ટ્રેક છે જે માણાથી શરુ થાય છે. બદ્રીનાથમાં ઘણી સ્થાનિક પર્યટન ઓપરેટર મળી શકે છે જે આ ઓફબીટ હાઇકિંગ ટ્રેલ્સની સાથે તમારુ માર્ગદર્શન કરી શકાય છે.
ભોજન
માણામાં થોડીક ચા અને સ્નેક્સની દુકાનો છે. આનાથી વધારે જમવાના ઓપ્શન નહીં મળે. બદ્રીનાથમાં ઘણી રોસ્ટેરન્ટ છે જે શાકાહારી ભોજન ઉપલબ્ધ કરાવે છે. બદ્રીનાથમાં દક્ષિણ ભારતીય ભોજન પણ સરળતાથી મળી રહે છે.
ધ સ્લીપિંગ બ્યૂટી હોટલ
The Sleeping Beauty Hotel
સરનામુઃ મનોહર બાગ ઔલી રોડ, 246443 જોશીમઠ, ભારત
માણાના રસ્તે પ્રચલિત લેન્ડસ્લાઇડના કારણે જોશીમઠમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્લીપિંગ બ્યૂટી હોટલ સ્વચ્છ અને સાફ રૂમની સાથે આરામદાયક હોટલ છે. નાસ્તો ફ્રી છે અને બારીની બહાર ગઢવાલ પર્વતનું દ્રશ્ય તમાર પૈસા વસૂલ કરી દે છે.
ટેરિફ:
માઉન્ટેન વ્યૂમાં ટ્વિન રૂમ: ₹ 3800/ -
માઉન્ટેન વ્યૂમાં ડબલ રૂમ: ₹ 3500/-
યાત્રા કરવાનો સૌથી સારો સમય
માણાની યાત્રા કરવાનો સૌથી સારો સમય જૂનથી સપ્ટેમ્બર સુધી ગરમીઓના મહિના દરમિયાન હોય છે. ઓગસ્ટ મહિનાથી બચો જ્યારે ભારે વરસાદના કારણે રસ્તા બ્લોક થઇ જાય છે.
કેવીરીતે પહોંચશો?
હવાઇ માર્ગ: દેહરાદૂનની પાસે માણા માટે નજીકનું એરપોર્ટ જૉલી ગ્રાન્ટ એરપોર્ટ છે.
ટ્રેન દ્ધારા: માણાની નજીકનું રેલવે સ્ટેશન હરદ્ધાર છે જે 275 કિ.મી. દૂર છે.
રોડથી: માણા સુધી પહોંચવા માટે, એક ટેક્સી ભાડેથી લો, શેરીંગ કેબલની પસંદગી કરો કે દેહરાદૂન કે હરિદ્ધારથી બદ્રીનાથ/ગોવિંદઘાટમાં બસ લો. યાત્રામાં લગભગ 7-8 કલાક લાગશે. જો બસ તમને ગોવિંદઘાટમાં છોડી દે છે તો બદ્રીનાથ પહોંચવા માટે નિયમિત બસો ઉપલબ્ધ છે.